Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૧૩
હાથે મૂકતાં માથું મુંડ થયેલું જાણી “પોતે મુનિ છે' એમ ખ્યાલ આવતાં તુરત જ પાછા શુભ ધ્યાનમાં એવા ચડી ગયા કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.” આ વાત સાંભળી શ્રેણિકે જઈ ફરીથી વંદન કર્યું. શ્રી પ્રસન્નચન્દ્ર કેવળી બોધ દેતા વિચરવા લાગ્યા. પ્રાંતે આયુષ્ય ક્ષયે મોક્ષમાં ગયા.
૩૦. શ્રી યશોભદ્રસૂરિ : શ્રી શર્થંભવસૂરિજી મહારાજ પાસે પાટલી પુત્રના યશોભદ્ર નામના બ્રાહ્મણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. અને વિનયપૂર્વક ચારિત્ર પાળતાં તેઓ ચૌદપૂર્વના જ્ઞાતા થયા. તેમણે એક વખત દક્ષિણ દેશમાં વિહાર કર્યો. ત્યાં ઉપદેશ આપી, ભદ્રબાહુ અને વરાહ નામના બે બ્રાહ્મણ ભાઈઓને દીક્ષા આપી. ભદ્રબાહુ ચૌદપૂર્વધર થયા. તેમને આચાર્યપદ તથા સંઘનો ભાર સોંપી શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી ગુરુ મૃત્યુ પામી સ્વર્ગે ગયા.
૩૧. જંબૂસ્વામી : (૧) મગધ દેશના સુગ્રામ નામના નગરમાં રાષ્ટ્રકૂટ અને રેવતીના પુત્ર તરીકે ભવદન અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. ભવદત્તે દીક્ષા લીધેલી. તેણે નાગિલાને પરણેલા ભવદેવને દીક્ષા આપી. અને ભવદેવે ભાઈની શરમથી દીક્ષા લીધી. ભવદત્ત સ્વર્ગમાં ગયા, એટલે ભવદેવ નાગિલાને મળવા આવ્યા. નાગિલાએ પ્રતિબોધ આપવાથી મુનિ પાછા ગુરુ પાસે ગયા, અને પછી નિરતિચાર ચારિત્ર પાળી સૌધર્મ દેવલોકે ગયા.
(૨) સ્વર્ગમાંથી ભવદત્ત મહાવિદેહમાં પુષ્કલાવતીવિજયમાં પુંડરીકિગી નગરીમાં વજદન ચક્રવર્તીની યશોમતી રાણીના સાગરદન પુત્ર થયા. હજાર કન્યાઓ સાથે ભોગ સુખ ભોગવતાં વાદળાં જોઈ વૈરાગ્ય પામવાથી તેમણે દીક્ષા લીધી. ભદેવને જીવ પણ સ્વર્ગથી અવીને તેજ વિજયમાં વીતશોકા નગરીમાં પદ્મરથ રાજાની વનમાળા પટ્ટરાણીના શિવકુમાર પુત્ર તરીકે ઉત્પન્ન થયા. એક વખત પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં બેઠા બેઠા દૂરથી કામ-સમૃદ્ધ સાર્થવાહને ત્યાં સાગરદન મુનિને વહોરતા દેખી તેને સાધુ પર ભાવ થયો, અને તેનો ઉપદેશ સાંભળવા ગયો. ત્યાં તેને વૈરાગ્ય થયો. પરંતુ ઘેર આવી માતાપિતાએ સમ્મતિ ન આપવાથી તે છ8 છઠ્ઠનો તપ અને પારણે આયંબિલ કરી ધર્મની આરાધના કરતા હતા. દઢધર્મ શ્રાવકની સોબતમાં બાર વર્ષ આ રીતે ધર્મ પાળી બ્રહ્મદેવ લોકમાં વિધુમ્માલી નામે દેવ થયા.
એક વખત તે દેવ પોતાની ચાર દેવીઓ સાથે પ્રભુને વંદન કરવા આવેલ ત્યારે અન્ય દેવો કરતાં તેને તેજસ્વી જોઈ શ્રેણિકે પ્રભુને તેનું કારણ પૂછયું. પ્રભુએ તેના પૂર્વ જન્મની આરાધના અને હવે પછી “જંબૂકુમાર તરીકે છેલ્લા કેવળી થશે.” વગેરે વાત કહી. અને વધુમાં ઉમેર્યું કે-“તેમના પછી-મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, પુલાક લબ્ધિ, આહારકલબ્ધિ, મોક્ષ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરય, યથાખ્યાત ચારિત્ર અને કેવલ જ્ઞાન એ દશ પદાર્થનો વિચ્છેદ
થશે,
એક વખત રાજગૃહી નગરીના ઋષભદત્ત શેઠ પોતાની ધારિણી પત્ની સાથે શ્રી સુધર્મા સ્વામીને વંદન કરવા વૈભારગિરિ ઉપર ગયા. ત્યાં તેણીએ ગણધર ભગવંતને પોતાને પુત્ર થવા વિષે પૂછયું. ગણધર ભગવંતે કહ્યું “જે કે અમો આવા સાવદ્ય પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. તો પણ મહાપુણ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org