Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૨૮૭
ત્યાં ગયા. ભાખંડ પક્ષીને ઉડાડવા તેના પવનથી સમુદ્રમાંનાં મોજાં ઊછળ્યાં, વહાણો પાછા તરવા લાગ્યાં. પરંતુ નાગદત્ત તો એ પહાડ ઉપર જ રહી ગયા. ઘણા દિવસ ત્યાં રહેવાથી તેનાથી ભૂખ સહન થઈ શકી નહીં. એટલે તે સમુદ્રમાં પડ્યા. તરત જ કોઈ મચ્છ તેને ગળી ગયો. મચ્છ કિનારા ઉપર આવીને પડ્યો હતો અને તેણે મોટું પહોળું કર્યું કે આયુષ્યને બળે બચી ગયેલા નાગદત્ત તરત જ તેમાંથી બહાર નીકળી આવ્યા. ચોખ્ખું પાણી મેળવી ભૂખ મટાડી અને ફરતા ફરતા પોતાને શહેર પહોંચ્યા. ત્યાં ધનદત્ત શેઠ પાસે ભાખંડ પક્ષીને ઉડાડવા જવાને ઠરાવેલી સો દિનાર માંગી, ત્યારે શેઠે કહ્યું “જા ! જા !! સો દિનાર કેવી ? તને ઓળખે છે કોણ ?'
એવામાં પ્રિય મિત્ર સાર્થવાહની પુત્રી નાગવસનું પોતાને માટે તે ગામના કોટવાલ વસુદેવે માંગણી કરેલી, પરંતુ પ્રિય મિત્રે તેને બદલે નાગદત્ત સાથે પોતાની પુત્રી પરણાવી. આથી વસુદેવ નાગદત્તનો પાકો છૂપો શત્રુ થયો હતો, ને તેનાં છિદ્રો શોધતો હતો. નાગદત્ત બહાર કાયોત્સર્ગ ધ્યાને રહેવા જતાં એક વખત તે શહેરના જિતશત્રુ રાજા ઘોડા ખેલાવતા ખેલાવતા જતા હતા. તેવામાં તેનું કુંડલ રસ્તામાં પડી ગયું. નાગદ તે જોયું, પરંતુ તેને અદત્તાદાનની વસ્તુ લેવાની પ્રતિજ્ઞા હતી. તેથી માર્ગ છોડીને બીજે રસ્તેથી એ આગળ જઈને કાયોત્સર્ગ ધ્યાને રહેલ. કેમ કે તે દિવસે અષ્ટમીપર્વનો દિવસ હતો. એવામાં વસુદેવ તે કુંડલ પાડી કાયોત્સર્ગ ધ્યાને રહેલા નાગદત્તના વસ્ત્રમાં આવી છુપાવી દીધું. રાજાને કુંડલ ખોવાયાની ખબર પડી. તેવામાં વસુદેવે સમાચાર આપ્યા કે, એ રસ્તેથી નાગદને જતાં નીચા વળીને કાંઈક લીધું તો હતું ? “શું” તેની ખબર નથી. એટલે રાજાના હુકમથી વાસુદેવ સાથે રાજપુરુષોએ ત્યાં જઈ તેના વસ્ત્ર નીચેથી કુંડલ કાઢી રાજાને હકીકત કહી. આવા કપટીને રાજાએ શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. નાગદત્તને ગધેડા પર બેસાડી વાગતે વાજે શૂળી પાસે લાવ્યા. શૂળી પર ચડાવતાં જ શૂળી સિંહાસન સમાન થઈ ગઈ. બે ત્રણ વાર એમ કરી જોયું, છતાં નાગદત્તની શોભા ઓર વધતી ગઈ. રાજા ત્યાં હાજર થયા, એટલે શાસન દેવીએ નાગદત્તની ઉત્તમતા સાથે બધી વાત કહી સંભળાવી, ને શાસનદેવી ચાલ્યાં ગયાં. રાજાએ પણ “અદત્તાદાનના ત્યાગી” એવું જાણી ઘણું સન્માન આપ્યું. શહેરમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કરાવ્યો અને ગણું ધન આપ્યું. સો સોનામહોર અપાવી. વસુદેવનો દેશનિકાલ કર્યો. છેવટે નાગદત્તજૈન મુનિ થયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષમાં ગયા.
૯. રજા નાગદત્ત : ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન્ન થયેલા બે દેવમિત્રોએ માંહોમાંહે શરત કરી હતી કે :
જે મનુષ્યલોકમાં પહેલો જાય તેણે દેવલોકમાં રહેલાને પ્રતિબોધ આપી ધર્મ પમાડવો”. કાળાંતરે તેમાંથી એક વીને લક્ષ્મીપુરના દત્તશ્રેષ્ઠિની દેવદત્તા સ્ત્રીનો નાગદેવની આરાધનાથી નાગદત્ત નામે પુત્ર થયો, તેને સંગીતનો ઘણો શોખ હતો અને સંગીતથી સપ વશ કરીને ખેલવવાની કળામાં પણ કુશળ થયો. એક વખત બગીચામાં મિત્રો સાથે સર્પોને તે રમાડતો હતો, તેવામાં એક બીજે ગારુડી
ત્યાં આવ્યો. નાગદત્તની ઈચ્છાથી બન્નેએ એવી શરત કરી કે-“આપણે બનેય એક બીજાના સર્પને રમાડી જોઈએ તો ખરા, કોણ જીતે છે ?” આવનાર ગારુડીએ તથા નાગદત્તે સર્ષે રમાડ્યા. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org