Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૨૩
સ્ત્રીને કહ્યું કે, “હું તારો દાસાનુદાસ થવા તૈયાર છું, છતાં તું મારી સામું પણ નથી જોતી ?”
સ્ત્રીએ કહ્યું, “યુગબાહ સિવાય હું કોઈને ચાહતી નથી. આ ભવમાં નહીં મળે, તો ભવાન્તરમાં પણ તે જ મારો પ્રાણનાથ થાય. એમ હું મનથી નિશ્ચય ધરાવું છું.”
કુમાર એકદમ વચ્ચે પડ્યો. બન્નેયને યુદ્ધ થયું. પેલાને નાગપાશથી કુમારે બાંધ્યો, ત્યારે શારદાના આપેલા મંત્રથી તે તેણે તોડી નાંખ્યો અને કુમારને ખંભિની વિદ્યાથી બાંધી લીધો. આ બધું જોઈ પેલી સ્ત્રી વિસ્મય પામી. અને “આ યુગબાહ કુમાર હોવો જોઈએ.” એવી રૂપ અને તેજસ્વિતા ઉપરથી સંભાવના કરી. “ખરેખર યુગબાહ કુમારનો ભેટો કરાવનાર આ પુરુષ મારો ઉપકારી ગણવો જોઈએ.” કુમારે પેલાને બંધનથી મુકત કર્યો. એટલે તેણે વિનયથી કુમારને પ્રણામ કર્યા. તેવામાં અચાનક દિવ્યાલંકાર ધારી એક વિદ્યાધર વિમાનમાંથી નીચે ઊતરી આવી કુમારની પાસે આવી કહેવા લાગ્યો :
“કુમાર ! વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં આવેલા ગગન વલ્લભના મણિચૂડની મદનવાળી પત્નીથી ઉત્પન્ન થયેલ અનંગ સુંદરી નામે પુત્રી પોતાના ચાર પ્રશ્નોના જવાબ આપે, તેને પરણવાને પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. તેના પ્રશ્નોના ઉત્તર કોઈ પણ આપી શક્યું નહીં. નિમિત્તના જાણકારને પૂછવાથી-“આ ઉત્તરો યુગબાહુ કુમાર આપી શકશે.” તેથી યુગબાહુ કુમાર ઉપર પ્રીતિ ધારણ કરીને અનંગસુંદરી રહી હતી. તેવામાં પરમ દિવસે શંખપુરના રાજા મારા જમાઈ પવનવેગે તેની માંગણી કરી, તેને જવાબો તો ન આવડ્યા, એટલે અનંગસુંદરીને ઉપાડીને નાસી ગયો. તે આ પવનવેગ અને હું આ અનંગસુંદરીનો મામો છું.
તેવામાં મણિચંડ પણ આવી પહોંચ્યા તથા રાજા વિકમબાહુ પણ આવી પહોંચ્યા. આ સ્નેહ-મેળાપથી સૌ આનંદ પામ્યા. પવનવેગે ક્ષમા માગી અને યુગબાહનો સેવક થયો. મણિચૂડ સૌને પોતાને ત્યાં લઈ ગયો. ત્યાં યુગબાહ કુમારે ચાર પ્રશ્નોના જવાબ આપ્યા. એટલે બન્નેયનાં લગ્ન કરવામાં આવ્યાં. ૧. પ્રકળાવાન કોણ
ઉઠ પુણ્યમાં રુચિધારક. ૨. પ્ર. સદ્દબુદ્ધિશાળી કોણ ?
ઉ. દયાળુ. ૩. પ્રભાગ્યશાળી કોણ?
ઉ. પ્રિયવાદી. ૪. પ્રવિશ્વ જીતનાર કોણ
ઉક્રોધને જીતનાર. પછી વિકમબાહુએ અને મણિચૂડે દીક્ષા લીધી. બન્નેયનું રાજ્ય યુગબાહુ કુમારને મળ્યું. અનંગસુંદરીને રત્નબાહુ નામે પુત્ર થયો. વિકમબાહુઆચાર્ય વિચરતા વિચરતા પાટલિપુત્રનગરે આવ્યા. ધર્મોપદેશ સાંભળી રત્નબાહુને રાજ્ય સોંપી દીક્ષા લઈ તપ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભવ્ય જીવોને બોધ આપી મોક્ષમાં ગયા.
૩૯-૪૦. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ આચાર્ય: આ બન્ને સ્થૂલભદ્ર આચાર્ય મહારાજના મુખ્ય શિષ્ય હતા. આર્યમહાગિરિ આચાર્ય મહારાજ તો મહાન તપસ્વી હતા. પોતાનો શિષ્ય પરિવાર બધો આર્ય સુહસ્તિ મહારાજને સોંપીને પોતે શિષ્યોને વાચના આપતા હતા. અને જિન કલ્પનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org