Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
દેવદત્તા :- ખરેખર આ મંગલમય વાત સાંભળીને મારા હૃદયમાં એક જાતની પવિત્ર ભાવનાનો સંચાર થાય છે કે, આપણે પવિત્ર અમૃત રસથી સ્નાન કરતા કોઈ એવો ભાસ થાય છે. આપ ખરેખર મહાભાગ્યવાન્ પુરુષ છો, તે નિ:શંક છે. આપણા પૂર્વ કર્મના સંજોગોને લીધે આપણે આ જન્મમાં ગમે તે દશા ભોગવવી પડી હોય, પરંતુ આ મહાન્ દાન પ્રસંગે આપણો ઘણો જ ઉદ્ધાર કર્યો છે. એમાં જરા પણ શંકા નથી. હું પછી ?
૩૫૨
વિક્રમરાજ :- પછી હું આગળ ચાલ્યો ને બેનાતટે આવી પહોંચ્યો. રાત્રે ધર્મશાળામાં અમે ત્રણ જણ સૂતા હતા, તેમાંના એક કાપડીને મારા જેવું જ સ્વપ્ન આવ્યું, તેની તેણે બીજા કાપડીને વાત કરી. ત્યારે પેલાએ કહ્યું કે, “તને ઘી ગોળ સાથે રોટલો ખાવા મળશે.’’ તેને સવારે તે ફળ મળ્યું પણ મેં મારા સ્વપ્નની કોઈને વાત ન કરી.
દેવદત્તા :- કેમ ?
વિક્રમરાજ :- પાત્ર વિના જેની તેની પાસે વાત કરવાની મારી ઇચ્છા નહોતી, તેથી હું વનપાળને ખુશી કરી તેની પાસેથી ફળફૂલ લઈ પવિત્ર સ્વપ્નશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને ત્યાં ગયો. તેને પ્રણામ કરી સ્વપ્ન જણાવ્યું. ત્યારે તેણે મારો સત્કાર કરી મને જમાડ્યો અને પછી કહ્યું કે, “તમે ઉત્તમ પુરુષ છો. માટે પ્રથમ મારી કન્યાને પરણો.' મારે તેમ કરવું પડ્યું. પછી મને કહ્યું કે, ‘તમને સાત દિવસમાં નગરનું રાજ્ય મળશે.''
દેવદત્તા :- બસ, એટલી જ વારમાં દિવ્ય વાણી સફળ થઈ ? પછી ?
વિક્રમરાજ :- પછી શું ? પછી શું, તે તો તું જાણે જ છે.
પ્રતિહારી :- [પ્રવેશ કરીને] [નીચે નમી પ્રણામ કરી] મહારાજ ! એક શાહ-સોદાગર મોટા વેપારી આપના ચરણકમળના દર્શન ઇચ્છે છે.
વિક્રમરાજ :- ભલે, સુખેથી આવવા દે.
પ્રતિહારી :- જેવી આજ્ઞા [જઈને વેપારી સાથે પાછી આવી.] આ રસ્તે, આપ પધારો, શેઠ ! સામે બિરાજે તે જ રાજાધિરાજ વિક્રમદેવ.
વેપારી :- (નીચા નમી) પ્રમાણ, સકળ વિજય ગુણાલંકારાકૃત રાજરાજેશ્વરને, [પ્રવાળ ભરેલો થાળ ધરે છે.]
વિક્રમરાજ :- [આસન તરફ આંગળી ચીંધી] આપનું નામ ? [ઓળખીને] આપ કયા પ્રદેશમાં પધારોથી છો ?
શેઠ :- હું પારસી લોકોના [ઈરાન] દેશમાંથી આવું છું. મારું નામ અચળશેઠ છે. હું ઉજ્જયનીનો વતની છું. મારા વહાણોનો જકાતી માલ જોવા કૃપા કરવા વિજ્ઞપ્તિ કરવા આવેલો છું. વિક્રમરાજ :- હા, જાઓ હું પાંડવિયા વગેરે પંચને લઈન આવું છું.
શેઠ :- જેવો હુકમ ! [જાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org