Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૩૫૧
દેવદત્તા :- પછી ? વિક્રમરાજ:- પછી હું આગળ ચાલ્યો. ઉજ્જયિનીથી નિરાહાર સ્થિતિમાં ભૂખે મારા ઉપર આક્રમણ
કરવાની પ્રબળ શરૂઆત કરી હતી. દેવદત્તા :- આપને ઠેકાણે બીજાના તો રામ જ બોલી જાય. હું પછી ? વિકમરાજ:- એક ગામમાં ખાવાનું શોધવા ગયો. તેવામાં એક ગૃહસ્થ બાકળા કોઈને આપવા પોતાના
ઘરની બહાર નીકળ્યા. ને મને કહ્યું. “અરે ! એ ભાઈ ! તારે ખાવું હોય, તો તે આ ખા.” મેં તરત જ તે વસ્ત્રમાં લઈ લીધા. અને ખાવા માટે બહાર ઝાડ તળે ચાલ્યો
ગયો. જ્યાં ખાવા બેઠો તેવામાં. દેવદના :- વળી ત્યાં શું વિઘ્ન આવ્યું? વિક્રમરાજ :- ના, ના, વિન કાંઈ પણ નહીં, પરંતુ ઊલટું મહામંગળકારી કામ થયું. દેવદત્તા :- શું થયું? વિકમરાજ :- ધીરજ રાખ. એ તો હું કહું જ છું. મા ખમણનું પારણું કરવા ગયેષણા કરતા એક
તપસ્વી મુનિરાજ આવી પહોંચ્યા. મારા હૃદયમાં ઉમળકો માય નહીં. મેં વિનયપૂર્વક નિમંત્રણ આપી ભરપૂર ભાવભકિતથી પેલા બાકળા વહોરાવી દીધા. અને મનમાં વિચારવા લાગ્યો કે, “મને ધન્ય છે ! આ પળને ધન્ય છે ! આ સ્થળને ધન્ય છે. અને અડદના બાકળાના ધણીને પણ ધન્ય છે.” એમ અનુમોદના કરતો ઊભો છું. તેવામાં આકાશવાણી
થઈ ! દેવદના :- હે, શું કહો છો ? શી વાણી થઈ ? વિક્રમરાજ:- “હે ભદ્ર, હું તને શું આપું? અર્ધા શ્લોકમાં માંગી લે.” દેવદત્તા :- આપે શું માગ્યું? વિકમરાજ :- દેવદત્તા સાથે હજાર ગામનું રાજ્ય.” દેવદત્તા :- મારા ઉપર આટલો બધો આપનો અનુરાગ ? વિકમરાજ :- પછી તો મને એમ થયું કે, “અહો આવા મુનિરાજોને ધન્ય છે. ખરેખર આવા મહાપુરુષો
જગતના ધારક છે. આપણા જેવાની હજારો કળાનો તેમની આગળ શો હિસાબ ? કળાઓ બતાવી બતાવીને કંઈક રાજાઓની ખુશામત કરત તો પણ એક ગામડુંયે મળત કે કેમ ? એ સંશય, દુનિયા ભલે આપણને હોશિયાર અને ચાલાક માનતી. પણ આવા સંતો આગળ આપણે તો નાનાં બાળકો કરતાંય ઊતરતા છીએ. ખરેખર એ જગવન્ય ગુરુષાની કૃપાકટાક્ષથી જ આ જગતુ નભી રહ્યું છે.” એમ વિચાર કરી મુનિરાજને વંદન કરી ગામમાં જઈ બીજું ખાવાનું મેળવી મેં ભોજન કર્યું. તે દિવસથી મારા હૃદયમાં એક જાતનો પલટો જ આવી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org