Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્ર
૩૩૭
પાડી. એટલે તેણે બૂમ પાડી. તેના બીજા પુત્રો દોડી આવ્યા. પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પ્રદ્યુમ્ન જ વિદ્યાના બળે જીત્યા. કાળસંવર લડવા આવ્યો, તેને પણ બાંધી લીધો. કાળસંવરને વિનવણીથી તેણે છોડ્યો. અને પ્રદ્યુને પ્રણામ કર્યો. તેવામાં નારદે આવી સત્યભામા અને રુક્મિણીના ઠરાવની વાત કહી. “ભાનુ હવે પરણવાની તૈયારીમાં છે. તારી માતાએ વેણી કાપી આપવી પડશે ને તારી માતા મરણ પામશે. તું ગ રુક્મિાણીનો પુત્ર છે.” વગેરે વાત સીમંધર સ્વામીના કહેવા પ્રમાણે કહી.
તરત જ પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી વિમાન વિકમ દ્વારિકાના ઉદ્યાનમાં આવી પહોંચ્યો. પહેલે ધડાકે ભાનુને પરણવાની દુર્યોધનની પુત્રી કન્યાને ગુપ્તપણે નારદ પાસે રાખી દીધી. બાગ ઉજજડ કર્યો, જળાશય સૂકવ્યા. વિવાહ સામગ્રીનાં સાધનો વેરી નાંખ્યાં. કોઈ શેઠની દુકાને બ્રાહ્મણ રૂપે જઈ બેઠો. ત્યાં આવેલી કુબડી દાસીને મુઠી મારી સરખી કરી દીધી. દાસી સત્યભામા પાસે પહોંચી, સત્યભામાએ બ્રાહ્મણ વેષ ધારીને બોલાવ્યો ને કહ્યું, “હે વિપ્ર ! મને રુક્મિણીથી વિશેષ રૂપવતી બનાવ. “માથું મુંડાવી જૂનાં કપડાં પહેરી કુળદેવી પાસે માં વિરH વાદ.'' એવો જાપ જપો." સત્યભામાએ તેમ કર્યું. દાસી પણ તેની પાસે ગઈ. એટલે અહીં ઓરડામાં પણ વિવાહ-સામગ્રી ચૂંથી નાંખી.
ત્યાંથી રુક્મિણી પાસે ગયો. રાજી થઈ તે આસન લેવા ગઈ, એટલે ભાઈ સાહેબ કૃષણના સિંહાસન ઉપર બેસી ગયો. રુકિમણીએ આવીને જોયું તો તેને આશ્ચર્ય થયું ને કહ્યું કે “કૃષણ કે તેના સંતાન સિવાય આ સિંહાસન ઉપર કોઈને અધિષ્ઠાયક બેસવા દે જ નહીં. માટે ઊઠી જાઓ. પ્રદ્યુને કહ્યું કે, “મારું તપ વધારે છે. હું સોળ વર્ષે પારણું કરવા આવ્યો છું. માટે મને પારણું કરાવો. નહીંતર સત્યભામાને ત્યાં જઈશ. “રુકિમણીએ કહ્યું કે, “હું કયાં ના પાડું છું ? મને પુત્રવિયોગ બહુ જ સાલે છે.” તમારો પુત્ર કયાં ગયો છે ?” રુક્મિણીએ બધી વાત કહી “સોળ વર્ષ થવા આવ્યા પણ હજુ પુત્રસંયોગ થયો નહીં. બાળ મુનિ તારા શાસ્ત્ર તો જો, મને કયારે પુત્રસંયોગ થશે ?” ત્યારે પ્રધુને કહ્યું કે, “મને તમો પૂછો છો. પણ ખાલી હાથે પુછાય ?” ત્યારે તેણીએ તેને ખીરનું ભોજન કરાવ્યું ત્યાર પછી તેણે કૃષણ માટે કરેલા લાડુ માગ્યા, તે નહીં પચી શકવાનું કહ્યું. પણ આગ્રહથી એક, બે એમ વધારે માગ્યા, તેમ તેમ તે આપતી ગઈ. ને આશ્ચર્ય પામી કે, “અહો ! મુનિ ! તું પણ ઘણો જ બળવાનું છે. આટલા લાડુથી પણ તારી ભૂખ ભાંગી નથી ?'
આ તરફ સત્યભામાં મંત્ર જાપ કરતી હતી, ત્યાં આવીને કોઈએ બાગ અને જળાશય તથા વિવાહ સામગ્રીના નાશના ખબર આપ્યા. બીજાએ આવીને કન્યા ગુમ થયાના સમાચાર આપ્યા. પુત્ર પરણતો હોવાથી આ તરફ રુક્મિણીના વાળ મૂંડવા હજામને મોકલ્યો. હજામને પ્રધુને કહ્યું, “એય ! કેમ આવ્યો ?” તેણે કહ્યું કે, “રાણીનું માથું મૂંડવા.” “અલ્યા ! તું બોર મૂંડી જાણે છે કે નહીં ?” પેલાએ કહ્યું કે, “બોર મૂંડાતું હશે ?” પ્રધુને કહ્યું-“જો મૂંડી બતાવું” એમ કહીને તેના માથાની ચામડી અવળી કરી સત્યભામા પાસે મોકલ્યો. (વસુદેવ હીંડીમાં આ પ્રમાણે છે. ભરતેશ્વર વૃત્તિમાં દાસી આવેલી, તેને જ વાળથી પાત્ર ભરીને પાછી મોકલી. જેની તેને ખબર નથી. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org