Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૪
પંચ પ્રતિકમણસૂત્રો
૫૬. શયંભવ સૂરિ : મનફ કુમારના ચારિત્રમાં ટૂંક હકીક્ત આવી ગઈ છે, ત્યાંથી જોઈ લેવી.
૫૭. મેઘકુમાર: રાજગૃહીના શ્રેણિકની ધારિણી રાણીના મેઘકુમાર નામે પુત્ર આઠ રાજાઓની કન્યાઓને પરણ્યા હતા. એક દિવસે પ્રભુ મહાવીર દેવને વંદન કરવા ગયેલા, ત્યાં કુમાર ઉપદેશ સાંભળી ત્યાં જ દીક્ષા લીધી. દીક્ષા આપ્યા પછી વહાણ-આસેવન શિક્ષા શીખવવા તેને પ્રભુએ
સ્થવિર મુનિઓને સોંપ્યા. સ્થવિરો બીજે ગામ જઈ રાત રહ્યા. મેઘકુમારનો સંથારો છેલ્લે બારણા પાસે આવ્યો. રાતમાં માતરું કરવા જતાં આવતાં સાધુઓના પગ પડવાથી ને સંથારામાં ધૂળ પડવાથી, તેને ઊંઘ આવી નહીં. રાજકુમાર કંટાળી ગયા ને વિચાર કર્યો કે, “આપણે તો સવારે પ્રભુને આ બધું સોંપીને ઘેર જ જઈશું.”
સ્થવિર ભગવંતો સવારમાં ગામડેથી પ્રભુને વાંદવા આવ્યા. સાથે મેઘકુમાર હતા. પ્રભુ આ વાત જાણતા તો હતા જ. તેથી તેને કહ્યું “મેઘમુનિ ! તને જે દુઃખ થયું, તે તો તારા પૂર્વ ભવના દુઃખ આગળ કાંઈ હિસાબમાં જ નથી. સાંભળ-આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢય પર્વતમાં છ દંતશૂળવાળો અને હજાર હાથણીના પરિવારવાળો સુમેરૂપ્રભ નામનો ધોળો હાથી હતો. તું તરસને લીધે તળાવમાં પાણી પીવા ગયો, ત્યાં તું ખેંચી ગયો, એટલે તારા શત્રુ હાથીઓએ તને ઘણી પીડા કરી. ત્યાંથી મરીને વિધ્યાટવીમાં તું મેરૂપ્રભ નામનો ચાર દંતશૂળવાળો સાતસો હાથણીનો સ્વામી ધોળો હાથી થયો. ત્યાં દાવાનળ જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે તે તારા પરિવારને માટે વેલા ઘાસ વગેરે સૂંઢથી ચૂંટી કાઢી એક યોજન પ્રમાણ ચોખ્ખી જમીનનું માંડલું કર્યું.
પાછો દાવાનળ સળગ્યો ત્યારે તે પરિવાર છોડીને તું પેલા માંડલામાં જઈ ભરાયો. તેવામાં અનેક વન પશુઓ તેને આશ્રયે ભરાઈ ગયા. તે પણ સાંકડમાં ઊભો રહ્યો. ખરજ ખણવા તે પગ ઊંચો કર્યો, તે એક સસલું તારા પગને ઠેકાણે સાંકડથી ગભરાઈને બેસી ગયું. જેવો તું ખરજ ખણી પગ મૂકવા જતો હતો, તેવામાં તે પેલું સસલું દેખ્યું. તારો પગ આવે, તો સસલું તો ચગદાઈ મરે જ ને ? પણ દયાથી તે પગ અધ્ધર જ રાખી લીધો. બે દિવસ પછી દાવાનળ શાંત થયો. જનાવર ચાલ્યા ગયાં. સસલું ચાલ્યું ગયું. એટલે જેવો તું પગ નીચે મૂકવા ગયો, તેવો જ અકડાઈ જવાથી તું કડડભૂસ કરતો પડ્યો, ને દયાની ભાવનામાં ને ભાવનામાં તું મરણ પામ્યો. ત્યાંથી મેઘકુમારપણે ઉત્પન્ન થયો. મેઘકુમાર ! આ પવિત્ર મુનિઓના પગની રજમાં તને વધારે દુ:ખ લાગ્યું કે તે પૂર્વભવે દુઃખ સહન કર્યા, તેમાં વધારે દુઃખ હતુ?”
આ સાંભળી મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુ સાક્ષીએ ખમાવીને પોતાના આત્માની નિંદા કરતાં નેત્રો-સિવાય શરીર વોસિરાવીને સંયમમાં દઢ થયા. લાંબો વખત દીક્ષા પાળી વિજય વિમાનમાં સ્વર્ગે ગયા. ત્યાંથી મોક્ષમાં જો.
મહાસાત્વિક પુરુષોની કથાઓ અહીં પૂરી થાય છે, છતાં મૂળ ગાથામાં એમાઈ શબ્દથી બીજાઓનો પણ સંગ્રહ કરેલો હોવાથી ટીકાકાર આચાર્ય મહારાજશ્રીએ બીજી પણ કેટલીક કથાઓ સ્કન્દકુમાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org