Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૦
પંચ પ્રતિક્રમણ સૂત્ર
૧૫. શ્રી સિંહગિરિ આચાર્ય : આ મહાપુરુષ શ્રી વજસ્વામીના ગુરુ હતા અને મહાન શાસન પ્રભાવક પુરુષ હતા. તે વાત આપણે શ્રી શ્રી વજસ્વામીના ચરિત્રમાં વાંચી ગયા છીએ.
૧૬. કૃતપુશ્ય શેઠ [hવન્ના શેઠ] : રાજગૃહમાં ધનેશ્વર સાર્થવાહની સુભદ્રા પત્નીથી કૃતપુણ્ય કુમારનો જન્મ થયો. તેને તેના પિતાએ શ્રીદ શેઠની ધન્યા પુત્રી સાથે પરણાવ્યા. કુમારને સાધુઓનો સંગ હોવાથી વિષયમાં આસક્તિ નહોતી. તે જાણી તેની માતાના કહેવાથી તેના પિતાએ જુગારીની સોબત કરાવી. ત્યાંથી અનુક્રમે અનંગસેના વેશ્યાની સોબત થઈ અને ત્યાં જ રહ્યો.
માબાપ તેને ધન મોકલતાં હતાં. પરંતુ તે મરણ પામ્યાં. તેની ધન્યા સ્ત્રી એકલી કાંતીને ગુજરાન ચલાવતી હતી, કારણ કે ધન બધું ખલાસ થયું હતું. વેશ્યાની દાસી ધન લેવા આવી એટલે પત્નીએ છેવટ પોતાના દાગીના જે રહ્યા સહ્યા હતા તે પણ પોતાના પતિના સુખ ખાતર આપી દીધા. દાસી દાગીના લઈ ગઈ, વેશ્યાની માને શેઠના ઘરની સ્થિતિ કહી. અનંગસેનાની નામરજી છતાં પોતાના કુલાચારને અનુસરીને તેની વેશ્યા ડોશીએ ધૂળ ઉડાડી શેઠને પોતાના ઘેરથી કાઢી મૂકયા. શેઠ ઘેર
આવ્યા.
બધું ફરી ગયેલું જોઈ શેઠ બહુ જ આશ્ચર્ય પામ્યા, તેવામાં તેમની પત્ની સામે આવી માનપૂર્વક ઘરમાં તેડી ગયાં. તેની ઘણી સેવાભક્તિ, સ્નાન ભોજન કરાવ્યું. શેઠના ખેદનો પાર ન રહ્યો. પોતાની આવી સ્થિતિ માટે તેના દિલમાં ઘણું જ દુઃખ થવા લાગ્યું. પરંતુ પવિત્ર આર્યપત્નીના સુમધુર શબ્દોથી તેમને ઘણું આશ્વાસન મળ્યું, અને “પોતાની પાસે હજુ એક હજાર સોનામહોર છે. તે લઈ પરદેશ જઈ આપ સુખેથી વેપાર ચલાવો.” એમ કહ્યું.
- તે વિચાર ચાલતો હતો તેવામાં એક પરદેશી વેપારીઓનો કાફ્લો ત્યાં આવી રહ્યો. તેની સાથે જવા માટે શેઠને રાત્રે પ્રસ્થાન કરાવ્યું, ને એક યક્ષમંદિરમાં શેઠને પલંગ ઉપર સુવાડી તેમની સગર્ભા પત્ની પાછી આવી.
આ તરફ એક ધના નામના વેપારીની રૂપવતી નામની સ્ત્રીને જિનદત્ત નામના પુત્રને ચાર સ્ત્રીઓ હતી. પરંતુ તે અપુત્ર મરણ પામવાથી તેનું ધન રાજા ન લઈ જાય, માટે રૂપવતીએ ચાર વહુઓને એવું સમજાવ્યું કે “આપણે કોઈએ રોવું નહીં, અને તમારા પતિને ગુપ્ત રીતે દાટી દેવા. અને બીજા કોઈ પુરુષને લાવી તમારે તેને પુત્ર થાય ત્યાં સુધી પતિ તરીકે રાખવો જેથી આપણું ધન રાજા લઈ જઈ શકશે નહીં.” પુત્રવધૂઓએ એ વાત કબૂલ કરી, તેના પતિને ગુપ્ત દાટી આવી. જોગાનુજોગ પરદેશી કાફલામાંથી અજાણ્યા પુરુષોને લેવા જતાં એ ચારેય સ્ત્રીઓ કતપુય શેઠને પલંગ સહિત પોતાને ઘેર ઉપડાવી લાવી. રૂપવતી તેને “પુત્ર, તું જન્મથી કયાં ગયો હતો ? તારા વિના હું તો મરવા જેવી થઈ ગઈ હતી. તું આવ્યો, ઠીક થયું. તારી આ ચાર ભાભીઓ તારી વહુઓ જ છે, એમ તું સમજ.” તેવામાં પેલી ચાર સ્ત્રીઓ પણ તેને સ્વામી તરીકે સ્વીકારીને પતિભક્તિ કરવા લાગી. કુતપુpય શેઠ આ બધું જોઈ આશ્ચર્ય પામ્યા, પરંતુ વખત વિચારીને ત્યાં રહ્યા. તેમનાથી ૧૨ વર્ષમાં ચારેયને એક એક પુત્ર થયો. એટલે રૂપવતીના કહેવાથી અનિચ્છાએ પણ પેલી પુત્રવધૂઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org