Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૮
પંચ પ્રતિકમાગસૂત્રો
તેનો વિચાર કરું છું. આ ચીજો મેં મારા જન્મમાંયે દીઠી નથી. વિકમરાજ :-કમળા સામે જોઈ રૂપસુંદરી ! તારા માનવંતા ભાઈ, તે આ જ કે? રૂપસુંદરી :- હા, મહારાજ ! તેઓ શ્રીમાન પોતે જ મારા ભાઈ થાય છે. વિક્રમરાજ :- [મંત્રીશ્વર સામે જોઈ ભ્રકુટી ચડાવી| પેલા કૂવામાં ફેંકાવી દઈ કેટલાક બીચારા નિર્દોષોના
પ્રાણ લીધા છે ? બોલ સાચું. ચોર :- [થરથર ધ્રૂજતાં મહારાજ ! ક્ષમા કરો. વિકમરાજ :- હવે ક્ષમા ? સેવકોને] જાઓ, લઈ જાઓ એને કારાગૃહમાં- પછી તેનો ન્યાય વિચારીશું.
આ ચીજો જે જેની હોય તે ઓળખીને લઈ જવાની પ્રજાજનોને ખબર આપો. સેવકો :- જી, મહરાજ ! [પકડીને લઈ જાય છે.] એક સેવક :- પ્રજાજનોને ખબર આપવા જાય છે.
(૯).
મૂળદેવ :- પુત્ર રણસિંહ ! રણસિંહ:- શો આદેશ છે પૂજ્યશ્રીનો ? મૂળદેવ:- મુનિદાનના પ્રભાવથી મળેલી સર્વ સંપત્તિનો સાત ક્ષેત્રમય ધર્મમાર્ગમાં વ્યય કર્યો. યથાશકિત
શ્રાવકધર્મની આરાધના કરી. શ્રી શત્રુંજયાદિ મહાતીર્થોની શ્રી સંઘ સાથે મહાયાત્રાઓ કરી. તો પણ તેટલાથી તૃપ્તિ ન થતાં વિશેષ આત્મકલ્યાણ માટે ઉજજવળ થયેલો અમારો આત્મા ગુરુ મહારાજના ચરણકમળમાં પ્રવ્રજ્યા માટે તૈયાર થઈ ગયો છે. ગુરુ મહારાજ
અને આપણા ભાગ્યયોગની સાથે જ પધાર્યા છે. રાણસિંહ :- મારી ઈચ્છા આ જીવન આપના ચરણની અનન્ય સેવા કરવાની છે. મૂળદેવ :- ન્યાયનીતિથી પ્રજાપાલનમાં, યથાયોગ્ય શ્રાવકધર્મને પાલનમાં, સાત ક્ષેત્ર પોષણ અને
મહાતીર્થ યાત્રાદિ ઉત્તમ કાર્યો કરી યશભાગી થવામાં, અમારી સેવા જ છે. પુત્ર ! મારા કરતાં સવાયો થઈ પોતે મહાઆત્મકલ્યાણકારી જીવન જીવી કલ્યાણભાગી થજે. [જવા
માડે છે.] રાગસિંહ:- [પાછળ પાછળ જાય છે.] રાજદૂત :- [પ્રણામ કરી] જય પામી મહારાજાધિરાજ ! રણસિંહ :- ભદ્રમુખ ! પૂજ્યશ્રી તાતપાદના શા સમાચાર છે? રાજદૂત :- મહારાજ ! તેઓશ્રીના તપશ્ચર્યા તથા સંયમપાલનની ઉચ્ચકોટિની પ્રશંસા ખુદ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org