Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
જતાં શ્રી ગૌતમ સ્વામીએ તેમને રોકયા, પ્રભુએ તેમ કરતાં કેવળીની આશાતના જણાવી. શ્રીગૌતમસ્વામી સ્થિર થઈ ગયા. પ્રભુએ કહ્યું -“તમને પણ કેવળજ્ઞાન થશે. શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરો.’ ગૌતમસ્વામીએ તેમ કર્યું. ને ત્યાં પન્નરસે ને ત્રણ તાપસોને પ્રતિબોધ આપ્યો. તેઓ પણ કેવળજ્ઞાન પામી કેવળીની પર્ષદામાં ગયા. અનુક્રમે શાલ-મહાશાલ વગેરે આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા.
૩૦૮
૨૬. શાલિભદ્ર : રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠના ભદ્રા નામે પત્નીથી જન્મ પામેલા શાલિભદ્ર કુમાર ૩૨ પત્નીઓના સ્વામી હતા. ગોભદ્ર શેઠે પ્રભુ મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ઉત્તમ સંયમ પાળી મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ થયા. તે પુત્ર ઉપરના પ્રેમના લીધે દરરોજ દિવ્ય આભૂષણો વગેરે મોકલીને દેવ જેવું સુખ આપતા હતા.
રત્નકંબલના વેપારી પાસેથી શ્રેણિક રાજા બહુમૂલ્ય સમજીને જે ન ખરીદી શકયા તેવી ૧૬ રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી, ને તેના બબ્બે કકડા કરી દરેક વહુને વાપરવા આપી દીધેલા. તેઓએ નાહીને તે હાથપગ લૂછી કાઢી નાંખેલા. જ્યારે ચેક્ષણા રાણીના આગ્રહથી રાજાએ વેપારી પાસે રત્નકંબલો માગી, ત્યારે તેણે વેચી દીધાનું જણાવ્યું. રાજાએ ભદ્રા પાસે માંગણી કરાવી, ત્યારે તેણે ઉપરની સ્થિતિ જણાવી. “છતાં જરૂર હોય તો એ કકડા મોકલી આપું.'' રાજાને આશ્ચર્ય થયું અને ભદ્રાને બોલાવીને શાલિભદ્રને મળવાની ઇચ્છા બતાવી. “શાલિભદ્ર આપની પાસે આવી શકશે નહીં, પણ આપ પધારો.’’ રાજાએ આવવાની ઇચ્છા બતાવી. ત્યારે ગોભદ્રના જીવ દેવ મારફત આખો રસ્તો વિવિધ પ્રકારે શણગારાવ્યો. રાજાને ચોથે માળે સિંહાસન પર બેસાર્યા: ને શાલિભદ્રને તેડવા માતા ગયા, ને કહ્યું “બેટા ! નીચે આવો. શ્રેણિક પધાર્યા છે.” ત્યારે શાલિભદ્રે કહ્યું કે ‘“માતા ! તેમાં મારું શું કામ છે ? તેને વખારે નંખાવો.' માતાએ કહ્યું કે, “બેટા ! એ કરિયાણું નથી. પણ આપણા શહેરના રાજા આપણે ઘેર પધાર્યાં છે, તેને મળવા ચાલો.' શાલિભદ્ર નીચે ઊતર્યા. પણ તેમને આશ્ચર્ય થયું કે, “વળી મારે માથે પણ સ્વામી છે કે ?’’
રાજાએ તેને ખોળામાં બેસાર્યા. પણ સુકુમારતાને લીધે તેને પરસેવો થઈ આવ્યો. ત્યારે ભદ્રાના કહેવાથી તેને છૂટા કરી પર જવા દીધા. શ્રેણિકે ત્યાં સ્નાન કર્યું. સ્નાન કરતાં વીંટી ખાળમાંથી ખાળકૂવામાં જઈ પડી. દાસીઓએ ખાળકૂવામાંથી અનેક વીંટીઓ કાઢીને બતાવી. તેની આગળ ઢીંકરા જેવી લાગતી પોતાની રત્ન જડિત વીંટી તેમણે શોધી લીધી. બીજી વીંટીઓ વિષે પૂછતાં ખુલાસો કરવામાં આવ્યો કે, “આવી વીંટીઓ દેવલોકમાંથી રોજ આવે છે. અને શાલિભદ્ર શેઠની પત્ની રોજ કાઢી નાંખે છે, ને નવી આવેલી પહેરે છે.
રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી દિવ્ય ભોજન સપરિવાર જમી ભદ્રા શેઠાણીનો સત્કાર પામી રાજા સ્વસ્થાને ગયા.
આ તરફ સ્વાતંત્ર્ય ઈચ્છતા શાલિભદ્ર શ્રી ધર્મઘોષ સૂરીશ્વર પાસે જઈ ધર્મદેશના સાંભળી. વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઇચ્છાથી રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરવા લાગ્યા.
તે જ શહેરમાં ધન્ય શેઠને આઠ સ્ત્રીઓ હતી. તેમાંની એક શાલિભદ્રનાં બહેન હતાં. પતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org