Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તથા ભદ્રબાહવી સંહિતા નામે ગ્રંથ રચ્યો. શ્રી યશોભદ્રસૂરિ સ્વર્ગે ગયા. તે વખતે દશપૂર્વધર સંભૂતિવિજય આચાર્ય મહારાજ પણ વિચરતા હતા. તેઓ બન્નેય સાથે સ્નેહથી વિચરતા હતા. વરાહ મુનિએ આચાર્યપદની માંગણી કરી પરંતુ અહંકારી ધારીને યોગ્યતા વિના તે પદ આપવા ભદ્રબાહુ સ્વામીએ ના કહી. જે તેને ન ગમતાં દીક્ષા છોડી, તેણે બ્રાહ્મણનો વેષ પાછો ધારણ કર્યો. ને વારાહીસંહિતા વગેરે નવા ગ્રંથો લખ્યા.
જ્યોતિષમાં વરાહમિહિરનું કથન ઘણી વાર ખોટું પાડી, ભદ્રબાહુ સ્વામીએ સાચું કહેવાથી પ્રતિષ્ઠાનના રાજા જિનશત્રુ જૈન ધર્મનો રાગી થયો હતો. અને વરાહમિહિરનું માન ઘટી ગયું હતું. આ દ્વેષથી તાપસ થઈ મરીને વ્યંતર થઈ તેણે સંઘને કષ્ટ દેવા માંડ્યું. આ બાબત ગુરુ સમજતા હતા. તેથી સંઘને આશ્વાસન આપ્યું અને ઉવસગ્ગહર સ્તોત્ર બનાવીને કષ્ટ પ્રસંગે પાઠ કરવાથી વ્યંતરના ઉપસર્ગો શ્રી સંઘને અસર કરી શકયા નહીં. “સૂર્ય અને આખું જ્યોતિષ ચક્ર પ્રત્યક્ષ બતાવ્યું છે. મિહિર એટલે સૂર્ય મારા ઉપર પ્રસન્ન છે.” એ રીતે વરાહે પોતાની ખ્યાતિ કરેલી હોવાથી તેનું નામ વરાહમિહિર તરીકે પ્રસિદ્ધ થયેલ છે.
૨૮. દશાર્ણ ભદ્ર રાજા : દશાર્ણપુરના જેને ધમ દશાર્ણ ભદ્ર નામે ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. એક વખત શ્રી વીર પરમાત્મા ત્યાં સમોસર્યાના ખબર ઉધાનપાલકે આપ્યા. એટલે સાત આઠ પગલાં આગળ ચાલી, તેણે પ્રભુની સ્તુતિ કરી. ને પછી પ્રભુને વંદન કરવા જતાં અનેક પ્રકારની અદ્ધિ સાથે નગરમાંથી નીકળી પ્રભુને વંદન કર્યું.
અઢાર હજાર હાથી, ચાળીસ લાખ ઘોડા, એકવીસ હજાર રથ, એકાણું કોટિ પાયદળ, સોળ હજાર ધ્વજા, પાંચસો મેઘાડંબર છત્ર, સુખાસને બેઠેલી પાંચસો રૂપવતી રાણીઓ, આભૂષણોથી સજજ સામંતો, મંત્રીઓ વગેરે સાથે લીધા. આ ઋદ્ધિ પરથી મનમાં ચિંતવ્યું કે, “મને ધન્ય છે. કોઈ ન વાંદે તેવી રીતે હું આટલી બધી અદ્ધિથી પ્રભુને વાંદીશ.” આ પ્રમાણેનો ગર્વ અવધિજ્ઞાનથી સૌધર્મ ઈંદ્ર જાણી તે તોડવા, નીચે પ્રમાણેનો ઠાઠ ગોઠવીને પ્રભુને વાંદવા આવ્યા.
ચોસઠ હજાર હાથી વિકુવ્ય. એક એક હાથીને પાંચસો ને બાર બાર મુખ કર્યા. એક એક મુખે આઠ આઠ દંતશૂળ કર્યા. એક એક દંતશૂળે આઠ આઠ વાવ્યો ગોઠવી, વાગ્યે વાગ્યે આઠ આઠ કમળ, દરેક કમળે એક એક કર્ણિકા, એક એક કર્ણિકા પર સિંહાસન ગોઠવી તેના પર પોતે આઠ આઠ અગ્ર મહિણીઓ સાથે બેઠો. એક એક કમળને લાખ લાખ પાંદડાં વિકવ્યાં, દરેક પત્ર ઉપર બત્રીસ દેવદેવીઓ બત્રીસ પ્રકારના નાટ્ય રંગ કરવા લાગ્યા.
આ જોઈ દશાર્ણભદ્ર રાજા તો દંગ થઈ ગયા, ને પોતાનો ગર્વ ઊતરી ગયો. છતાં ઇંદ્રથી ચડિયાતા થવા પોતે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇંદ્ર હાર્યા. વંદન-સ્તુતિ કરી પોતાને સ્થાનકે ગયા. દશાર્ણ મુનિ કર્મક્ષય કરી મોક્ષમાં ગયા.
ઈંદ્ર જે વખતે આકાશમાંથી હાથી સાથે ઊતર્યા, ત્યારે હાથીએ આગલા બે પગ વાળ્યા, અને જમીનમાં ખૂંચ્યા. તે સ્થળ ગજપદ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org