Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪૦૩
પાસે બાર વ્રત લીધાં અને શુદ્ધ શિયળ પાળી સ્વર્ગમાં ગઈ. ત્યાંથી મનુષ્ય ભવ પામી મોક્ષમાં જશે.
૨૯. દ્રોપદી : પાંચાળ દેશમાં કાંપિલ્યપુરના દ્રુપદરાજાની પુત્રી દ્રોપદીએ રાધાવેધ કરી ચૂકેલા અર્જુનના કંઠમાં વરમાળા પહેરાવી કે બાકીના ચારેય ભાઈઓના ગળામાં વરમાળાઓ જોવામાં આવી. તેવામાં ત્યાં ચારણ શ્રમણ મહાત્મા આવ્યા. દરેક રાજાઓએ પ્રણામ કર્યા અને દ્રુપદે આમ થવાનું કારણ પૂછયું. મહાત્માએ કહ્યું “ચંપામાં સોમદત્ત, સોમૂભતિ, સોમદેવ નામના ત્રણ બ્રાહ્મણ ભાઈઓને નાગશ્રી, રતિભૂતિ અને યજ્ઞથી નામે સ્ત્રી હતી. તેઓ વારા પ્રમાણે રસોઈ કરીને જમાડતી હતી. એક વખત નાગશ્રીએ કડવી તુંબડીનું શાક કુટુંબીઓને ન ખવડાવતાં ધર્મઘોષ મુનિના શિષ્ય માસ ઉપવાસી ધર્મરુચિ મુનિને મુનિ ઉપરના દ્વેષથી વહોરાવ્યું. મુનિએ પરાઠવા જતાં એક બિંદુ નીચે પડવાથી ઘણી કીડીઓનો નાશ સમજી પોતે તે વાપરી ગયા અને શુભ ધ્યાને મરીને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
નાગશ્રી છઠી નરકે-મસ્ય. સાતમી નરકે-મસ્ય, નરકમાં, એમ સાત સાત વાર નરક ગગન અને મત્સ્યના ભવ થયા. પછી ચંપામાં સાગરદન શેઠની સુભદ્રાની કુક્ષિએ સુકુમારિકા તરીકે ઉત્પન્ન થઈ. જિનદત્તના સાગર પુત્ર સાથે પરણાવી. પણ તેનો સ્પર્શ અંગારા જેવો લાગવાથી છોડીને ચાલ્યો ગયો. પુત્રી માટે બીજા પણ ગરીબ માણસોની ગોઠવણી કરી. પણ કોઈ પણ તેનો સ્પર્શ સહન ન કરવાથી ચાલ્યા ગયા. આખરે દીક્ષા લીધી. ગુરણીની ઈચ્છા વિરુદ્ધ વનમાં જળ તપશ્ચર્યા કરવા લાગી. તેવામાં એક વેશ્યાને પાંચ પુરુષોથી સેવાતી જોઈ પોતે પાંચ પુરુષોથી સેવાવાનું નિયાણું કર્યું, જેથી તે ત્યાંથી ચ્યવી પહેલા દેવલોકમાંથી આવીને અહીં દ્રપદીપણે ઉત્પન્ન થઈ છે. નિયાણાના બળે તેને પાંચ પુરુષોને પતિ તરીકે સ્વીકારવા પડ્યા છે.” આ સાંભળી અનેક રાજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યો.
પાંડવો વારા પ્રમાણે દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારી રહેવા લાગ્યા. એક દિવસ દ્રોપદી શરીર પ્રમાણ અરીસામાં પોતાનું અંગ જોતી હતી. નારદ આવ્યા તેની તેને ખબર ન રહેવાથી તેમનો સત્કાર ન કરી શકી, એટલે નારદ ધાતકીખંડની અમરકંકા નગરીમાં પડ્યોત્તર રાજાને દ્રોપદીના સૌન્દર્યની વાત કરી. તે તેને હરી લાવ્યો, ને દ્રૌપદીને પોતાની પત્ની થવા આગ્રહ કર્યો. દ્રૌપદી અડગ રહી નવકાર મંત્રનો જાપ કરતી છ8 અઠ્ઠમની તપશ્ચર્યા કરવા લાગી.
પાંડવો કૃષણની મદદથી નારદ પાસેથી સમાચાર સાંભળી સુસ્થિત દેવની આરાધના કરી ધાતકીખંડમાં ગયા ને પાંડવોએ યુદ્ધ કર્યું. તેમાં હાર્યા એટલે કૃષણે પોત્તરને હરાવ્યો. તે કિલ્લામાં પેસી ગયો. કિલ્લા ઉપર ચડી નરસિંહનું રૂપ ધારણ કરી પૃથ્વીને કંપાવી. રાજા ગભરાઈ શરણે આવ્યો, અને દ્રૌપદીને સોંપી દીધી, ને સૌનો સત્કાર કર્યો. પાછા વળે, જિનેશ્વર પ્રભુ પાસેથી ત્યાંનો કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવનું આવવું સાંભળીને મળવા આવ્યો. પરંતુ કૃષ્ણ રવાના થઈ ચૂકયા હતા. એટલે બન્ને માત્ર સામસામા શંખ ફૂંકયા. જો કે બે વાસુદેવ કદી મળે નહિ, છતાં આ રીતે મળવા જેવું થયું, તે એક આશ્ચર્યકારક ઘટના ગણાય છે. પાંડવો વગેરે નાવમાં બેસી ગંગા ઊતર્યા, અને કૃષણનું બળ જેવા નાવ ન મોકલી. એટલે તે તરીને આવ્યા. પરંતુ પાંડવોને ઠપકો આપ્યો અને દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org