Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૩૧
નાગિલના જીવ દેવે કહ્યું-“શ્રી દેવાધિદેવ મહાવીર પરમાત્મા અત્યારે જે સ્થળે હોય, તેની દેહ પ્રમાણ પ્રતિમા કરાવી, તેની પૂજા કરે, અને ચાલુ પૂજા કરાવે તો આ તારા કર્મથી તારો નિતાર થાય” તેણે તે પ્રમાણે કરીને પ્રતિમાને પેટીમાં પેક કરી કોઈ વહાણવટી સાથે વીતભય નગરે મોકલી.
ત્યાં તે પેટીને પ્રભાવતી રાણી સિવાય કોઈ ઉઘાડી શક્યું નહીં. રાણી એ પ્રતિમાને મંદિરમાં પધરાવી રોજ પૂજા કરતી હતી અને રાજા વાજિંત્ર વગાડતો હતો. જે રંગનાં વસ્ત્ર મંગાવ્યાં હતાં તે દાસી લાવી છતાં પોતાને તે જુદા રંગનાં લાગવાથી મૃત્યુ નજીક જાણી રાણીએ પ્રભુ મહાવીર દેવ પાસે દીક્ષા લીધી. અને કુબડી દાસીને પૂજા ભણાવી, દીક્ષા પાળી, રાણી દેવલોકમાં ગયાં. પણ રાજાને પ્રતિબોધ આપવા આવવાનું વચન આપ્યું હતું. તે પ્રમાણે તેણે પ્રયત્ન કર્યો. તાપસનું રૂપ લઈ તાપસાથોમાં રાજાને લઈ જઈ મારની બીક દેખાડી જૈન મુનિઓને શરણે લઈ જઈ જૈન ધર્મ પમાડ્યો. ત્યારથી રાજા પણ જૈન ધર્મી થઈ દેવાધિદેવની પૂજા કરતા હતા.
ગંધાર નામના શ્રાવક યાત્રા કરવા નીકળેલા, તે માંદા પડવાથી કુબડી દાસીએ તેની સારી સેવાચાકરી કરી, એટલે તેમણે પોતાની પાસેની ચમત્કારિક ગોળીઓ ખુશી થઈને આપી. તેમાંની એક ગોળી ખાવાથી કુબડી રૂપવતી થઈ ગઈ. કોઈના કહેવાથી તેને ખાતરી થઈ કે “મારા રૂપને યોગ્ય ઉજજયનીનો ચંડપ્રદ્યોત રાજા છે.” તેથી તે સમાચાર ત્યાં પહોંચાડ્યા. અનલગિરિ હાથી પર બેસીને રાતોરાત આવી રાજા બીજી પ્રતિમાને મૂકીને મૂળ પ્રતિમા સહિત દાસીને પોતાને ત્યાં લઈ ગયો.
અનલગિરિ જેવો મહાહાથી આવી જવાથી રાજાના હાથીના મદ ઊડી ગયેલા હોવાથી ચંપ્રદ્યોતના આવવાનું અનુમાન કરી તેના પર ચડાઈ કરી. હરાવીને બાંધીને વીતભય તરફ ચાલ્યા. દાસી નાસી ગઈ અને પ્રતિમાજી ત્યાંથી ખસ્યાં નહીં, ત્યારે પ્રભાવતી દેવે કહ્યું કે, “રાજન્ ! તમારા મૃત્યુ બાદ વીતભય ધૂળથી દટાશે. માટે આ પ્રતિમાજીને અહીં જ રહેવા દો.” [જેના દર્શન માટે આર્ય મહાગિરિ અને આર્યસુહસ્તિ મહારાજ આવ્યા હતા ત્યાં સુધી જીવંત સ્વામીના પ્રતિમા ઉજ્જયનીમાં હતા એમ સમજાય છે.]
તે પરથી રાજાએ તે પ્રતિમાજી ત્યાં જ રહેવા દીધા. અને પ્રદ્યોતના કપાળમાં “દાસીનો પતિ" એવા અક્ષરો ડામથી પડાવ્યા.
માર્ગમાં ચોમાસામાં દશ રાજાઓ સહિત માળવાના પ્રદેશમાં પડાવ નાંખ્યો. ત્યાં દશપુર નગર વસ્યું. પજુસણમાં રાજાને ઉપવાસ હોવાથી પ્રદ્યોતને પૂછવા રસોઈયો ગયો. ત્યારે તેણે પણ ઉપવાસ હોવાનું જણાવ્યું. આ વાતની રાજાને ખબર પડી, એટલે સાધર્મિક સમજીને તેણે તેને છોડી મૂક્યો. ખમત ખામણાં કરી રાજ્ય પાછું આપ્યું અને સોનાનો પાટો બાંધી પેલા અક્ષરો દબાવી માનપૂર્વક વિદાય આપી.
એક વખત મનોરથ કરતાં કે, “જે પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉ” તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા. (ઘણે ભાગે રાજાના મનોરથ જ્ઞાનથી જાણીને લાભાલાભને કારણે લાંબો વિહાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org