Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સર્પીએ તે ગારુડીને ડંખ માર્યો. પણ તેને કંઈ અસર થઈ નહિ. પછી નાગદત્ત તે ગારુડીના સર્પોને રમાડવા માંડ્યો. ગારુડીએ કૂંડાળું કરી સર્પોને તેમાં મૂકી સૌના સાંભળતાં- “એ પોતાના ચાર સૌં ઘણા ભયંકર છે. ડસ્યા વિના રહેશે નહીં. માટે તેને રમાડવાની વાત જવા દો.” એમ કહી અને તેનાં ક્રોધ, માન, માયા, લોભ એવાં નામ પણ રૂપકથી સાથે સાથે જણાવ્યાં, તેની ભયંકર અસર જણાવી. છતાં નાગદત્ત તેને ખેલાવવા લાગ્યો. ને તેને સર્પ કરડ્યો, તેથી તે મૂર્છિત થયો. નાગદત્તના સ્નેહીઓના કાલાવાલાથી તેણે બચવા ઉપાય તરીકે ચર્ચા વિગતવાર સમજાવી. એ સૌએ કબૂલી પણ તેનાં માતપિતા કહેવા લાગ્યાં કે ‘‘એ તો એની મેળે ઊઠ્યો છે.’ ત્યારે ફરી મૂર્છા આવીને મરણતોલ થઈ ગયો. ત્યારે તેઓની આજીજીથી એ ચર્ચા કબૂલી ત્યારે ઉઠાડ્યો. પછી ગારુડીએ પૂર્વ ભવ કહી સંભળાવ્યો. એટલે નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને ગારુડીને મિત્ર તરીકે ઓળખ્યો, એટલે તેણે બતાવેલા પંચ મહાવ્રત અને બીજો મુનિમાર્ગ તેણે અંગીકાર કરી ક્રોધાદિ સર્પોની અસરથી રહિત થઈ મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.
૨૮:
૧૦. મેતાર્ય : શાંતપુર પાટણમાં ચંદ્રવતંસ રાજાની સુદર્શન રાણીની સાગરચંદ્ર અને મુનિચંદ્ર બે પુત્રો થયા હતા. બીજી રાણી પ્રિયદર્શનાથી ગુણચંદ્ર અને બાળચંદ્ર એ પુત્રો થયા હતા. સાગરચંદ્રને યુવરાજ્યપદવી અને મુનિચંદ્રને ઉજ્જયની નગરી આપી હતી. રાજા પોતે ધર્મધ્યાનમાં લીન રહેતા
હતા.
એક દિવસે-દીવો બળે ત્યાં સુધી અભિગ્રહ ધારણ કરીને પ્રતિક્રમણ કરી રાજા કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં ‘“રાજાનો કાઉસ્સગ્ગ ભંગ ન થાય,'' એમ સમજીને દાસીએ દીવામાં તેલ પૂર્યા કર્યું, એટલે રાજાને આખી રાત કાઉસ્સગ્ગમાં રહેવાનું થયું. સવારે દીવો ઠર્યો, ત્યારે કાઉસ્સગ્ગ પાર્યો. પરંતુ આયુષ્ય પૂર્ણ થવાથી તેનો તુરત સ્વર્ગવાસ થયો, ને મોટા પુત્ર સાગરચંદ્રને રાજ્ય મળ્યું.
પોતાના નાના ભાઈ ગુણચંદ્રને રાજ્ય આપીને પોતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા બતાવી, પરંતુ માતા પ્રિયદર્શનાના આગ્રહથી અનિચ્છાએ પણ રાજ્યનું પાલન ચાલુ રાખ્યું. પરંતુ વખત જતાં રાજ્યની સમૃદ્ધિ વધતી જોઈ તેની એ સાવકી માતાને પુત્ર ઉપર ઈર્ષ્યા થઈ. એટલે એક વખતે ત્રણેય કુમારો બહાર રમ્મત ગમ્મત માટે ગયા હતા, તેવામાં પાછા આવ્યા ત્યારે તેઓ માટે સુદર્શના રાણીએ બનાવીને મોકલેલા લાડુ વિષમિશ્રિત કરી નાંખીને દાસી દ્વારા થાળમાં મોકલ્યા, લાડુ આવ્યા તેવા જ નાના ભાઈઓ ખાવા લાગ્યા, તેવામાં તે મૂર્છિત થઇ ગયા.
રાજને તપાસ કરતાં વિષની અસર માલૂમ પડી એટલે સુવર્ણીષધિનું પાણી તૈયાર કરાવી પાયું, કે-ઝેરની અસર ઊતરી ગઈ. પરંતુ પોતાની માતાના આ વર્તાવથી ચેતીને ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી, ને અગિયાર અંગના જ્ઞાતા થયા.
એક દિવસે ઉજ્જયનીથી આવેલા મુનિ સમુદાય દ્વારા તેમણે સાંભળ્યું કે– ‘ત્યાંના રાજા મુનિચંદ્રના અને પુરોહિતના અનુક્રમે સૌવસ્તિક અને સુતયુગ નામના પુત્રો સાધુઓને ઘણા હેરાન કરે છે.’’
પોતાના ભત્રીજાને પ્રતિબોધ આપવા તેઓ ત્યાં ગયા. ઉપાશ્રયમાં ઊતરી લોકોની મનાઈ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org