Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચ પ્રતિક્રમણ સૂત્રો
૩૭૫
પ્રાણીનું મન ઠરી ઠામ થતું નથી.” નાગને ચિંતાતુર જોઈ સુલસાએ કારણ પૂછયું. ત્યારે તેણે ચિંતાનું કારણ જણાવ્યું. સતીએ કહ્યું, “સ્વામિન્ ! આપના જેવા સુજ્ઞ આવી ચિંતા કરો, તે વાજબી છે ? પ્રભુનાં વચન પામીને આવો વિચાર કરવો ઉચિત નથી. બ્રહ્મદત્ત, કૃષણ, ધૃતરાષ્ટ્ર, રાવણ, સગર વગેરેની પુત્રો છતાં શી દશા થઈ છે ? તે તો વિચારો. ઠીક છે, ગુણવાન પુત્રો થાય, તો ઠીક છે. ન થાય તો સમભાવમાં રહેવું જોઈએ.”
નાગે કહ્યું, “સુલસા ! તારી વાત સાચી છે, પરંતુ ગૃહસ્થનું મન સંતતિ ઈચ્છે એ સ્વાભાવિક છે. સુલસાએ કહ્યું, “મને સંતતિ થવાનો સંભવ નથી. તો આપ બીજી સ્ત્રીથી પુત્ર મેળવી પુત્રવાનું બનો.” નાગએ કહ્યું, “એ તો આ જીવનમાં કદી બનનાર છે જ નહીં. પુત્રવાનું થયું તો તારાથી જ. બીજીની વાત કરવી નહીં.” આ સાંભળી સતીએ વિચાર્યું કે, “અહો ! જગતમાં ધર્મ જ સર્વનું મૂળ છે. અજ્ઞાન જીવો એવા ચિંતામણિ રત્નને તજીને બીજી ચીજોમાં આસકત થાય છે. ધર્મ વિના કાંઈ પણ મળતું નથી. માટે ધર્મમાં વિશેષ ઉદ્યમ કરવો.” એમ વિચાર કરી તેણે વ્રત પાલન-બ્રહ્મચર્યપાલન-સત્પાત્રદાન વગેરે વિશેષ પ્રકારે કરવાની શરૂઆત કરી દીધી.
આ તરફ ઈંદ્રના કહેલા સુલસાનાં વખાણ સાંભળી હરિણગમેલી દેવે પરીક્ષા કરવાનો પ્રયત્ન
કર્યો.
બે સાધુઓને પોતાને ત્યાં આવેલા જોઈ સુલસાએ ઊભા થઈ તેઓની પ્રતિપત્તિ કરી અને વિનયથી વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! આપને શાનો ખપ છે ?” મુનિઓએ કહ્યું કે, “સુલસા ! તારા ઘરમાં લક્ષપાક તેલ હોવાનું સાંભળ્યું છે. અમારા સમુદાયમાં સાધુઓ હાલમાં ઘણા રોગી છે.” સુલતા-“અહો ઘણી જ ખુશીથી.” કહી જેવો શીશો બહાર લાવે છે, તેવો તે ફૂટી જાય છે. એમ એક પછી એક ચારેય શીશા ફૂટી ગયા. છતાં સુલતાના મનમાં રજ માત્ર પણ ગ્લાનિ આવતી નથી તે જોઈ દેવ પ્રગટ થઈ ધન્યવાદ આપ્યો. અને “ઇ તારાં કરેલાં વખાણ સાચાં હતાં. સુલસા ! હું હરિણગમેલી દેવ તારા પર પ્રસન્ન છું. તારે જોઈએ તે માગ.” સુલતા- “દવ ! તમે ઈંદ્રના સેનાપતિ છો, મારો મનોરથ સમજી શકો તેમ છો.” દેવે કહ્યું-“આ બત્રીસ ગોળી આપું છું, તું અનુક્રમે ખાજે, તને બત્રીસ પુત્રો થશે, અને જ્યારે કોઈ પ્રસંગે કામ પડે ત્યારે મને યાદ કરવો. હું તારા અભીષ્ટ કરીશ.”
સુલાસાએ “બત્રીસ પુત્રોની કયાં હું સાર સંભાળ કરીશ ? મને ધર્મકાર્યમાં અંતરાય થશે, માટે બત્રીસ લક્ષણો એક જ ઉત્તમ પુત્ર થાય તો પણ ઠીક.” એમ વિચારી ભાવિ ભાવને લીધે તેણે એકી સાથે ઋતુકાળે બત્રીસેય ગોળીઓ ખાધી. ગર્ભ રહ્યો. પણ પેટમાં પીડા ઊપડી. દેવને યાદ કર્યા. દેવે આવી ઠપકો આપ્યો, “આ શું કર્યું? હવે એકના મરણથી બત્રીસેયનું મરણ થશે.”સુલાસાએ કહ્યું. “જે થવાનું હતું તે થયું. મારી પીડા તમારાથી શાંત કરી શકાતી હોય, તો કરો. નહીંતર હું મારું દુ:ખ ભોગવીશ” દેવે પીડા શાંત કરી. કાળક્રમે બત્રીસ પુત્રો જન્મ્યા. નાગે તેનો જન્મોત્સવ કરાવ્યો, ભણાવ્યા, પરણાવ્યા, અને ક્ષેણિક રાજાના અંગરક્ષકો તરીકે નોકરીમાં રખાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org