Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમાગસૂત્રો
મહારાજના મુખેથી જ સાંભળીને આવું છું.
રાગસિંહ :- પૂજ્ય આચાર્ય ભગવંતનો શો આદેશ છે ?
ભદ્રમુખ :- તેઓશ્રીનો આદેશ છે કે-‘રાજનું રસિંહ ! જેવી મૂળદેવ મુનિ મુનિદાનના પ્રભાવથી અનેક પુણ્યસામગ્રી પામી તેમજ ઉચ્ચ પ્રકારની સંયમારાધના પ્રાપ્ત કરી સ્વર્ગ પામ્યા છે, અને ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે. તે જ પ્રમાણે તમારે પણ તમારા પિતાનો માર્ગ અનુસરવો, જેથી સર્વ કલ્યાણના ભાગી થશો.’’
રણસિંહ :- [મંત્રીશ્વરને મંત્રીશ્વરજી ! તાતપાદના સ્વર્ગારોહણના સમાચારથી એક રીતે અમારા હૃદય શોકથી ઘેરાય છે, ને બીજી તરફથી તેઓની કલ્યાણપ્રાપ્તિની અનુમોદના નિમિત્તે મહા ધર્મોત્સવ કરવાની ઇચ્છા થાય છે. ખરેખર આ પ્રસંગે શું કરવા યોગ્ય છે. તેમાં મન સંશયમાં પડે છે.
મંત્રી :- મહા ધર્મમહોત્સવનો આપનો સંકલ્પ સર્વથા ઉચિત છે.
રણસિંહ :- તો તે આપણા રાજ્યમાં પ્રવર્તાવો.
મંત્રી :- જેવી રાજરાજેશ્વરની આજ્ઞા. [સર્વ જાય છે.
૩૫૯
૫૦. પ્રભવ સ્વામી : આ કથા જંબુસ્વામીની કથામાં લગભગ આવી જાય છે.
૫૧. વિષ્ણુકુમાર : ગજપુર નગરમાં પદ્મોત્તર રાજાની જ્વાળાદેવી રાણીને વિષ્ણુકુમાર અને મહાપા નામના બે પુત્રો હતા. રાજાએ વિષ્ણુકુમાર સાથે મુનિ સુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. મહાપા રાજા થઈ ચક્રવર્તી થયા. તેને નમુચિ નામે એક મિથ્યા દષ્ટિ અને જૈનાચાર્યો ઉપર દ્વેષી પ્રધાન હતો. વાત એ છે કે તે નમુચિ અવંતીના શ્રીધર્મ નામના જૈનધર્મના દ્વેષી રાજાનો પ્રધાન હતો. મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુસ્થિતાચાર્ય ત્યાં એક વખત આવ્યા. તેમના એક શિષ્યે નમુચિને વાદમાં હરાવ્યો. તે રાતમાં આચાર્યને મારવા ગયો. શાસનદેવે તેને એમને એમ થંભાવીને સવારે લોકોની આગળ ઉઘાડો પાડ્યો. તે ઘણું શરમાયો. લોકોના કહેવાથી દેવે તેને છોડી દીધો. પણ તેના મનમાંથી સાધુ પરનો દ્વેષ ન ગયો. તે ત્યાંથી ગજપુર ગયો. ત્યાં સામંતસિંહ રાજાને જીતી આપવાથી રાજાએ ઇષ્ટ વચન આપેલું. તે તેણે માગ્યા વિના એમને એમ રાખી મૂકેલું હતું.
ન
---
Jain Education International
ત્યાર બાદ મહાપદ્યોત્તર રાજાએ ચક્રવર્તી થયા પહેલાં પોતાના પિતાની હયાતીમાં તેની માતાએ શ્રી જિનેશ્વરની રથયાત્રા કઢાવવા માંગણી કરી અને બીજી માતાએ બ્રહ્માની રથયાત્રાની માંગણી કરી. તે તો રાજાએ પૂરી કરી. પણ પહેલો રથ કોનો ચાલે ? તે બાબત વિવાદ થયો, ને યાત્રા બંધ રહી. પરંતુ મહાપદ્યોત્તરે ચક્રવર્તી થયા બાદ પોતાની માતાની એ ઇચ્છા પૂરી કરી.
?
આ તરફ સુસ્થિતાચાર્ય સપરિવાર વિહાર કરતાં ગજપુર ચોમાસું રહ્યા. નમુચિને પૂર્વનો દ્વેષ
For Private & Personal Use Only
www.jainelibrary.org