Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૪૧
ગિજી:- તમને કાંઈ જણાય છે કે નહીં ? દેવદત્તા :- ના કાંઈ પણ જણાતી નથી. આપ બતાવો શી ખામી છે ? હિંગુજી :- આવવા દો તેને જ. માધવી :- [આવીને] આ પધાર્યા, વીણાવાદક શિરોમણિ. દેવદત્તા - પધારે, ખરેખર આપ વીણાવાદક શિરોમણિ જ છો. વીણાવાદક :- તમારા જેવા કલારસિકો અમારી કિંમત સમજે છે, એ ઘણું ખુશ થવા જેવું છે. દેવદત્તા :- આપની એ વીણા આ મહાશયને વગાડવા આપશો? વીણાવાદક:- ઘણી જ ખુશીથી. [આપે છે.] ઢિંગુજી :- [હાથમાં લઈ] જુઓ, મહાશય ! તમારી વીણામાં આ કાંકરી ભરાઈ ગઈ છે.અને તારમાં
વાળ ગોઠવાઈ ગયો છે. આ બે દોષ આ ઉત્તમ વીણાને તેના ખરા સ્વરૂપમાં ખીલવા
દેતા નહોતા. [તે બન્નેય કાઢી નાંખી વીણા વગાડે છે.] વીણાવાદક :- વાહ ! ચારેય તરફ બસ અમૃત જ વર્ષી રહ્યું છે ! દેવદત્તા :- ખરેખર, આપ સરસ્વતીના અવતાર જણાઓ છો ? વીણાવાદક :- [હાથ જોડી, પગે પડી] મને શીખવશો ? ઢિંગુજી - મહાશય ! હું તો હજુ શિખાઉ છું. ખરા જાણકાર તો મારા ગુરુજી છે. દેવદત્તા :- કોણ આપના ગુરુજી ? કિંગુજી :-પાટલિપુત્રમાં બિરાજતાં વિક્રમસેનાચાર્ય : તેનો હું મૂળદેવ નામે શિષ્ય છું. દેવદત્તા :- શું, આપ એ મહાનગરના નાગરિક છો ? પછી શી ખામી હોય ? માધવી :- [પ્રવેશ કરી -] બાઈ ! આ વિશ્વભૂતિ કળાચાર્ય પધાર્યા. દેવદત્તા - [ઊભી થઈ પ્રણામ કરી] પધારો, પુરુષ ભારતી ! ગુરુમહારાજ આ આસને. વિશ્વભૂતિ :- [આસન પર બેસતાં] રૂપસૌંદર્ય-કળાદિ સર્વગુણોએ આ યુગમાં સતિશાયિની તરીકે
તું જ કાયમ હો. દેવદત્તા :- [પ્રણામ કરી] અનુગ્રહ આપનો. [મૂળદેવને] મહાશય ! એઓછી ખરેખર ભારતદેવીનો
અવતાર જ છે. મૂળદેવ :- તમારા જેવા કળાવંતના ઉસ્તાદમાં શી ખામી હોય ? [વિશ્વભૂતિ તરફ જોઈ] ભરત નાય
સૂત્રના પારંગત આપની પાસેથી પરસ્પર વિરોધી-સ્થળના કેટલાક ખુલાસા જાણવાની
ઇચ્છા છે. વિશ્વભૂતિ :- એવી માથાકૂટ કરવા અમો અત્રે આવ્યા નથી. કોઈ ઠેકાણે એવો વિરોધ છે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org