Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૩૯
વસુદેવ ચિડાયા. “જા, જા, બહુ વાદ ન કર, તું તો કૂવાના દેડકા જેવો છે.” સાંબે ઊભા થઈ માફી માંગી.
આમ એ બન્નેય કુમારનાં અનેક અટકચાળાં, તોફાનો અને પરાક્રમો છે.
એક વખત કોઈ રાજાએ શ્રી કૃષ્ણને એક ઘોડો ભેટ આપ્યો. સાંબ અને પાલક નામના બન્નેય કુમારોએ તેની માંગણી કરી. કૃષ્ણ જાહેર કર્યું કે, “સવારમાં વહેલા ઊઠીને જે જે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને પહેલાં વંદન કરશે, તેને એ ઘોડો આપીશ.” સાંબે ભાવવંદન કર્યું અને પાલકે ધમાધમ કરી સેવકોને ઉઠાડી વહેલા જઈ ભાવ વિના માત્ર ઘોડાની લાલચે વંદન કર્યું. પ્રભુને પૂછતાં દ્રવ્યવંદન પાલકનું પહેલું છે, પણ ભાવ વંદન સાંબનું પહેલું છે." એમ ખુલાસો કરતાં સાંબને ઘોડો ભેટ આપ્યો.
છેવટે શાંબકુમાર અને પ્રદ્યુમ્નકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અને કમનો નાશ કરી ગિરિનાર પર્વત ઉપર (બીજા ગ્રંથને આધારે શત્રુંજયગિરિ ઉપર) મોક્ષ પામ્યા.
૪૯. મૂળદેવ રાજા: દેવદત્તા - અલી માધવી, જેઈ આવ, તો. અંગેઅંગમાં અમૃત સિંચન કરતું આ સંગીત કોણ ગાઈ
રહ્યું છે? માધવી:- હા, બાઈ તપાસ કરી આવું છું. [જઈને પાછી આવી,] બાઈ ! ઓ બાઈ ! દેવદત્તા - હંઅ ! કેમ તપાસ કરી લાવી ? માધવી :- હા. કયારની બોલાવું છું તોયે બોલતા નથી, ગાન સાંભળવામાં બહુ તલ્લીન થયા છો ? દેવદત્તા - એ અદ્ભુત ગાનનાં સંગીત-તત્ત્વોની મિલાવટનો વિચાર કરતી હતી. માધવી :- ઠીક. આવો, હું એ એ ગાનાર બતાવું. [ઝરોખા પાસે લઈ જઈ, આંગળીથી બતાવી-]
જુઓ પેલા ઓટલા ઉપર બેઠેલો પેલો ઢિંગુજી. દેવદત્તા :- જા, તેને તેડી લાવ. માધવી :- બહુ સારું. [ગઈ] દેવદના:- [મનમાં આવું સંગીત જિંદગીમાંયે સાંભળ્યું નથી. [લયમાં ને લયમાં ડોલવા માંડી.] માધવીઃ- [પાછી આવી] બાઈ ! તે કહે છે કે, “મારે નથી આવવું.” દેવદત્તા - તે શું કહ્યું? માધવી -મેં કહ્યું-“પધારો મહાશય ! સકળ કળાકુશળ મારી સ્વામિનીનો પરિચય આપને આનંદરૂપ
નીવડશે.” દેવદત્તા :- તેણે શું કહ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org