Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૧૯
ત્યારે મંત્રીઓના કહેવાથી તેઓ તેનાં ચરણ ધોવા ગઈ, પણ ધન્યકુમારે દરકાર ન કરતાં ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. છેવટે મંત્રીઓની આજીજીથી ભાભીઓને પોતાના ઘરમાં આવવા દઈ, ભકિત કરી ને સૌને સારી રીતે જમાડ્યા.
શતાનિક રાજાએ આ બાબત ખુલાસો પૂછયો, એટલે તેણે જણાવ્યું કે-“અમારા ભાઈઓની વચ્ચે ભાભીઓ વિક્ષેપ નાંખે છે, એટલે તેમને શિખામણ આપવા આ પ્રમાણે કરવું પડ્યું.”
પછી પરિવાર સાથે ધન્યકુમાર રાજગૃહીમાં આવ્યા, અને રાજાના માનપાન સાથે ત્યાં રહ્યા તથા બીજી ચાર શ્રીમંત કુટુંબની કન્યાઓને પરણ્યા.
ભાઈઓ પોતાને સોંપાયેલાં ગામડાઓમાં રહેતા હતા. પરંતુ દુષ્કાળ પડવાથી તેઓ ત્યાંથી માળવામાં મોટા વેપારી થવા ગયા, પણ કાંઈ વળ્યું નહીં. એટલે ત્યાંથી ઘઉ ભરીને રાજગૃહીમાં આવ્યા. બજારમાં સાટું કરતાં ધનકુમારને મળ્યા અને પ્રણામ કર્યા. ભાઈઓને પોતાને ઘેર લાવી પોતાની મિલકતનો ભાગ વહેંચી આપ્યો. અને પોતે ચોથા ભાગમાં ચૌદ કરોડ સોનૈયા લીધા.
ધનસંપત્તિ લઈ ભાઈઓ જવા લાગ્યા. એટલે દ્રવ્યની અધિષ્ઠાયક દેવીએ તેઓને રોકયા. એટલે નિરુપાયે ધન્યકુમાર પરની ઈર્ષ્યા છોડીને ત્યાં જ રહ્યા.
એક વખત ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજની દેશના સાંભળી પોતાના ભાઈઓની દુર્દશાનું કારણ પૂછયું ત્યારે ગુરુ મહારાજે જણાવ્યું કે, “લક્ષ્મીપુરમાં એ ત્રણેય કઠિયારા ભાઈઓ હતા. જંગલમાં લાકડાં કાપવા જતાં મુનિરાજ મળ્યા, તેઓશ્રીને દરેક પોતપોતાનું ભાતું સારી રીતે વહોરાવ્યું. પણ પાછળથી તે બાબત ખૂબ પસ્તાવો કર્યો. ત્યાંથી ચ્યવીને તેઓ વ્યંતર થયા. અને ત્યાંથી તારા ભાઈઓ થયા. તેઓને દાનથી લક્ષ્મી મળી, પણ પસ્તાવો કરવાથી ભોગવી શકતા નથી.”
સુભદ્રાએ ખીર બનાવવા પાડોશણ તરીકે ભાગ આપેલો, પરંતુ દાસીને તું સદાય ભાર વહેતી રહે.” એવો શાપ કોઈ વખતે આપેલો, એટલે તેને ઘણું ખોટું લાગ્યું. તેથી તેણીને પણ થોડો વખત તળાવમાં મજૂરી ટોપલા ઉપાડવા પડ્યા.” આ સાંભળી ધન્યકુમાર જૈન ધર્મમાં આસકત થયા, ને છેવટે પોતાના સાળા શાલિભદ્ર શેઠની સાથે દીક્ષા લઈ અનુત્તર વિમાનમાં ગયા, તે વાત શાલિભદ્ર શેઠની કથામાં આપી છે.
૩૬. ઈલાચી પુત્ર-ઇલાવર્ધન નગરમાં જીતશત્રુ રાજાના રાજ્યકાળે ઈભ્ય શેઠના ધારિણી પત્નીથી ઇલાદેવીની પ્રસન્નતાથી જન્મેલા પુત્રનું નામ ઇલાચી પુત્ર પાડ્યું.
કળાઓ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી યૌવન પામવા છતાં તેનું મન સ્ત્રીથી વિરકત હતું. તે જોઈ તેના મૂર્ખ પિતાએ અર્થ અને કામમાં કુશળ કરવા હલકા મિત્રોની સોબત કરાવી.
એક વખત વસંતઋતુ વનરાજી ઉપર રાજ્ય ચલાવતો હતો. ત્યારે મિત્રો સાથે વનમાં ફરવા ગયો. ત્યાં લેખીકાર નટની પુત્રીને નાચતી જોઈ, તેના ઉપર તેને મોહ ઉત્પન્ન થયો, તે તેણીનું રૂપ જોઈને સ્થિર થઈ ગયો, તેનું મન તેણીમાં ચોંટી ગયું. ત્યાંથી કોઈ રીતે ખસે જ નહીં. નોકરો મુશ્કેલીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org