Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણસૂત્રો
૨૮૯
રાજમહેલમાં ગયા. પેલા બન્નેય કુમારોએ મુનિને પોતાની સાથે રમવા ઈચ્છા બતાવી. મુનિએ હા પાડી. ત્રણેય રમવા લાગ્યા. તેવામાં બન્નેય ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યા અને ધર્મની નિંદા કરવા લાગ્યા. મુનિએ રમતમાં ને રમતમાં લડાઈના પ્રસંગે મર્મમાં આઘાત કર્યો, અને તેઓના શરીરના સાંધા ઉતારી નાંખી, ને ઉદ્યાનમાં જઈ કાઉસ્સગે રહ્યા.
રાજાને ખબર પડી, મુનિ પાસે જઈ આમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે-“રાજનું તમારા કુમારો મુનિઓને હેરાન કરે, એ તમારાથી કેમ સહન થઈ શકે છે ?”
રાજાએ કમારોની છોકરવાદી સામે ન જોતાં તેમને સાજા કરવા વિજ્ઞપ્તિ કરી. મુનિએ દીક્ષા લેવાની શરતે સાજા કર્યા. તેઓએ એ શરત પ્રમાણે પોતાના કાકા પાસે દીક્ષા લીધી અને રાજા સવિશેષ ધર્મપાલનમાં સાવધ થયો.
બ્રાહ્મણ પુરોહિત કુમારને બાહ્ય શૌચ વગરના મુનિ જીવન ઉપર કંઈક અભાવ થયો હતો. છેવટે બન્ને કુમારો પણ દીક્ષા પાળી સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં રહ્યા રહ્યા બન્નેયે એવો સંકેત કર્યો કે-“આપણા બેમાંથી જે પહેલો મનુષ્યપણે ઉત્પન્ન થાય, તેણે બીજાને પ્રતિબોધ પમાડી ધર્મ પમાડવો.”
મુનિ જીવન ઉપરની દુર્ગચ્છાને અંગે રાજગૃહી નગરીમાં ચંડાલિનીને પેટે પુરોહિતનો પુત્ર ગર્ભપણે ઉત્પન્ન થયો. તે ચંડાલિની જે શેઠને ત્યાં કામ કરતી હતી, તેની પત્ની પણ સગર્ભા હતી. તેને માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયેલો, તે ગુપ્તપણે આ ચાંડાલણીએ પૂરો કરાવ્યો. વળી શેઠાણી મૃતવત્સા હોવાથી તેનું એકેય બાળક જીવતું નહોતું, તે વાતથી શેઠાણીને દુઃખી થતી જાણી ચંડાલણીએ પોતાનો પુત્ર શેઠાણીને આપવા વચન આપ્યા પ્રમાણે બન્નેયે પોતપોતાનાં બાળકો બદલાવી લીધાં. પુત્રનું નામ મેતાર્ય પાડ્યું.
દેવે આવીને સોળ વર્ષના કલાપ્રવીણ મેતાર્યને પ્રતિબોધ આપ્યો, પણ તેની તેને અસર ન થઈ. પિતાએ આઠ કન્યાઓ સાથે તેનો સંબંધ કર્યો, એટલે તે પરણવા ચાલ્યો. ત્યાં તેને પ્રતિબોધ આપવા દેવે વિચિત્ર પ્રકારની ઘટના કરી.
મેતાર્યના ચંડાળ પિતાના શરીરમાં પ્રવેશ કરીને ચંડાલણી સ્ત્રી સાથે માર્ગમાં જ આવીને તેઓએ તેના જન્મનો ભેદ જાહેરમાં ખુલ્લો કરી દીધો, ને આ કન્યાઓ તજીને પોતાની કુળની કન્યાઓને પરણાવવાનું કહીને પોતાને ઘેર લઈ ગયો. પ્રગટ થઈદેવે ફરીથી પૂર્વની વાત કહી પ્રતિબોધ આપ્યો. મેતાર્યે કહ્યું- “હે મિત્ર ! મને વિષયસેવનથી અટકાવ્યો તે તો તે સારું કર્યું. પરંતુ મને જાહેરમાં હલકો પાડ્યો છે, તે મને ખટકયા કરે છે, માટે મારું કલંક ઉતારી, બાર વર્ષ મને સાંસારિક સુખ ભોગવવા દેવાની દયા કર. પછી હું અવશ્ય દીક્ષા લઈશ.”
દેવ રત્ન આપે એવો બકરો અને વિદ્યા આપીને સ્વર્ગમાં ગયો. બકરા તરફથી મળતા રત્નનો થાળ ભરીને મેતાર્યનો પિતા રોજ રાજાને ભેટ ધરી સુંદર રાજ્ય કન્યાની માંગણી કરે, પરંતુ કોઈએ તે વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. રત્નોની સુંદરતા જોઈ સૌ છક થઈ જાય, પરંતુ કન્યા આપવાની બાબતમાં સૌ દૂર રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org