Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૪
પંચ પ્રતિકમાણસૂત્રો
પરંતુ તેના ચાલુ પ્રવાહને જરા પણ અટકાવવો નહીં જોઈએ.
ક્રિયાઓમાં મતમતાન્તર હોય, તો દ્રવ્યાનુયોગના અભ્યાસીઓની માફક તેના અભ્યાસીઓ ઉત્પન્ન કરવા જોઈએ, કેમ કે-તે પણ વિશાળ રસમય વિષય છે, તેના વિશાળ અધ્યયનથી તેના સામાન્ય-વિશેષ સિદ્ધાંતો સ્થિર કરી, વૈજ્ઞાનિક પાયા પર શાસ્ત્રમાં છે તે પ્રમાણે વસ્તુસ્થિતિ બહાર લાવવાથી આપોઆપ ગેરસમજથી ઉત્પન્ન થયેલા ભેદો ઊડી જાય, એ સ્વાભાવિક છે. આ વિષય ઘણો જ છણવા જેવો અને અભ્યાસવા જેવો છે. તે હાલમાં ન વિચારી શકાય તેની હરકત નહીં, પણ જનસમાજને તેના પર ઉપેક્ષા કરતો કરવો, તેના જેવું બીજું પાપ કયું હોઈ શકે?
જૈન ધર્મના ધર્માચારની ફૂલગૂંથણી ઘણી જ વિચિત્ર છે. તે એટલી બધી અટપટી-ન સમજી શકાય તેવી રીતે દૂર દૂરના સંબંધોથી ચિત્ર-વિચિત્ર રીતે ગૂંથાયેલી છે. છતાં તે અવિમિશ્રિત અને ગૌણપ્રધાન ભાવથી વ્યવસ્થિત છે.
ધર્મના આચારો પણ વ્યવસ્થિત નિયમબદ્ધ છે. શાસ્ત્રીય પદ્ધતિ પર સ્થિત અને પાત્ર પ્રમાણે ઉપયોગની સગવડોથી ભરપૂર છે. જેમ જેમ ઊંડો અભ્યાસ વધતો જાય તેમ તેમ એક સાદામાં સાદી બાબતમાં એટલું બધું ઊંડાણમાં જોવામાં આવે છે, કે-તેના અંતિમ તાત્પર્યનો પત્તો જ લાગતો નથી. ત્રણેય બાજુ કાચના ઓરડામાં વચ્ચે દીવો મૂકીને બેસીએ, પછી તેમાં દીવાઓના ઊલટાંસૂલટાં જે પ્રતિબિંબો પડે છે, તેના અંતનો પત્તો લગાડવાને કોણ સમર્થ થઈ શકે છે ? તેવી જ રીતે આ આચારો વિષે જણાય છે. તે છતાં તે અનવસ્થિત નથી. એક બીજા આચારોની એક બીજા ઉપર એવી ઊલટસૂલટી ગૌણમુખ્ય ભાવે અસરો પડે છે કે જેનું વિગતવાર સંપૂર્ણ પૃથકકરણ આ જમાનાનો કોઈપણ માણસ કરી શકે, એવો અમને સંભવ જ જણાતો નથી. એ પૃથકકરણ મહાન પૂર્વજ્ઞ ધૃતધરોએ જ ઘણું જ વ્યવસ્થિત રીતે કર્યું છે. જ્યારે તે જોઈએ છીએ, ત્યારે આચારોનાં અગાધ રહસ્યોની ઝાંખી થાય છે, તેની પાછળ પણ અનેક સ્વતંત્ર વિજ્ઞાનો જોડાયેલાં છે.
અધ્યાત્મશાસ્ત્ર તથા માનસશાસ્ત્રનો સારો વિદ્વાન જ આ વિષયનો વિદ્યાર્થી બની શકે છે. તેને જ “તે શાસ્ત્રોની કેટલી વ્યાપકતા હોઈ શકે ?” તેની સંપૂર્ણ ઝાંખી એ વિશાળ પ્રયોગસંગ્રહનો ખ્યાલ લેવાથી આવી શકે તેમ છે.
પૂર્વાચાર્યોએ કેટલાંક વર્ષોથી એટલે કે લગભગ પૂજ્ય આર્ય રક્ષિત સૂરિજીના વખતથી દરેક સૂત્રોના દરેક અનુયોગનું મુખ્યતાએ વ્યાખ્યાન કરવાનું અને નયો ઉતારવાનું લગભગ બંધ કરવામાં આવ્યું છે.
એ, આ આધ્યાત્મિક પ્રયોગોના ચકકરમાં ઊતરવાની ત્યાર પછીના માનવોની અશક્તિનો ખ્યાલ કરીને જ જણાય છે, અને જેને આચારોની વિચિત્ર ગૂંથણી જોતાં તે વાજબી પણ લાગે છે.
કેટલાક કહે છે કે “જૈનધર્મે જગતને દયા શીખવી છે. જૈન ધર્મમાં સામાયિક, પ્રતિક્રમણ એવી કેટલીક ક્રિયાઓ છે તે ઉપાશ્રયમાં જઈને કરી જવાની છે, એટલું જ એ ધર્મમાં છે' પરંતુ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે-“જૈન ધર્મની જેટલી ક્રિયાઓ, જેટલાં વિધિવિધાનો અને જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org