Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૦
પંચ પ્રતિકમણસૂત્રો
વિકમરાજ :- દેવદત્તા ! મારા ત્યાંથી ચાલ્યા ગયા પછી શું થયું ? દેવદત્તા :- બસ, ત્યારથી મેં અચળીયાનું મોટું પણ જોવાનું બંધ કર્યું. અને મહારાજા પાસે તમારું
અપમાન કર્યાની ફરિયાદ કરી. વિકમરાજ :- પછી ? દેવદત્તા :- પછી શું ? તેને પકડાવી મંગાવ્યો, ને પોતાના રાજ્યનાં રત્નોનું અપમાન કરવા બદલ
મહારાજાએ ભૃકુટી ચડાવી દેહાન્ત દંડની શિક્ષા ફરમાવી. વિકમરાજ :- અહો ! આટલો બધો રાજ્યકોપ બિચારા પર ઊતર્યો ? દેવદત્તા :- પછી તો હું વચ્ચે પડી. તેની દેહાન્ત દંડની શિક્ષા માફ કરાવી. પછી હુકમ કર્યો કે, “જા
દેશવિદેશ બધેય ફરી વળ અને એ રત્ન પુરુષને માનપૂર્વક લાવીને મારી પાસે હાજર કર." વિકમરાજ:- પછી ? દેવદત્તા :- પછી તે બિચારો રાજાજ્ઞા માથે ચડાવી આપની શોધમાં દેશાવર ખેડવા નીકળી પડ્યો
છે, પછી તેનો પત્તો લાગ્યો જ નથી. આપના સંદેશાથી અને ઉજ્જયિની પતિની આજ્ઞાથી
મારે આપની સેવામાં અહીં હાજર થવું પડ્યું. વિક્રમરાજ :- એ બિચારો ક્યાં ભટકતો હશે ? દેવદત્તા - એ તો એના કર્યા ભોગવતો હશે. પરંતુ એ તો કહો-“આપ તે વખતે મારે ઘેરથી નીકળી
કયાં ગયા? શું કર્યું? વગેરે.” વિકમરાજ :- સાંભળ, ત્યારે એ વીતક વાત. હું તારે ઘેરથી નીકળી તળાવે જઈ સ્નાનશુદ્ધિ કરી,
દેશાવર ચાલ્યા જવાની ઈચ્છાથી નીકળી પડ્યો. રસ્તે ચાલતાં એક કાપડી વેશમાં બ્રાહ્મણ મળ્યો. અમે બન્ને સાથે સાથે જંગલમાં ચાલ્યા. રસ્તામાં એક જળાશય
પાસે તેણે સ્નાન સંધ્યા કરી પોતાનું ભાતું વાપર્યું. દેવદત્તા :- શું તેણે એકલાએ ખાધું? વિક્રમરાજ :- એ બિચારો બ્રાહ્મણ શું કરે? પાસેનું ભાતું ખૂટી જાય, તો પછી જંગલમાં શું કરે ?
પછી એમ કરતાં જંગલનો અંત આવ્યો ને તે છૂટો પડ્યો. મેં પૂછયું “મહાશય ! આપનું
નામ, ઠામ, ગામ, કુટુંબની હકીકત હરકત ન હોય તો જણાવશો. બ્રાહ્મણ - મારું નામ સબડ. બાપનું નામ નિર્વાણશર્મા. અહીંથી મારો રસ્તો જુદો પડે છે, તેથી
હું તો હવે આપનાથી જુદો પાડીશ.” મેં કહ્યું “મારું નામ મૂળદેવ કુમાર છે. બેનાતટનગર જઉ છું. કાંઈ પણ કામ પડે તો સુખેથી મારી પાસે આવજે.” ઉપકાર માની તે પોતાને રસ્તે પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org