Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૭૩
આગળ આ સ્વરૂપે મૂકવામાં આવે છે. એટલે ખરી રીતે ક્રિયાનો વિરોધ હોય છે.
પરંતુ ખરી રીતે એવો ક્રિયાનો વિરોધી વર્ગ ઉપેક્ષ્ય છે. અને તે જૈન તરીકેનું સામાન્ય કર્તવ્ય ચૂકે છે, અને વિરાધક થાય છે.
ચરણ-કરણાનુયોગ કેટલાક લોકો એમ કહેતા ફરે છે કે –
“જૈન ધર્મમાં માત્ર દ્રવ્યાનુયોગ, સ્વાદુવાદ, નય, નિક્ષેપ જ સમજવા લાયક છે. તે જ તેનું વિશિષ્ટ સ્વરૂપ છે, અને તે જ તત્ત્વજ્ઞાન છે. ક્રિયા મહત્ત્વનું અંગ નથી.” એમ બોલનારા ગંભીર ભૂલમાં છે, જૈન ધર્મના સ્વરૂપની મોટામાં મોટી ગેરસમજ છે. અને આમ કહેવામાં જૈન ધર્મને મહાનું અન્યાય કરે છે. તેથી તેના એક મહત્ત્વના અંગની ઉપેક્ષા કરવાથી તેને તોડી પાડવા બરાબર થાય છે.
ક્રિયાઅંગ પણ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના દઢ પાયા ઉપર જ વ્યવસ્થિત છે. જેમ નવતત્ત્વ અને છ દ્રવ્યોનું સ્વરૂપ પદ્ધતિસર પદાર્થ વિજ્ઞાન ઉપર છે, તે જ પ્રમાણે ક્રિયાનું સ્વરૂપ પણ પદ્ધતિસર અને જગતુના એક મહાન વિજ્ઞાન તરીકે સમજાવેલ છે. સંવર અને નિર્જરા તત્વમય જૈન ક્રિયાને માટે “જેમ તેમ કલ્પના છે.” એમ બોલી કેમ શકાય જ ? જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ: એથી જ તે બન્નેના મેળથી જ તત્ત્વજ્ઞાનમય જૈન દર્શન ગણાય છે. ત્યારે જ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. કોઈ પણ શુભ હેતુ, ભાવના, કલ્પના, કે વિચાર, કર્તવ્યમાં મૂકવા માટે તેને વ્યવહારુ બનાવવાનું, સાધન જ ક્રિયા છે. તેના વિના ધર્મનું સકળ અંગ વિકળ રહે છે, ક્રિયાત્મકતા વિના કોઈ પણ વસ્તુ અમલમાં આવી શકતી નથી, જીવંત બની શકતી નથી. કોઈ પણ ધર્મની ક્રિયા જ તે ધર્મને માનવ જીવનમાં ટકાવી શકે છે. જગતમાં ધર્મને જીવવાનો પ્રાણ ક્રિયા છે. ક્રિયા વિના ધર્મ કે નહીં. વ્યવહારમાં જીવે નહીં, દેખાય નહીં. આ તો માત્ર સામાન્ય વસ્તુ સર્વ ધર્મો માટે છે. ત્યારે મહા તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અંગમય જૈન ધર્મની ક્રિયા વિષે તો પૂછવું જ શું? તેની ઉપેક્ષા એટલે જૈન ધર્મની ઉપેક્ષા. જેમ ગણિત, દ્રવ્યાનુયોગ અને કથાનુયોગ એક વ્યવસ્થિત વિજ્ઞાનમય પ્રવચનનાં અંગો છે, તેમજ ચરણ કરણાનુયોગ પણ એવું જ પ્રવચનાંગ છે.
તેની ઉપેક્ષા કરવી, તેના ઉપર કટાક્ષ કરવો, તેની નિંદા કરવી, ટીકા કરવી, તેનાં સાધનો તોડી પાડવાં, તેને આડે આવવું, તેમાં અંતરાય કરવી, તે વિષે ખોટા ખ્યાલો ઊભા કરવા, તે વિરુદ્ધ મોટો પ્રચાર કરવો, એ ખરેખર મહાપ્રવચન વિટંબણા છે, મહાઆશાતના છે, મહા ઘોર પાપ છે, તીવ્ર મિથ્યાત્વ છે, વિનાશનો મહા રાજમાર્ગ છે, સમ્યકત્વથી ભ્રષ્ટતાનો મોટો પુરાવો છે.
“ક્રિયાભેદો છે.” “ક્રિયાના ઝઘડા છે. “શુષ્ક ક્રિયામાં જડતા છે.” વગેરે શબ્દો કહી, “તેના ભેદો ઉપેક્ષ્ય છે. તે જૈન ધર્મનું અંગ નથી.” એવું વલણ રાખવું એ ભારે કમપણાની નિશાની છે. સુજ્ઞ જનોએ એવું કદી ન કરવું જોઈએ.
અલબત્ત-આચરનારાઓની ખાસ ભૂલો સુધારવા વાત્સલ્ય ભાવનાથી પ્રયત્નો કરવા જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org