Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૧૫
( ૨ ) વંકચૂલ એક વખત બહાર ગામ ગયેલો, તે વખતે શત્રુના દેશના નટોએ આવીને પોતાનો
ખેલ જોવા વંકચૂલને આમંત્રણ આપ્યું. “વંકચૂલ ઘેર નથી” તેની શત્રુઓને જાણ ન થવા દેવા માટે તેની બહેન પુષ્પચૂલાએ પુરુષવેશ પહેરી નટો જોઈ તેઓને ઈનામથી રાજી કર્યા. મોડી રાતે આવી એમને એમ પુરુષ વેશમાં જ ભાભી સાથે તે સૂઈ ગઈ. તેવામાં વંકચૂલે આવી પોતાની સ્ત્રીને પુરુષ સાથે સૂતેલી જોઈ, તેને મારી નાંખવા તલવાર ઉગામી. પરંતુ નિયમ પ્રમાણે સાત ડગલાં પાછા ફરતા ફરતા તલવાર અથડાવાથી બહેન પોતાના ભાઈને
ખમા દેતી જાગી ઊઠી. પુરુષના વેશનો ખુલાસો કરવાથી ભાઈ ઘણો ખુશી થયો. ( ૩ ) એક વાર રાત્રે તે વાણિયાને ત્યાં ચોરી કરવા ગયો, ત્યાં બાપદીકરો હિસાબની તકરારમાં
પડ્યા હતા. ત્યાંથી વેશ્યાને ત્યાં ગયો, તો તે કોઢિયા સાથે ભોગ ભોગવતી હતી. ત્યાંથી રાજ્ય મહેલમાં ગયો. રાણીને હાથ અડી જવાથી તે જાગી, અને વંકચૂલ પાસે ભોગની માંગણી કરી, વંકચૂલે તેને પોતાની માતા સમાન કહી. એટલે રાણીએ બૂમ પાડી. પણ રાજા એ બધું ગુપ્તપણે સાંભળતો હતો. તેથી રાજાએ તેને પોતાનો વિશ્વાસુ સામંત બનાવ્યો, અને ચોરીનો
ધંધો છોડાવી દીધો. (૪) લડાઈમાં ઘવાયાથી વૈદ્યોએ કાગડાનું માંસ ઔષધ તરીકે લેવા ભલામણ કરી. પણ વંકચૂલ
અડગ રહ્યો. રાજાએ તેના મિત્ર જિનદાસને બોલાવી સમજાવવા કહ્યું. જિનદાસે માત્ર પરીક્ષા જેવા ભલામણ કરી, પણ વંકચૂલે મિત્રને ઠપકો આપ્યો અને નિયમમાં અડગ રહ્યો.
૩૩. ગજસુકુમાર : ભદિલપુરમાં નાગ નામના શેઠને સુલસા નામે પત્ની હતી. વસુદેવના સાતમાંના છ પુત્રો કંસે માંગ્યા, તે વસુદેવે આપ્યા. પણ દેવે ત્યાંથી ઉપાડીને નાગ શેઠને ઘેર મૂક્યા. દેવકીના એ છએય પુત્રોને સુલસાએ ૩૨, ૩ર સ્ત્રીઓ પરણાવી. છેવટે તેઓએ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. ચરમ શરીરી તેઓ દ્વાદશાંગીના ધારક થયા.
શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીએ સમોસર્યા. છ ભાઈઓ બબ્બે થઈને દેવકીજીને ત્યાં જ વહોરવા જવા લાગ્યા. ત્યાં તેમણે સરખા આકારના જાણીને તેઓને ખુલાસો પૂછયો, અને તે બાબત શ્રી નેમિનાથ ભગવંતને વિશેષ ખુલાસો પૂછયો; પ્રભુએ “ગયા ભવની, શોક્યનાં સાત રત્નો ચોરેલાં, તેણીને ઘણી રોવરાવ્યા બાદ માત્ર એક જ રત્ન પાછું આપ્યું હતું. તેને લીધે તમારા સાત પુત્રો તમારાથી અદષ્ટ થયા. અને એક કૃષણ માત્ર તમારા સન્મુખ છેવટે આવ્યા.”
આ પ્રમાણે પોતાના પૂર્વકર્મની નિંદા કરતાં દેવકીજીએ કૃષણને બોલાવીને “જાતે પુત્ર પાલન કરવાની ઈચ્છા જણાવી.” કૃષ્ણ હરિણગમેથી દેવને આરાધી પોતાને ભાઈ થવા વિષે પૂછયું. દેવે કહ્યું. “તમારે એક પુણ્યવાન ભાઈ થશે. પરંતુ તે યુવાવસ્થામાં જ દીક્ષા લેશે.”
અનુક્રમે મહર્તિક કોઈ દેવ ત્યાંથી શુભ સ્વપ્ન સૂચિત દેવકીજીની કુક્ષિમાં અવતર્યો, તેના જન્મબાદ તેનું નામ ગજસુકુમાર પાડયું. માતા પિતા ભાઈઓ તથા અનેક કુટુંબીજનો આ નાના ભાઈ ઉપર ઘણું જ વાત્સલ્ય રાખવા લાગ્યા. તેને હૃમ રાજાની પ્રભાવતી કન્યા સાથે પરણાવ્યા, તેમજ સોમશર્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org