Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૯૭
ભૂલી ગયા. પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ પડિલેહતાં ગાંગડો આગળ પડ્યો. તે જોઈ વિચાર કરવા લાગ્યા, “અહા મારો કેટલો પ્રમાદ ? મારું આયુષ્ય હવે અલ્પ છે. માટે અનશન કરું.” બાર વર્ષનો દુકાળ પડવાથી શિષ્યોને બીજે વિહાર કરવા મોકલ્યા.
તેમના મુખ્ય શિષ્ય વજસેન મુનિએ વિહાર કર્યો, અને પાંચસો મુનિઓના અગ્રેસર હતા. દુકાળને લીધે ભિક્ષા ન મળવાથી-વિદ્યાની મદદથી અન્ન ઉત્પન્ન કરી સૌને આહાર આપવા શ્રી વજસેન મુનિએ વિચાર દર્શાવ્યો.” પરંતુ મુનિઓ તે વિચાર નાપસંદ કરી શ્રી વજસ્વામી પાસે પાછા આવ્યા. શ્રી વજ સ્વામી આચાર્ય મહારાજ પણ એક યુવક શિષ્યને મૂકી પર્વત ઉપર અનશન કરવા ગયા, ક્ષુલ્લક શિષ્યને માલૂમ પડ્યું. એટલે પાછળ આવી ગુરુને અવિનય ન લાગે, માટે પર ન ચડતાં નીચે તળેટીએ શિલા ઉપર અનશન કર્યું ને કાળધર્મ પામી સ્વર્ગે ગયા ને પેલા મુનિઓ પણ સ્વર્ગે ગયા. મુલક મુનિની પૂજા માટે દેવો ત્યાં આવ્યા, જ્ઞાની ગુરુએ ઉપયોગ મૂકી તે કારણ જાણ્યું.
તે પર્વત ઉપર કોઈ મિથ્યાત્વીદેવ શ્રી વજસ્વામીને ચલિત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ચલિત ન થયા. ત્યાંના ક્ષેત્ર દેવની અપ્રીતિનું કારણ જાણીને ગુરુ અન્યત્ર વિચર્યા ને ત્યાં ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કર્યો. પછી અનશન કર્યું ને સ્વર્ગે ગયા. છે આવી વંદન કર્યું ને તીર્થ સ્થાપ્યું.
૧૩. નંદિણમુનિ પહેલા : શ્રીપુરમાં યજ્ઞપ્રિય બ્રાહ્મણ ભીમ નામના દાસને યજ્ઞમાંથી શેષ આપીને કામ કરાવતો હતો. ભીમ તેમાંથી સાધુઓને વહોરાવતો હતો. આ પુણ્ય ભાવનાથી તે મરીને સ્વર્ગમાં જઈને ત્યાંથી આવીને રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાનો નંદિણ નામે પુત્ર થયો.
મખપ્રિય ઘણા ભવો કરીને હાથણીના ગર્ભમાં અવતર્યો. આ ટોળાનો અધિપતિ હાથી “બીજે કોઈ હાથી ટોળાનો નાયક ન થાય,” માટે જે બચ્ચાં જન્મ, તેને મારી નાંખતો હતો, આ ગર્ભિણી હાથણીએ પોતાનું બચ્ચું બચાવવા કપટથી લંગડી થઈ રોજ પાછળ રહેવાનો ઢોંગ કરવા લાગી. હાથી પણ તેના ઉપર દેખરેખ રાખવા લાગ્યો. પણ પાછળથી આવીને પણ સાથે થઈ જાય, એટલે હાથીને વહેમનું કારણ ન રહ્યું. એક દિવસે માથા પર ઘાસના પૂળા મૂકી તાપસોને શરણે જઈ, ત્યાં તેઓના આશ્રમમાં બચ્ચાને જન્મ આપ્યો અને તાપસીને તેની રક્ષા સોંપી. જુઓ, માતાનો સ્નેહ કેવો હોય છે ! આ જ રીતે પાછળ પડીને તે તેને રોજ ધવરાવી પણ જતી હતી. કંઈક ઉમ્મરમાં આવેલું બચ્ચું તાપસનાં બાળકો સાથે સૂંઢમાં પાણી લઈ વૃક્ષોનું સિંચન કરતું હતું, તે ઉપરથી તેનું નામ સેચનક પાડ્યું.
યુવાવસ્થામાં આવતાં “માતાને છેતરીને પોતાને પકડી લાવ્યા હશે,” એમ ધારીને તે પોતાના પાલક તાપસી ઉપરની શંકાથી તેઓને હેરાન કરવા લાગ્યો. તેઓએ શ્રેણિક રાજાને વાત જણાવી. રાજાએ પકડવા લકર મોકલ્યું પણ મહેનત નકામી ગઈ. ત્યારે નંદિણ કુમાર પકડવા આવ્યા. તેને જોઈ જતિ સ્મરણ થવાથી હાથી તેને વશ થયો. તેણે રાજાને સોંપ્યો. રાજાએ નંદિણ કુમારને વિશેષ ગામો આપી તેની કદર કરી.
તેવામાં પ્રભુ મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ધમપદેશના બાદ નંદિણ કુમારે પોતાની ઉપરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org