Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૬
પંચ પ્રતિકમાણસૂત્રો
“આ દાનશાળાનો આહાર દોષિત છે, અને સાધુનેન કલ્પે, એમ જાણતાં છતાં તે લેતાં સાધુઓને તમો કેમ અટકાવતા નથી ? તેમાં આધાકર્મ, દેશિક, પૂર્વ કર્મ, મિથ જાતિ, સ્થાપના, પ્રાભૃતદોષ વગેરે દોષો લાગે છે.”
એમ ઠપકો આપ્યો.
આર્ય સુહસ્તિ મહારાજ બોલ્યા-“ભકિતથી લોકો વહોરાવે છે, અમે આપવા કહેલ નથી, વળી બીજા માટે થાય છે, તેમાંથી વધેલું સાધુઓ વહોરે છે. નથી તેમાં મુનિની પ્રેરણા, નથી તેમાં મુનિનો ઉદ્દેશ નથી તેમાં મુનિની અનુમોદના. ગૃહસ્થ કરેલો ત્રિકરણ શુદ્ધ લાગે છે, પછી દોષ શો ?”
ગુર બોલ્યા- “શાંત પાપ” એમાં દોષ શો ?” એમ બોલતાં તો અધોગતિ થાય. જળ પણ જુદું વાપરનાર સાધુઓને સમાચાર પ્રમાણે જ વર્તવાનું કહ્યું છે. તેથી વિરુદ્ધ વર્તવામાં અધોગતિ થાય !”
આ સાંભળી આર્ય સુહસ્તિગિરિ નમ્રપણે ગુરુનાં ચરણમાં નમ્યા અને ક્ષમા માગી તથા હવે તે પ્રમાણે ન વર્તવા જણાવ્યું.
ગુરુએ કહ્યું- “આમાં તમારો દોષ નથી, પરંતુ દુઃષમ કાળનો પ્રભાવ છે.” એમ કહીને સારી રીતે બોધ આપ્યો.
પછી તે બન્નેય અવંતિ નગરીમાં શ્રી જીવંત સ્વામીની પ્રતિમાને વંન્ન કરવા ગયા. ત્યાંથી ગજપદ તીર્થે ગયા. ત્યાં અનશન કરી શ્રી મહાગિરિ આચાર્ય મહારાજ સ્વર્ગમાં ગયા, ત્યાંથી મોક્ષમાં જશે. શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજ પણ પ્રતિબોધ આપતા કેટલોક વખત વિચર્યા અને પછી સ્વર્ગમાં ગયા, ત્યાંથી મોક્ષમાં જશે.
૪૧. આરક્ષિત સૂરિ-આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ મહાન શાસન પ્રભાવક થયા છે અને તેમણે પોતાના કુટુંબને પણ તાર્યું છે. ચાર અનુયોગે તેમણે જુદા કર્યા અને દરેક નયો ઉતારવાનું સામાન્ય રીતે દરેકને માટે બંધ કર્યું. તેઓશ્રીની સામાન્ય હકીકત શ્રી વજસ્વામી મહારાજના ચરિત્ર પ્રસંગે આપેલી છે, છતાં અહીં કંઈક વિસ્તારથી આપીએ છીએ. તેમનું જન્મ સ્થાન - દશપુર નગર ભાઈ – ફલ્યુ રક્ષિત માતા - રુસોમાં
દીક્ષા ગુરુ - તોસલિપુત્ર આચાર્ય પિતા - સોમદેવ બ્રાહ્મણ
પૂર્વોની વિદ્યાના ગુરુ - શ્રી વજસ્વામી જનોઈ દીધી ત્યાં સુધી પિતા પાસે અભ્યાસ કર્યો. પછી પાટલિપુરમાં જઈ વિશેષ અભ્યાસ કર્યો, ને પાછા આવતાં દશપુરના રાજાએ હાથી ઉપર બેસારી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો ને ધન આપ્યું.
એક દિવસે તેને વિચાર આવ્યો કે, “અરે ! હું ભણીને તો આવ્યો. પરંતુ માતાના ચરણમાં નમસ્કાર પણ ન કર્યો. કેટલી ભૂલ થઈ ?” એમ વિચારી, જઈને માતાનાં ચરણમાં નમસ્કાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org