Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૨૫
તથા શેઠાણીઓએ અને તેની પુત્રીઓએ તેને વંદન કર્યું. આ બધું જોઈ તે રંકને મનમાં ઘણી ખુશી ઉત્પન્ન થઈ. પરંતુ તેવા પ્રકારના આહારને યોગે અજીર્ણ થવાથી તેને ઘણી પીડા તઈ. ગુરુએ તેને આરાધના કરાવી. તેમજ સગૃહસ્થ થાવક-શ્રાવિકાઓએ પણ તેની ઘણી ભક્તિ કરી. તેથી તેની અનુમોદના કરતાં તે મરણ પામ્યો. રાજન! તે રંકનો જીવ તે તમે, અને તેને દીક્ષા આપનારા અમે.”
આ સાંભળી રાજાએ આ ભવમાં પણ તેમને જ પોતાના ગુરુ તરીકે નકકી કર્યા. અને તેમના ઉપદેશથી જૈનધર્મ પ્રાપ્ત કરી તેનું સારી રીતે આરાધન કર્યું. તેની રાજ્યસમૃદ્ધિ ઘણી વધી. પચાસ હજાર હાથી, એક કોડ ઘોડા, સાત ક્રોડ સૈનિકો, નવક્રોડ રથ, તેના લશ્કરમાં હતા. અને આઠ હજાર રાજાઓ તેની સેવા કરતા હતા, કેમ કે ત્રણ ખંડમાં તેણે પોતાનું રાજ્ય ફેલાવ્યું હતું. તે ઘણી વખત સંઘ સાથે ચૈત્યયાત્રા કરતા હતા.
ફરીથી શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજા અવંતિમાં આવ્યા, તે વખતે પણ રાજાની મદદથી શ્રી સંઘે મોટી રથયાત્રા કાઢી, ત્યારે રથ શ્રાવકો જાતે ખેંચતા હતા. રથયાત્રામાં બોલાવાયેલા પોતાના ઉપર ખરી ભક્તિ રાખનારા એ તમામ રાજાઓને સાધુઓના ઉપાસકો થવાની ભલામણ કરી. તેમના આ કથનથી આયે દેશના રાજાઓ તો જૈનધર્મના ઉપાસક થયા. ત્યારે તેણે અનાર્ય દેશ તરફ પોતાની નજર દોડાવી, ને સાધુઓનો વેષ પહેરાવી શ્રાવકોને તે પ્રદેશમાં સાધુઓ અને તેના આચારવિચારનો પરિચય આપવા મોકલ્યા, ને કહ્યું કે, “બરાબર સાધુઓના આચાર પ્રમાણે વર્તશે, તેને બમણો ગરાસ આપીશ, ને બરાબર નહીં વર્તે તેનો ગરાસ જશે.”
નિર્વાહ પૂરતા પૈસા પાસે રાખીને અનાર્ય દેશમાં તેઓ ગયા. સંપ્રતિ રાજાના ગુરુઓ માનીને લોકોએ તેમનો ઉપદેશ સાંભળ્યો. તેમજ શુદ્ધ અન્નપાનાદિથી ભક્તિ કરી. અને તેઓએ પૂછયું કે “તમારા ગુરુ કોણ ?' ત્યારે શ્રાવકોએ કહ્યું કે, “આચાર્ય સુહસ્તિ મહારાજ”.
આ ઉપરથી રાજાને આનંદ થયો. આચાર્ય મહારાજના શિષ્યોએ પણ એ દેશોમાં વિહાર કર્યો કૃત્રિમ સાધુ થયેલા શ્રાવકો પણ દીક્ષા લઈ ખરા સાધુઓ થયા, પણ વેષ છોડ્યો નહીં.
મહારાજના ઉપદેશથી રાજાએ દાનશાળા મંડાવી. જિનભવન, જિનબિંબ, આગમ અને ચતુર્વિધ સંઘ એ સાતેય ક્ષેત્રોમાં હરિષણે ચક્રવર્તીની જેમ ધન વાપર્યું ને ઠેર ઠેર જિનમંદિરો બંધાવ્યાં.
દાનશાળામાં વધતો ખોરાક રસોઈયા પોતાને ઘેર લઈ જતા હતા. તેને રાજાએ કહ્યું કે, “તમો જે ખોરાક લઈ જાઓ છો, તે શુદ્ધ આહાર છે. માટે સાધુઓને વહોરાવો, તો તમને પણ લાભ થશે. તમારા નિર્વાહ માટે હું તમને જોઈએ તેટલું આપીશ.”
દાનશાળાના નોકરો આ પ્રમાણે પોતાને ઘેર લઈ જઈ આ ખોરાક શુદ્ધ જાણીને સાધુઓને વહોરાવવા લાગ્યા.
“આ આહાર અશુદ્ધ છે.” એમ આચાર્ય મહારાજ સુહસ્તિગિરિ જાણતા હતા છતાં, સાધુઓ ઉપરના રાગને લીધે આ ટાળી શકતા નથી.” એવી આર્યમહાગિરિ મહારાજને ખબર પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org