Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
विशे षार्थ
૧. આગળ ઉપર બૃહચ્છાન્તિ સ્તોત્ર આપવામાં આવશે, તેની અપેક્ષાએ નાનું હોવાથી આ સ્તવ લઘુશાન્તિ સ્તવ કહેવાય છે.
૨૫૧
૨. આ સ્તોત્ર બૃહદ્ગચ્છના શ્રીમાનદેવસૂરિ મહારાજાએ રચેલું છે અને સ્તોત્રની ૧૭મી ગાથામાં જ તેઓશ્રીનું નામ આપેલ છે.
૩. ૧૬મી ગાથામાં જ કહ્યું છે કે, પૂર્વાચાર્યોએ બતાવેલાં મંત્રપદોથી આ સ્તોત્ર ગૂંથેલું છે. આ સ્તોત્રનું આ પહેલાંનું મૂળ આપણને નિર્વાણ કલિકા ગ્રંથમાં મળે છે. એ ગ્રંથમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠાવિધિને લગતી વિધિઓ આપેલ છે. તેમાં શાંતિ કરવા માટે આ સ્તોત્રનો ૧૫ ગાથા સુધીમાં આવેલો ભાગ ગદ્યમાં આપવામાં આવેલ છે. તે ગદ્ય ભાગને જ આ આચાર્ય મહારાજાએ પદ્યમાં બનાવી આપેલ છે.
૪. આ સ્તોત્રમાં શાંતિ શબ્દને ઘણી જ ખૂબી સાથે વર્ણવેલો છે.
જગતમાં પીડાયેલ પ્રાણી, શાંતિની ઝંખના રાખે એ સહજ છે. ૧. શાંતિની ઝંખના. શાંતિની ઝંખના રાખનારને એમ કહેવામાં આવે કે-‘“તેને શાંતિ થશે.’’ આ આશ્વાસનથી પણ તેને સંતોષ થાય છે. ૨. શાંતિનું આશ્વાસન. આ જાતના શાંતિના આશ્વાસનથી તેને થોડી ઘણી શાંતિ પણ થાય છે. ૩. શાંતિનો અનુભવ. આ પ્રકારે શાંતિ શબ્દમાં રહેલો ચમત્કાર જાણ્યા પછી કોઈ વ્યકિતનું નામ શાંતિ હોય, તો તે પણ કોઈ ને કોઈ પ્રાણીને કોઈ ને કોઈ રીતે શાંતિ માટે થઈ શકે છે. તો પછી ચક્રવર્તી તરીકે બાહ્યવિઘ્નો અને શત્રુઓના ઉપદ્રવો શાંત કરનારા, અને ત્યાગી મુનિ તરીકે અંદરના કામક્રોધાદિ શત્રુઓની પીડાઓને શાંત કરી દેનારા, અને વીતરાગ પ્રભુ તરીકે થયેલા કે જેને જગમાં કોઈ પણ મિત્ર કે શત્રુ નહોતા. જગત્ની કોઈ પણ વિટંબણા જેને અસર કરી શકે તેમ નહોતી. પરંતુ જેના પ્રભાવથી વિટંબણાઓનો નાશ થાય તેમ હોય છે. વળી ત્રણ જગ પૂજય બનીને સર્વ જગત્ ઉપર જેનું ધર્મરાજ્ય પ્રવૃત્તિ શકે છે, એવા તીર્થંકર પરમાત્મા તરીકેના સહજ ગુણ અને સહજ પ્રભાવથી સર્વ ઉપદ્રવો શાંત થઈ જાય છે, એવા પરમાત્માનું પાછું શાંતિ એવું નામ છે. જેને મોટામાં મોટા દેવો, મોટામાં મોટા મનુષ્યો-યોગીઓ અને રાજાઓ પૂજે છે. તેના ભકતોને થતા ક્ષુદ્ર દેવોના ઉપદ્રવો મોટા દેવભકતો શાંત કરી દે. માનવી કે પાશવી ઉપદ્રવો મોટા પદવીધર સામર્થ્યશીલ માનવો શાંત કરી દે. તથા કુદરતી ઉપદ્રવો વીતરાગ પરમાત્માની ત્રણ લોક ઉપરની સહજ અસરથી નાબૂદ થઈ જાય. એટલે તીર્થંકર ભગવંતોના ભકતોને એક પણ ઉપદ્રવ નડી શકે નહીં. આવું સામર્થ્ય સર્વ તીર્થંકર ભગવંતોમાં સહજ જ હોય છે. અને આ શાંતિનાથ પ્રભુનું શાંતિ એવું નામ છે. તો શાંતિ શબ્દમાં પણ આ બધો પ્રભાવ ભરેલો છે.'' એમ સ્તોત્રકારનો આશય જણાય છે.
હવે શ્રી વિજયાદેવી જાણે શાંતિ શબ્દનાં અધિષ્ઠાત્રી હોય નહિ ? તેમ શાંતિ શબ્દથી જ શાંતિ કરે છે. એટલે જે કોઈ વાકયમાં શાંતિ શબ્દનો મુખ્યપણે (શાંતિના ઉદ્દેશથી ?) પ્રયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org