Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૨૭
માતાએ “દીઘયુ થાઓ,” એવો આશીર્વાદ આપ્યો. પરંતુ તેથી કાંઈ પુત્રને સંતોષ ન થયો, માતાનું ચિત્ત તેને જોઈએ તેવું પ્રસન્ન ન લાગ્યું.
ફરીથી જઈને પૂછયું “માતાજી ! હું આવો વિદ્વાન્ થઈને આવ્યો અને રાજ્યમાન્ય થયો છતાં આપની પ્રસન્નતા કેમ જણાતી નથી ?”
માતાએ કહ્યું – “પુત્ર, તારી આ વિદ્યા કુવિદ્યા છે. આ વિદ્યાથી હેય, ઉપાદેય, ય, તત્વનો બોધ યથાર્થ થતો નથી, પરોપકાર થતો નથી. બીજાનું દુઃખ હરાતું નથી. માટે આવી ભારભૂત વિદ્યા શા કામની ?”
“માતાજી! હું કયા શાસ્ત્રનો અભ્યાસ કરું, તો આપને હર્ષ થાય?”
પુત્ર! તું જૈન મુનિઓનો શિષ્ય થા. અને દષ્ટિવાદ સૂત્રનો અભ્યાસ કર. તો તું ખરો ભક્તિવંત પુત્ર છો, એમ માનું.”
સવારમાં વહેલા ઊઠીને આર્યરક્ષિત જેવા ઘરની બહાર [પાઠા-નગરની બહાર] નીકળ્યા કે, તેના પિતાના મિત્ર પરામાં રહેતા મહાદ્ધિજે સાડા નવ શેરડીના સાંઠા તેને ભેટ આપવા માંડ્યા, તે તેણે લીધા અને તે માતાને ઘરમાં સોંપવાની તે જ બ્રાહ્મણને ભલામણ કરીને આગળ ચાલ્યા. માતાએ એ નિમિત્ત ઉપરથી માની લીધું કે, “શુકન પ્રમાણે પુત્ર આર્યરક્ષિત સાડા નવ પૂર્વ ભણશે.”
હવે આ તરફ આર્યરક્ષિત ઈશ્વ વનમાં આચાર્ય મહારાજની વસતિ પાસે આવી પહોંચ્યા. તેઓને શિષ્યોને માલવકી પ્રમુખ શીખવતા સાંભળ્યા. પરંતુ પોતે જૈન મુનિ પાસે જવાનો વિધિ ન જાણતા હોવાથી કોઈ આવનારની થોડીવાર રાહ જોઈ રહ્યા.
તેવામાં ઢઢર નામે શ્રાવક આવ્યા, તેમણે નિશીહિ કહી, ગુરુને અને મે સૌ સાધુ મુનિરાજને વંદન કર્યું, અને પછી પ્રમાર્જના કરી ગુરુ સન્મુખ બેઠા.
આર્ય રક્ષિતે પણ બધું તે પ્રમાણે કર્યું. પરંતુ “ગુરુવંદન બાદ નાના શ્રાવકે મોટા શ્રાવકને પ્રણામ કરવા જોઈએ.” એ વિધિ તેમના ધ્યાનમાં ન હોવાથી, તેમણે તે પ્રમાણે કર્યું નહીં. ગુરુ સમજી ગયા કે “આ યુવાન નવા આગંતુક છે” એટલે તેમનો પરિચય મેળવવા પ્રશ્ન કર્યો.
“શ્રાવક! તારો ગુરુ કોણ ?” હે પ્રભો ! આ શ્રાવક મારા ગુરુ છે.” કયાંથી આવો છો.” “દશપુરમાંથી. માતાની ઈચ્છાને માન આપી, આપની પાસે દષ્ટિવાદ ભણવા આવ્યો છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org