Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
થયા તેવામાં નિમિરાજને શરીરે દાહજ્વર ઉત્પન્ન થયો. તેની રાણીઓ ચંદન ઘસી ઘસીને તેને શરીરે લેપ કરતી હતી. તેથી ચંદન ઘણું ઘસવું પડતું હતું. એકીસાથે દરેક રાણીઓ ચંદન ઘસે, એટલે હાથે પહેરેલાં કંકણોનો અવાજ થાય, ને રાજાથી ખમાય નહીં. ત્યારે તેણે કંકણો એક પછી એક કઢાવી નાંખ્યા, ત્યારે અવાજ શાંત થયો, ને રાજાને શાંતિ વળી. રાજાએ મંત્રીઓને પૂછયું -“હવે કેમ અવાજ આવતો નથી ?” પ્રધાનોએ કહ્યું કે, “હવે તો માત્ર એક જ કંકણ દરેકને હાથે છે, એટલે અવાજ શાનો થાય?”
નમિરાજ વિચારે ચડ્યા કે, “વાહ! એકમાં કેવી મજા છે? એમ કરતાં એકવભાવના ભાવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે પદારથ રાજાને પોતાના પૂર્વ ભવના ભાઈ તરીકે ઓળખ્યા, ને વૈરાગ્ય થવાથી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. દેવે વેશ આપ્યો. તે લઈ પ્રત્યેક બુદ્ધ થઈ વિચરવા લાગ્યા. ત્યાં છે બ્રાહ્મણનું રૂપ લઈ તેની પરીક્ષા કરવા માંડી :બ્રાહ્મણ - મહારાજ ! આપ દયાળુ આ સ્ત્રીઓને રોતી કેમ છોડી જાઓ છો ? નમિરાજર્ષિ :- મારું વ્રત દુઃખનું કારણ નથી. પરંતુ તેઓને દુઃખ થાય છે, તે તેમના કર્મને લીધે
થાય છે. બ્રાહ્મણ :- આપનો મહેલ સળગે છે તેને ઓલવાવતા જાઓ. નમિરાજર્ષિ:- મારો આત્મ મહેલ સળગતો હતો તે સંયમ જળથી ઓલવાઈ ગયો જ છે. બ્રાહ્મણ :- આ કિલ્લા પર યંત્રો ગોઠવાવો. લોકોને મહેલો બંધાવી આપો. ચોરોને દબાવો. ઉદ્ધતા
રાજાઓ તમારા પુત્રને હેરાન કરશે. માટે બધા ઉપર વિજય મેળવીને સુખેથી દીક્ષા લો. નમિરાજર્ષિ :- મારા સંયમ નગરને સમતાનો કોટ છે, અને તે સુરક્ષિત છે. મારે તો દેહ એ જ
મંદિર છે, અને રાગાદિ ચોરેને તો મેં કયારનાયે હણી નાંખ્યા છે. શત્ર-મિત્ર સમાનતાવાળા મારે પુત્ર શું ને પુત્રી શું? મારા આત્માને જીતવાને કયારનોએ મેં
સંગ્રામ શરૂ કરી દીધો છે, હવે મારે બીજા સંગ્રામની જરૂર નથી. એમ કહીને આગળ ચાલે છે, ત્યાં તો ઇંકે પ્રત્યક્ષ થઈ તેમની અડગતાની સ્તુતિ કરી વંદન કરી સ્વર્ગમાં ગયા. અમિરાજર્ષિ અનુક્રમે મોક્ષમાં ગયા, અને સાધ્વી મદનરેખા પણ મોક્ષ પામ્યાં.
૫. દમયંતી : [આ કથા બે રીતે અદ્ભુત રસવાળી છે. દમયંતી અને નળની વાત છે કે લોકપ્રસિદ્ધ છે. છતાં જૈન કથામાં ઘણી વિશેષતાઓ છે. અને દમયંતી પછીના ભવમાં કનકવતી અને કૃષ્ણના પિતા જગતવલ્લભ બિરુદધારક વસુદેવદશાહનો સંબંધ એવો જ રસિક પ્રસંગ છે. છેવટે કનકાવતી ગૃહસ્થાશ્રમમાં જ કેવળ જ્ઞાન પામી, નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ એકાંતમાં એક માસનું અનશન ગ્રહણ કરી મોક્ષમાં જાય છે. આ અભુત કથા ઘણી મોટી છે. છતાં અતિ ટૂંકામાં અહીં આપવામાં આવી છે.
તે બન્નેયના ધર્મપ્રાપ્તિના ભાવો આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org