Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૦.
પંચ પ્રતિકમાણસૂત્રો
આરાધના કરતી જોઈ સાધ્વીજી પાસેથી શીળવ્રત પાળવાની તેમજ આઠમ ચૌદશો ખાસ પાળવાનો નિયમ લીધો. તે સાંભળી તેના પતિએ પણ નિયમ રાખ્યો. બન્નેય કરીને તમે અજિતસેન અને શીલવતી થયા છો.”
આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું અને વ્રત લઈ પાંચમે દેવલોકે ગયા. ત્યાંથી આવી મનુષ્ય થઈ મોક્ષમાં જશે.
૪૯. નંદયંતી : પોતાનપુરમાં નરવિકમના રાજ્યમાં સાગરપોત શેઠની શ્રી નામની પત્નીથી જન્મેલો સમુદ્રદત્ત નામનો પુત્ર સોપાનપુરના નાગદત્ત શેઠની નંદયંતી પુત્રી સાથે પરણ્યો હતો. પિતાની આજ્ઞાથી રાત્રે ગુપ્ત રીતે પરદેશ જતાં સમુદ્રદત્ત સ્ત્રીની રીતભાત જાણવા ગુપ્ત રહ્યો પરંતુ નંદયંતીએ જાગીને પતિવિયોગથી ફાંસો ખાવાની તૈયારી કરી. તે જોઈ સમુદ્રદત્ત પત્નીને મળ્યો ને રજા લઈ સમુદ્ર માર્ગે વિદેશ ચાલ્યો ગયો.
અહીં નંદયંતીનો ગર્ભ ત્રણ માસનો થયો. સાસુ-સસરાએ નિકરણ નામના સેવક સાથે વનમાં મોકલી દીધી. રુદન કરતાં ત્યાં આવી ચડેલો ભૃગુકચ્છ (ભરૂચ)ને પારાજ બહેન કરી પોતાને ત્યાં લઈ ગયો. ત્યાં તેને પુત્ર જન્મ્યો.
વખત જતાં સમુદ્રદત્ત ઘેર આવ્યો, માતા-પિતાને પોતાની પત્ની નિર્દોષ હોવાની ખાતરી આપી, ને સેવકો તથા પોતે ભાળ માટે બહાર નીકળી અનુક્રમે ભરૂચમાં પહોંચ્યા.
દાનશાળામાં બદલાવેલા વેશવાળી સ્ત્રી તેને નંદયંતી જેવી જણાઈ. તેથી પરીક્ષા કરવા તેની પાસે સમજાવવા બીજી સ્ત્રીને દૂતી તરીકે પોતાની પત્ની થવા મોકલી, અને તે સમજાવવા લાગી. નંદયંતીએ સમુદ્રદત્ત સિવાય અન્યની વાત સાંભળવાની સ્પષ્ટ ના પાડી. તેથી મૂળવેશમાં બન્નેય મળ્યાં અને માતા પિતાને જઈને મળ્યાં.
એક વખતે તે નગરે પધારેલા કેવળજ્ઞાની ભગવંતને નંદયંતીએ પોતાના વનવાસનું કારણ પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે, “ચંદ્રપુરના મુકુંદ બ્રાહ્મણને શ્રીમતી નામની સ્ત્રી હતી. પર્વોત્સવમાં વહોરવા પધારેલા મુનિરાજની તેણે મશ્કરી કરેલી અને તેના સાસુ-સસરા પણ તેમાં સામેલ રહેલા. તે મુકુંદનો જીવ સમુદ્રદત્ત, અને શ્રીમતી નો જીવ તું નંદયંતી. મુનિરાજના ઉપહાસથી તને પતિવિયોગ થયો.” પછી નંદયંતી વિશેષ ધર્મારાધન કરવા લાગી. આયુ:ક્ષયે પહેલા દેવલોકમાં ગઈ અને અનુક્રમે ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.
૫૦. રોહિણી : આપણે ત્યાં રોહિણીનો તપ કરવાનો રિવાજ ચાલુ છે. આજે પણ અનેક શ્રાવિકા બહેનો રોહિણી તપ કરે છે. તે તપ સાથે જોડાયેલી રોહિણી સતની કથા જાણવી ખાસ ઉપયોગી છે. તે આ રોહિણી સતીની કથાથી સમજાશે.
પાટલીપુત્ર નગરમાં નંદ રાજના રાજ્ય કાળમાં ધનાવહ શેઠને રોહિણી પત્ની હતી. શેઠ પરદેશ ગયા. બહાર જતાં રાજાએ ગોખમાં બેઠેલી રોહિણીને દીઠી. તેને મેળવવા ભટણા સહિત દૂતી મોકલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org