Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૦૮
પંચ પ્રતિકમાણસૂત્રો
તો બાયલો ને બીકણ છે.”
આગળ એક વડ આવ્યો. શેઠ તેની નીચે બેઠા પણ વહુ તો દૂર જઈને બેઠી.
આગળ જતાં વળી સુંદર શહેર આવ્યું, તેના શેઠે વખાણ કર્યા ત્યારે વહુએ કહ્યું કે “એ તો ઉજજડ ગામડું છે.”
આગળ ચાલતાં એક ગામડું આવ્યું. શેઠે વિચાર્યું કે હું જે કહીશ તેથી આ વિપરીત બોલશે.” એમ વિચારે છે, તેવામાં શીલવતીને તેના મામા જમવાને નોતરું દઈ તેમને પોતાને ઘેર તેડી ગયા. જમાડ્યા, ને રહેવા આગ્રહ કર્યો, પણ શેઠ ન રહ્યા. એટલે કરંબાનું ભાતું આપ્યું.
આગળ ચાલતાં એક ઝાડ નીચે શેઠ સૂતા. વહુ કરંબો ખાવા લાગી એટલે એક કાગડો બોલવા લાગ્યો, ત્યારે વહુએ કહ્યું કે “હું તારી વાત સમજું છું, પણ એકના કહેવાથી મારો પતિ વિયોગ થયો છે, ને વળી બીજાનું કહ્યું કરું તો માતપિતાનો પણ સંયોગ થાય કે કેમ ?'
આ સાંભળી આશ્ચર્ય પામી શેઠે પૂછયું, “વહુ! એમ કેમ બોલો છો ?”
વહુ : “સાચું કહું તો નુકસાન થાય છે. ફળ ખાતર માણસો વનસ્પતિ ખૂંદે છે. મોરની કલગી ખાતર મોરને મારે છે. હું બાલ્યકાળમાં ભાઈઓના આગ્રહથી પશુની ભાષા શીખી, તેનું મારે આજે ફળ ભોગવવું પડે છે.”
સસરાએ ક્ષમા માંગી, ત્યારે શીલવતીએ ખુલાસો કર્યો કે “હું શિયાળનો શબ્દ સાંભળી ઘડો લઈ નદીએ ગઈ, તેનું કારણ એ હતું કે, “શિયાળે એ સૂચના કરી કે, ઘરેણાંથી લદબદતું મડદું તણાય છે.” એ સાંભળી દાગીનાનો ઘડો હું ભરી આવી.” અત્યારે આ કાગડો કરંબો માગે છે, ને કહે છે કે, “અરીઠાના ઝાડ નીચે દશ લાખ સોનૈયા છે.” પણ મેં કહ્યું કે, “એ વાત કરીને હું અનર્થ પામું.” સસરાએ ખાતરી કરવા ખોદી જોયું, સોનૈયા નીકળ્યા. કાગડાને કરંબો આપ્યો. શેઠ તો વહુનાં વખાણ કરવા લાગ્યા ને દ્રવ્ય ભરી પાછા વળતાં વહુને પૂછ્યું “આ શહેરને તમે ઉજજડ કેમ કહ્યું ?” વહુ - “ત્યાં આપણું કોઈ સગું નહીં ! એટલે શા કામનું ?” શેઠ :- “ઉજ્જડ ગામને વસ્તીવાળું કેમ કહ્યું?” વહુ :- “ત્યાં મારા મામાનું ઘર હતું. આપણો સત્કાર થયો, માટે.” શેઠ :- “વડની છાયાથી દૂર કેમ બેઠા હતા ?” વહ :- “વડ ઉપરનો કાગડો સ્ત્રી ઉપર ચરકે તો છ માસમાં પતિને અનર્થ થાય, તેમજ તેના થડ
પાસે સર્પાદિકનો સંભવ હોય છે, માટે.” શેઠ :- “પેલા સુભટને કાયર કેમ કહ્યો ?” વહુ :- “તેણે ઘા પીઠ ઉપર ખાધા હતા માટે.” શેઠ :- “મગના ક્ષેત્ર માટે કેમ વિપરીત બોલ્યાં હતાં ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org