Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પરંતુ ખોરાકી ખચ ખૂટી. આચાર્યશ્રીને વાત કરી. તેમણે બધાને શાંત કર્યા. અને સરસ્વતી સાધ્વીજીએ આયંબિલની તપશ્ચર્યા શરૂ કરેલી હતી. તે વાત શાસન દેવીએ આચાર્યને ત્યાં કહી. પછી આચાર્ય મહારાજે ચૂર્ણના યોગથી સોનાના લાટ્ટા બનાવી રાજાઓને આપ્યા. છેવટે બધાએ ગુજરાતમાંથી પસાર થઈ ઉજયિનીને ઘેરો ઘાલ્યો. ગભિલ ગભરાયો. આચાર્યે કહ્યું-“સાધ્વીજીને હજી પણ છોડી દે, તો સારું છે. નહિતર તારો નાશ છે.” એમ કહેવરાવ્યું. ગભિલ્લ ગર્દભીવિદ્યા સાધવા બેઠો. આચાર્ય મહારાજને ખબર પડી. દરેક રાજાઓને કહી દીધું કે “ગદંભી સિદ્ધ થયા પછી, એ ગર્દભી કિલ્લા ઉપર ચડીને શબ્દ કરશે. તે શબ્દ જે સાંભળશે તે મરણ પામશે. માટે શબ્દવેધી બાણ ફેંકનારા ૧૦૭ માણસ મારી સાથે મૂકો. અમે ૧૮ માણસો તે મુખ ઉઘાડશે કે તે બાણોથી ભરી દઈશું અને તે બોલી શકશે નહીં. અને બીજાઓએ ચાર ગાઉ દૂર જઈને પડાવ નાંખવો. ગર્દભીનું મોટું ભરાઈ જવાથી તે ચિડાઈને રાજાને પાટુ મારી તેના મુખમાં મૂત્ર કરીને ચાલી જશે અને ગર્દભિદલ મરણ પામશે.”
આચાર્યશ્રીની યોજના આબાદ પાર પડી, ગર્દભિલ મરણ પામ્યો. સાધ્વીજીને અંત:પુરમાંથી બહાર લાવ્યા.
તે શક રાજાઓને જુદા જુદા દેશો વહેંચી આપ્યા. આચાર્ય પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા અને નિર્મળ શિયળ રાખી સરસ્વતી સાધ્વીજી મહારાજ પણ શુદ્ધ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયાં.
૪૭-૪૮. સાંબ અને પ્રદ્યુમ્ન કુમાર : આ બે કૃષણના પુત્રો હતા. રુક્મિણીથી પ્રદ્યુમ્ન કુમારનો જન્મ થયો હતો અને જંબૂવતીથી સાંબકુમારનો જન્મ થયો હતો. પ્રદ્યુમ્ન કુમારના જન્મને બીજે દિવસે જન્મેલા સત્યભામાના પુત્રનું નામ ભાનુકુમાર હતું.
રુક્મિાણી અને સત્યભામાને ઘણી હરીફાઈ ચાલતી હતી. એક વખત વાદવિવાદમાં બન્નેયે એવું ઠરાવ્યું કે, “જેનો દીકરો પહેલો પરણે, તેણીને બીજીએ પોતાનો ચોટલો મૂંડાવીને હાથમાં આપવો.”
ધૂમકેતુ નામનો પૂર્વભવનો વૈરિદેવ જન્મતાં જ પ્રદ્યુમ્ન કુમારને લઈ વૈતાઢય પર્વત ઉપર ટેકશિલા ઉપર મૂકીને ચાલ્યો ગયો. કાલસંવર નામના વિદ્યાધરે લઈ પોતાની કનકમાળા પત્નીને સોંપ્યો અને તે પુત્રવતી જાહેર થઈ. - કૃષણ તથા રુકિમણીને પુત્ર મરણથી દુ:ખ થયું. પરંતુ નારદે શ્રી સીમંધર સ્વામી પાસેથી હકીકત જાણીને બન્નેને શાંત કર્યો. અને તે મેળવી આપવાનો (યોગ કરવાનું વચન આપ્યું. પુત્રવિયોગનું કારણ એ જણાવ્યું કે, “તે પૂર્વ ભવે મોરલીના ઈંડાને કંકુવાળું કરી સોળ પહોર સુધી રાખી મૂકયું. મોરલી ઓળખી શકી નહીં અને વિયોગથી તરફડી. તેથી તેમને સોળ વર્ષ સુધી પુત્રવિયોગ રહેશે. એમ શ્રી સીમંધર પ્રભુએ કહ્યું છે.”
પ્રદ્યુમ્ન કુમારની જુવાની ખીલવા લાગી. ત્યારે તેની માતા કનકમાળા જ તેના ઉપર આસકત થઈને “તું અમારો પુત્ર નથી, પણ શિલા ઉપરથી મળેલો છો.” જણાવી પ્રજ્ઞપ્તિ તથા ગૌરી નામની બે વિદ્યાઓ આપવાનું વચન આપ્યું. પ્રદ્યુમ કુમારે વિદ્યાઓ લઈ માતા સાથે ભોગની ચોખ્ખી ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org