Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૬
પંચ પ્રતિકમાગસૂત્રો
આવીને રાજરાણીઓ પણ દર્શન કરી ગઈ,
રુક્મિણીએ પોતે પ્રિય માનેલા વૈરાગી ઋષિરાજને આવેલા સાંભળી દિવ્ય આભરણો ધારણ કરી લીધા. તેના સાડા ત્રણ ક્રોડ રોમકૂપો હર્ષથી રોમાંચિત થઈ ગયા. વિનયથી પિતાને વિજ્ઞપ્તિ કરી. “પૂજ્ય પિતાશ્રી ! હું જેને મનથી વરી ચૂકી છે, તે મહાપુરુષ અને પધાર્યા છે, તેમના વિના મારે મરણ જ શરણ છે.”
લોકોને મોઢેથી આચાર્યશ્રીના રૂપ સૌભાગ્યની પ્રશંસા સાંભળી એવા પુરુષને પસંદ કરવા માટે ધન શેઠ પોતાની પુત્રીને અને તેની પસંદગી શક્તિને પણ ધન્યવાદ આપવા લાગ્યા.
શેઠ રુકિમણીને લઈ યોગીપુંગવ પાસે હાજર થયાને વિજ્ઞપ્તિ કરી, “હે કૃપાનિધાન! અશરણશરણ મારી પુત્રી આપને વરી ચૂકી છે, તેનો અને સાથે એક ક્રોડ રત્નોનો સ્વીકાર કરી કૃતાર્થ કરો. નહીંતર મરણ એ જ તેનું શરણ છે.”
ભલભલાં ઓગળી જાય એવા બરફના પહાડની ઠંડક જેવી ઠંડકથી ભરેલા છતાં કઠોરમાં કઠોર ઘણની અસર વજી સ્વામીના વજમય હૃદય ઉપર લેશ માત્ર પણ થઈ જ નહીં. તેમ તો વધુ કઠોર બન્યું. છતાં પણ કરુણાર્દ્ર બની મધુર વાણી મારફત એવા અનન્ય ઉપદેશના રૂપમાં બહાર વહી નીકળ્યું, કે જેમાં રુકિમણીને જ પીંગળી જવું પડ્યું. તેણીનો મોહજવર ચાલ્યો ગયો, શાંત અને વૈરાગિણી બની ગઈ. દીક્ષા સ્વીકારી. એ વખતે બીજા અનેક જીવો પ્રતિબોધ પામી ધર્મની વાસનાવાળા થયા તથા વ્રત-સંયમનો સ્વીકાર કર્યો.
- ત્યાર પછી મહાપરિજ્ઞા અધ્યયનમાંથી પદાનુસારિણી લબ્ધિ વડે આકાશ ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. પણ ભાવિકાળના જીવોને અલ્પ સાત્વિક સમજી એ વિદ્યા તેમણે કોઈને આપી નહોતી.
ત્યાર પછી ઉત્તર દિશામાં વિચરતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. ત્યાંથી સંઘને ચર્મરત્નમય મહાપટમાં બેસારીને મહાપુર નગરે લાવ્યા. ત્યાંનો રાજા બૌદ્ધ હતો. શ્રી પર્યુષણામાં તેમણે જૈનોને પુષ્પો ન મળી શકે, તેવો બૌદ્ધ પ્રજાજનોની ઈચ્છાને માન આપીને પ્રતિબંધ કર્યો.
સંઘે આ વાત ગુરુ મહારાજને જણાવી. તેઓ આકાશગામિની વિદ્યાથી માહેશ્વરીના ઉપવનમાંથી શ્રી ધનગિરિના મિત્ર તડિત માળી પાસેથી એકવીસ કરોડ પુષ્પો લીધાં. ત્યાંથી ચૂલહિમવંત ઉપર શાશ્વત જિન પ્રતિમાઓના દર્શન કરી ત્યાંની દેવી પાસેથી ફ્લો લીધાં. ત્યાંથી હુતાશન યક્ષના વનમાંથી ફૂલો લીધાં. આવ્યા, ને ખૂબ ધામધૂમથી જિનમંદિરમાં ઉત્સવ થયા. બૌદ્ધો નમી પડયા, અને રાજા જૈન થયો.
ત્યાર પછી શ્રી આર્યરક્ષિતજીને તેઓએ કંઈક ન્યૂન દશપૂર્વોનો અભ્યાસ કરાવ્યો. વગેરે હકીકત તેમના ચરિત્રમાં આપીશું.
શ્રી વજ સ્વામી એક વખત દક્ષિણ દેશમાં વિચરતા હતા. ત્યાં તેમને શ્લેષ્મની પીડા થઈ, તેથી મુનિઓના આગ્રહથી એક સૂંઠનો ગાંગડો લઈને કાન પર રાખી મૂખ્યો, તે સ્વાધ્યાય કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org