Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૬
પંચ પ્રતિક્રમાગસૂત્રો
ચેડા રાજાની સુજ્યકાની છબી રાજગૃહીમાં આવેલી તાપવી પાસે જોઈ તેને પરણવાની શ્રેણિકને ઈચ્છા થઈ. અભયકુમારે વેપારીને વિષે વિશાળામાં જઈ દાસી મારફત સુપેઢાને શ્રેણિકની છબી બતાવી. બન્નેયને પરસ્પર અનુરાગી કર્યા. પછી સુરંગ મારફત શ્રેણિક સુજ્યકાને લેવા. બત્રીસ અંગરક્ષકો સાથે આવ્યા. ચિલાણા નાની બહેને પણ સાથે આવવા ઈચ્છા બતાવી. સુજ્યુકા ચિલાણાને ત્યાં ઊભી રાખી પોતાનો ભુલાઈ ગયેલ રત્નાભરણનો દાબડો લેવા પાછી ગઈ. તેવામાં શ્રેણિકે આવી રથમાં બેસાડી ચાલવા માંડ્યું. ચિદલાગા ચૂપ રહી, પણ સુજયેષ્ઠા આવી નિરાશ થઈ, ને ચિલ્લાવાના હરણ થયા વિષે બૂમ પાડી ઊઠી. વૈરસિંહ વગેરે ચેટકના સુભટો ચડ્યા. નાગના એક પુત્રને માય. દરેક મરી ગયા. પણ ક્ષણિક તો ચેલાણા સાથે રાજગૃહી પહોંચી ગયા. તેને સુકા સમજી બોલાવી, ત્યારે તેણે ભેદ ભાંગ્યો. પછી રાજાએ પણ સંતોષ માની તેની સાથે લગ્ન કર્યું.
આ તરફ સુલસા અને નાગ રથિકે પુત્રનો શોક કર્યો. પરંતુ અભયકુમારે તે શોક સમાવ્યો.
પ્રથમ શ્રાવક થયેલો અંબડ ત્રિદંડી પરિવ્રાજક શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી ચંપામાં પ્રભુ મહાવીર પરમાત્માને વંદન કરીને રાજગૃહી આવતાં નીકળતી વખતે કાંઈ આજ્ઞાની વિનંતી કરતાં પ્રભુએ સુલસા શ્રાવિકાને "ધર્મ લાભ” કહેવરાવ્યો.
અંબડને વિચાર થયો. આવા પ્રભુ આવા શહેરમાં એક સ્ત્રીને ધર્મ લાલ કહેવરાવે, તે સ્ત્રી કેવી હશે ? આ કુતૂહલથી તેણે પોતાની એંદ્રજાલિક શક્તિથી શહેરની ચારેય દિશાના ચારેય દરવાજે રોજ જુદું જુદું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને પ્રભુ મહાવીરનું રૂપ વિકુવને લોકોને આકર્ષ્યા. પરંતુ સુલતા કયાંય પણ તેના જોવામાં ન આવ્યાં. અંબડને ખાતરી થઈ કે “ખરેખર દઢ સમ્યકત્વવંત શ્રાવિકા છે.” પછી એ બધો પ્રપંચ મૂકીને પાંચમે દિવસે શ્રાવકના રૂપમાં અંબ સુલસાને ઘેર જઈને પ્રભુએ કહેવરાવેલો “ધર્મ લાભ' કહ્યો. સુલસાએ ઘણો જ આદર આપ્યો અને ભકિત કરી. પ્રભુના તરફનો “ધર્મ લાભ” સાંભળીને તો તેના રોમરોમ ખડા થઈ ગયા. પ્રભુની દિશામાં માનપૂર્વક બેસી ચૈત્યવંદન કરી પ્રભુના ગુણગ્રામથી ભરપૂર અનહદ ભાવપૂર્ણ સ્તુતિ કરી. અંબડની એક પરમ સાધર્મિક બંધુ તરીકે ઘણી ભક્તિ કરી. ત્યાંનાં ચૈત્યોને પ્રણામ કરીને અંબડ ગયો. સુલસાએ ધર્મમાં આસકત રહીને શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી. તેના પતિ નાગ રથિક પણ જૈન ધર્મમાં આસકત થયા. અંત સમયે આરાધના કરીને સુલસા સ્વર્ગમાં ગઈ, અને ત્યાંથી ચ્યવીને આવતી ચોવીસીમાં નિર્મમ નામે તીર્થંકર થઈ મોક્ષમાં જશે. એ નિર્મમ તીર્થંકર પરમાત્માને નમસ્કાર હો. - ૨. ચંદનબાળા:
(૧) સુભટ :- ધારિણી! તું શા માટે ખેદ કરે છે ? હું તને મારી પત્ની તરીકે સંપૂર્ણ સુખી કરીશ. ધારિણી :- દુખ ! તારા શબ્દો તારા પેટમાં રાખ ! શીળભમ માતાના પરસ્ત્રી લંપટ પુત્ર ! ચૂપ થા. સુભટ :- શાંતિથી સમજાવું છું, સમજતી નથી, પણ જોઈ લે. [બળાત્કાર કરવા તૈયાર થાય છે.] ધારિણી :- દુષ્ટ ! ચંપાપતિ દધિવાહનની પત્ની હું ધારિણી, તારા જેવાથી ડરીને શિયળ વેચીશ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org