Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૨
પંચ પ્રતિક્રમણ સૂત્ર
રૂપે વનદેવતાને તેના હાલરડાં ગાતા જોઈ નોકરોના કહેવાથી રત્નપુરના રત્નશેખર રાજાના રાજ્યના જિનદત્ત નામના શેઠે તેને લઈ જઈ પોતાની-નવ પુત્રીની માતા-પત્નીને એ બાળા સોંપી પોતાને નગરે ગયો.
એક વખત શ્રીમતીના નુપૂરનો અવાજ સાંભળી રસ્તે જતો તે નગરનો રાજા પાછો વળી શેઠને મળ્યો. અને રણકારનું કારણ પૂછતાં શ્રીમતીની દેવ સાંનિધ્યવાળી હકીકત જાણી “પુત્રી” કહી પોતાના આવાસે ગયો.
શ્રીમતીનું લગ્ન સુમતિ શેઠના મદન પુત્ર સાથે કરવામાં આવ્યું. “સુશૃંગારા' એવું શ્રીમતીનું બિરુદ સાંભળી સુમતિશેઠ રાતમાં તેની પેટી ઉધાડી તેમાંના દરેક અલંકારો પાણીના કુંડમાં મૂકી આવ્યા. શ્રીમતીએ પેટી ખાલી જોઈ. પરંતુ મચ્છીમારે રાજાને મત્સ્યના પેટમાંથી નીકળેલા દાગીના સોંપ્યા. રાજાએ જાણ્યું કે, “દેવવાણી ઉપર અશ્રદ્ધા થવાથી સુમતિશેઠે શ્રીમતીની પરીક્ષા માટે આમ કર્યું જણાય છે." શેઠને બોલાવી ઠપકો આપ્યો.
શ્રીમતીના પ્રભાવથી મદનનું ખૂન કરવા આવેલા બીજાનું ખૂન કરી ગયા. વિદેશયાત્રામાં વહાણ ભાંગતાં પાટિયું હાથ આવતાં મદન બચી ગયો. શ્રીમતીને ઘણા પુત્રો થયા, અને તે દરેક જીવતા રહ્યા હતા. તેની પેલી ધાવ માતા પણ તેને મળી ગઈ
શ્રીમતીએ ચાર જ્ઞાનના ધણી આચાર્ય મહારાજને પોતાના પૂર્વભવનો વૃત્તાન્ત પૂછયો. જ્ઞાની ભગવંતે કહ્યું કે –
- “ગર્જના નગરના જ્વલંત બ્રાહ્મણની રેવતી પત્નીને આઠ પુત્રીઓ થઈ. તેને મુશ્કેલીઓ પરણાવી, તેવામાં નવમી અનામિકા પુત્રી થઈ. તેને પણ એક માગવક ભિક્ષુક સાથે પરણાવી. માગવક દેશાંતરમાં ભમીને વહુ સહિત માતા પાસે આવ્યો. માતાના મરણ બાદ મૃતકાર્ય કરવાથી તે પાછો તદ્દન દરિદ્ર થઈ ગયો, ને એક ઘાસની ઝૂંપડીમાં રહેતો હતો.
અનામિકા વિમલશ્રી સાધ્વીજીને મળીને તપ વિષે ઉપદેશ સાંભળી અદુ:ખ દર્શન તપ કરવા લાગી. તેનો વિધિ સાધ્વીજીએ આ પ્રમાણે કહ્યો-“ઉદ્યાપનમાં રૂપાનું પાલણું કરાવવું, સોનાની પૂતળી કરાવવી, તેની આગળ સાકર અને મોટા લાડુનો થાળ ધરવો. તે સર્વ આહાર મુનિરાજને વહોરાવવો.” આ સાંભળી અનામિકાએ તપ કરી ઉજમણું કર્યું. ત્યાંથી મારીને અનામિકા શ્રીમતી થઈ છે.”
આ વાત સાંભળી શ્રીમતીને જાતિસ્મરણ થયું, ને વિશેષ તપશ્ચર્યા કરવા લાગી. ઉદ્યાપન કર્યું. સંયમ લઈ અંતે આયુક્ષયે દેવલોકમાં ગઈ. ત્યાંથી આવી રાજપુત્રી થઈ મોક્ષમાં ગઈ.
જૈન શાસ્ત્રોક્ત કથાઓ વિશે
અમોએ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિને આધારે સંક્ષેપીને આ કથાઓ લખી છે. તેમજ નળ દમયંતીની કથા શલાકા પુરુષ ચરિત્રના નવમા પર્વમાં અને શ્રી કૃષગની મહિષીઓની કથાઓ વસુદેવ હિંડીમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org