Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કરશે, તો જે નળ હશે, તો મને રોમાંચ થશે.” ભીમરથ રાજાએ કહ્યું કે, “બેટા ! એ કૂબડો કયાં અને દેવરૂપધારી નળ કયાં ? તો પણ તારા કહેવા પ્રમાણે કરી જોઈએ.” તેમ કરવામાં આવ્યું. આંગળીનો સહેજ સ્પર્શ થતાં જ દમયંતીને અદ્વૈત આનંદ થયો ને રોમાંચ ખડા થયા કે, તેનો હાથ પકડીને-“પ્રાણેશ ! તે વખતે મૂકીને ચાલ્યા ગયા, પણ હવે નહીં જવા દઉ.” કહી એકાંતમાં લઈ ગઈ. કૂબડે ઝોળીમાં બાંધી રાખેલા શ્રીફળમાંથી વસ્ત્રો અને કરંડિયામાંથી આભરણો કાઢીને પહેર્યા કે સાક્ષાત્ નળ રાજાને દમયંતી સર્વાગ આલિંગનથી ભેટી પડી. ભીમરથ રાજાને ખબર પડી ત્યારે પોતાના સિંહાસન ઉપર બેસાડી તેને પોતાના સર્વસ્વના માલિક તરીકે જાહેર કર્યા.
હવે પેલા ધનદેવ સાર્થવાહ આવ્યા. તેનો સત્કાર કર્યો પછી તો ઋતુપર્ણ, ચંદ્રયશા, ચંદ્રાવતી, વસંત શ્રીશેખર બધાને તેડાવી એક મહિનો રાખ્યા ને આનંદ કર્યો. તેવામાં એક દિવસે એક દેવે આકાશમાંથી ઊતરી દમયંતીને હાથ જોડી કહ્યું-“હે પવિત્ર ! હું વિમળમતિ તાપસ તમારા પ્રતાપથી જૈન ધર્મ પામી, દીક્ષા લઈ, તેની આરાધના કરી, પહેલા દેવલોકમાં શ્રી કેસર નામના વિમાનમાં શ્રી કેસર દેવ થયો છું.” એમ કહી સાત કરોડ સોના મહોર વરસાવીને ગયો.
દરેક રાજાઓએ મળીને નળનો અભિષેક કર્યો. પછી સૌ અયોધ્યા-કૌશળા તરફ ચાલ્યા. કુબર ગભરાયો. પરંતુ નળરાજાએ લડાઈ ન કરતા ઘુતમાં તેને જીતી લીધો. તે દુષ્ટ છતાં તેના પર રોષ ન રાખતા નાનો ભાઈ જાણી તેને યુવરાજ બનાવ્યો, રાજાઓ સૌ સૌને સ્થાને ગયા.
લાંબો વખત રાજ્ય કર્યા પછી નિષધ દેવે આવીને તેને દીક્ષા લેવાની ચેતવણી આપી. બન્નેય દંપતીએ દીક્ષા લીધી. પરંતુ નળનું મન એક વાર પાછું દમયંતીમાં ચોંટ્યું. નિષધદેવના સમજાવવાથી સંયમમાં સ્થિર થઈ વ્રતમાં અશકત નળે એક માસનું અનશન કર્યું. તે સાંભળી દમયંતીએ પણ તેમ કર્યું. ત્યાંથી બન્નેય કુબેરદેવદેવી થયાં ને દમયંતી કનકવતીને ભવમાં વસુદેવને પરણી. કુબેરદેવે તેમાં ઘણી મદદ કરી. તેનો વિસ્તાર વસુદેવના ચારિત્રથી જાણવો.
૬. નર્મદા સુંદરી: વર્ધમાન નગરના સંપ્રતિ રાજાના રાજ્યકાળે ઋષભસેન શેઠને વીરમતી પત્નીથી સહદેવ અને વીરદાસ નામે પુત્રો અને ઋષિદના નામે પુત્રી હતી. શેઠની ઇચ્છા પુત્રીને જૈન ધર્મ પાળનારને જ આપવાની હતી છતાં કુબેરદત્તા મિત્રને ત્યાં ઋષિદત્તા મેળવવા કપટ શ્રાવક થઈ રહેલા ચંદ્ર નગરના રુદ્રદત્ત યુવાન વેપારીને પરણાવી. બન્નેય પોતાને ઘેર ગયા. ત્યાં ઋષિદના પણ પિતાનો ધર્મ ભૂલી ગઈ. શેઠે બન્નેયની સાથે વ્યવહાર બંધ કર્યો. ઋષિદરાના મહેશ્વરદત્ત પુત્રે મોસાળમાં આવી જૈન ધર્મ ખરી રીતે અંગીકાર કરી સહદેવની નર્મદા સુંદરી પુત્રીને પરણ્યો. નર્મદા સુંદરીના પરિચયથી સાસુ સસરા વગેરે ફરીથી જૈન ધર્મમાં દઢ થયા.
એક દિવસે ગોખમાં બેઠા બેઠા પાન ચાવીને ઘૂંકવા જતાં થંક એક મુનિરાજ પર પડ્યું. મુનિરાજે ઊંચે જોઈ કહ્યું કે, “સાધુની આશાતના પતિ સાથેનો તારો વિયોગ બતાવે છે. નર્મદા સુંદરીએ નીચે ઊતરી પગે પડી માફી માંગે. મુનિરાજે કહ્યું- “અમારે રાગદ્વેષ કરવાનો હોય નહીં, અને શાપ પણ આપવાનો હોય જ નહીં. માત્ર અમે તો ભાવિ બનાવની સૂચના કરી છે. અને એ બનાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org