Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૨
પંચ પ્રતિકમાણસૂત્રો
વત્સ ! સંયમ માર્ગમાં સ્થિર થા. આષાઢભૂતિ :- હે કૃપાળુ ! આપની વાણી સત્ય છે. પણ મારા કોઈ પાપનો ઉદય મને ત્યાં ખેંચી
ગયા વિના રહેશે નહીં. ધર્મચિ આચાર્ય - તારા જેવા સમજુને બીજું વિશેષ શું કહી શકાય ? [એમ કહી મૌન રહ્યા.] આષાઢભૂતિ :- [રજોહરણાદિ મૂકી પાછે પાછે પગે બહાર નીકળી ગયો.]
(૩) વિશ્વકર્મા :- [પુત્રીઓને એ વિચક્ષણ પુરુષ તમારો પતિ થઈ ચૂકયો છે. પરંતુ તે હજુ વારંવાર
ગુરુને યાદ કરે છે. લાગે છે કુળવાન, માટે તમે કદી અભક્ષ્ય ભક્ષણ કે મદ્યાદિ અપેય
પીઈને તેને કંટાળો આપશો નહીં. નહીંતર એ ક્ષણવારમાં ચાલ્યો જશે. છોકરીઓ :- બહુ સારું પિતાજી ! નવા નવા ખેલ કરી પ્રજા રિઝાવી આપણા ઘરમાં ધનના ભંડાર
ભરી દીધા હો. તમારું કહેવું સાચું પડ્યું. વિશ્વકર્મા :- આપણી રાજગૃહી નગરીના ખુદ સિહરથ મહારાજાએ અર્થ નિર્મેહલ નાટક ભજવવાનો
ખાસ આદેશ આપ્યો છે. તે ભજવાતાં તો આપણા ઉપર રાજાની કૃપાદષ્ટિ કેટલી ઊતરશે ? તે તો હવે તમે જોશો. આપણી સંપત્તિની મોટા શેઠિયાઓને પણ ઈર્ષ્યા થશે. હા, પણ
તમે તમારે હું કહું તેમ વર્તે આવો ને દીકરીઓ ! છોકરીઓ :- હા, બાપા ! અમો તમારા કહેવાથી જ રજ માત્ર આડી ચાલીશું નહીં, બસ.
રાજા :- હે નટો ! તમારી કળા જોઈ અમે બહુ જ ખુશ થયા છીએ. અને હજુ નટરાજ આષાઢભૂતિની
કળા તો બાકી જ છે. પરંતુ ખેદની વાત છે, કે અમારે એવું કામ આવી પડ્યું છે જેથી
બાકીનું નાટક હવે કોઈ પ્રસંગે જોઈશું, બાકીનું ઈનામ પણ તે વખતે આપીશું. પ્રતિહારી:- સભા બરખાસ્ત.
આષાઢભૂતિ :- અરે ! કેમ કોઈ દેખાતું નથી ? મારી બન્નેય પત્નીઓ કયાં ગઈ હશે ? ઠીક, મેડા
પર જોઉં. [ઉપર ચડી મનમાં સૂગ અને ચિંતા સાથે પાછો ફરી, મનમાં] અરે !
મેં ગુરુ મહારાજને છોડી આ પાપ કયાં વહો. નીચે ઊતરી ચાલવા માંડે છે.]. વિશ્વકર્મા :- [એકદમ મેડા પર ચડી]- અરે એય ! દુરાત્મિકાઓ ! આમ શું નિર્લજજ થઈ નવસ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org