Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૧૫
નિમંત્રણ પછી શ્રાવક સાથે સંઘાડાએ વહોરવા એકલા જવું યોગ્ય નથી. ઓછામાં ઓછા બેએ જવું જોઈએ. સાધુઓ આગળ ચાલે, અને શ્રાવક પાછળ ચાલે. શ્રાવકે ઘેર જઈને આસન ઉપર બેસવા વિજ્ઞપ્તિ કરવી, જો મુનિરાજ બેસે તો ઠીક છે, અને ન બેસે તો પણ વિનય બતાવ્યો ગણાય. પછી શ્રાવક ભક્ત પાન પોતાની જાતે જ નોકર ચાકર પાસે તો પોતાની ગેરહાજરીના ખાસ પ્રસંગે જ) વહોરાવે. પોતે પાત્ર હાથમાં રાખીને ઊભો રહે, અથવા જ્યાં સુધી વહોરે ત્યાં સુધી શ્રાવક ઊભો રહે. સાધુઓએ પણ વધુ ન વહોરી લેવું, કેમકે, એમ કરવાથી શ્રાવકને ફરીથી રાંધવું પડે, તે પશ્ચાત કર્મ દોષ લાગે. એ વગેરે દોષોનો પરિહાર કરીને સાધુ વહોરે. મુનિરાજે દોષમાંથી બચવા પ્રયત્નો કરે. અને શ્રાવક દોષાદિનો વિચાર ગૌણમાં રાખીને ભાવભક્તિની અખંડ ધારથી છૂટથી વહોરાવે.
પછી વંદન કરીને વિસર્જન કરે, પોતે થોડાં ડગલાં અમુક હદ સુધી પાછળ પાછળ જાય. પછી આવીને જાતે જમી લે.
સાધુ મુનિરાજે જે ન લીધું હોય, તે શ્રાવકે ન જમવું. હવે જો સાધુ મુનિરાજનો જોગ ન હોય, તો પણ તપાસ તો કરવી. પોતાના મકાનની બહાર નીકળીને રાહ તો જોવી જ. અને ભાવના ભાવવી કે-“જે પૂજ્ય મુનિરાજ પધાર્યા હોત, કે પધારે, તો મને ઘણો લાભ મળે.”
આ પ્રમાણે પૌષધના પારણે અતિથિ સંવિભાગ કરવાનો વિધિ છે. તે સિવાયના દિવસોમાં પણ દાન આપીને જ પોતે જમે અથવા કોઈ પ્રસંગે જમ્યા પછી પણ દાન તો આપે. વસ્ત્રાદિ વહોરાવવાને માટે પણ તેના વિધિ પ્રમાણે વર્તવું.
ચારિત્ર પાત્ર મુનિરાજના ચારિત્રની અનુમોદના ખાતર પણ અતિથિ સંવિભાગ કરવાથી ચારિત્ર ધર્મની આરાધના થાય છે ને પોતાને ચારિત્રનો લાભ તેમના સહવાસથી તત્કાળ થાય છે અને પરભવમાં પણ અવશ્ય લાભ થાય છે.
જ્ઞાન મુનિરાજની ભક્તિથી જ્ઞાનની આરાધના થાય છે, અને પોતાને પણ જ્ઞાન મળવાનો અવશ્ય સંભવ થાય છે. શાસન પ્રભાવક મુનિ મહારાજાઓની ભક્તિથી દર્શનશુદ્ધિ થાય છે અને ભવિષ્યમાં પણ આરાધના વધે છે. શ્રાવક જે ધન વગેરે ઉપાર્જન કરે છે, તે માત્ર સર્વત્યાગની અશક્તિમાં પોતાના ભોગપભોગ માટે કરે છે, પરંતુ તે સર્વ દેવ-ગુરુનું છે. વ્રત લેનાર શ્રાવક જે કાંઈ ભોગવે છે, તે વ્રતરૂપ ધર્મના પાલન માટે તેઓની અનુજ્ઞાથી ભોગવે છે. એટલે પોતાના ખાનપાનમાં દેવગુરુનો ભાગ ફરજિયાત છે. પોતાની ગમે તેવી સ્થિતિ હોય, તે વખતે પણ તેમાંથી અમુક અંશ તેમને માટે આપવાને શ્રાવક સમ્યકત્વવ્રત સાથે જ બંધાયેલો રહે છે. અતિથિ સંવિભાગ એ જેમ એક જાતની ધર્મક્રિયા છે તે જ પ્રમાણે દેવગુરુ તરક્કી વ્યવહારુ ફરજ પણ છે. એ દષ્ટિથી દેવગુરુ ધર્મને ચરણે ધરીને જ શેષનો પોતે ઉપભોગ કરી શકે છે ત્યારે આવિષયક સમ્યકત્વ નિર્મળ થાય છે.
अर्हद्भ्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गाय च प्राप्ताय प्रविभागत: शुचिधिया दत्त्वा यथाशक्तितः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org