Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કાયોત્સર્ગમાં જ રહી એ સાંભળવું, પછી કાયોત્સર્ગ આવશ્યકની સમાપ્તિના તથા પ્રતિક્રમણ સંપૂર્ણ થવાના આનંદસૂચક લોગસ્સ કહી ચતુવિંશતિ જિનેશ્વર ભગવંતોની સ્તુતિ કરવી.
વિસ્તૃત-છ આવશ્યકમય વિસ્તૃત-દેવસિઅ પ્રતિક્રમણ અહીં પૂરું થાય છે.
સામાયિક પારતાં પહેલાં-શ્રાવકને પણ દિવસમાં કરવાના સાત ચૈત્યવંદન પૈકીનું છેલ્લું ચૈત્યવંદન અહીં સાથે જ કરી લેવાનું હોવાથી ચૈત્યવંદન વિધિ માટે તથા સામાયિકને પારવાના વિધિ માટે પ્રથમ ઇરિયાવહિયા પડિકમવા, અને પછી મંગલમય શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચઉક્કસાય ચૈત્યવંદન કહી ઠેઠ પૂરા જયવીયરાય સુધી ચૈત્યવંદન વિધિ પ્રમાણે કરવું. પછી મુહપત્તિ પડિલેહણાથી માંડીને સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું-પછી આદીશ્વર ભગવાનની જય બોલવી. ગુરુમહારાજની ચરણસેવા કરી, ગુરુ મહારાજને ત્રિકાળવંદના કરી, ધર્મધ્યાનમાં લીન રહી, નિદ્રાકાળે નિદ્રા લેવી.
દેવસિઅ પ્રતિક્રમણ વિધિના વિશેષ હેતુઓ શ્રાવક અથવા સાધુઓએ દિવસમાં જ આવશ્યકો કરવાનાં હોય છે. તેમનું પ્રતિકમણ આવશ્યક એ મુખ્યપણે સાંજનું દેવસિઅ પ્રતિક્રમણ છે.
દિવસના છ આવશ્યક નીચે પ્રમાણે થાય છે - ૧. સામાયિક - દિવસમાં એકાદ કે બે કે તેથી વધુ, અવકાશ પ્રમાણે કરવા.
૨. ચઉવિસત્યો - દિવસમાં સાત ચૈત્યવંદનો, ચૈત્યપરિપાટી, જિનપૂજા, મહોત્સવ, સ્નાત્રપૂજા વગેરે ચતુર્વિશતિ સ્તવાવશ્યક છે.
૩. વંદન - ગુરુમહારાજને પ્રાત: કલમાં પ્રત્યાખ્યાન લેતાં પહેલાં વંદન કરવામાં આવે છે, મધ્યાહન કાળે પણ સામાયિક કરવા. અથવા સ્વાધ્યાય કરવા અથવા સ્વાધ્યાય રૂપ વ્યાખ્યાન શ્રવણ કરવા જતાં વંદન કરવાનું હોય છે. બપોરે સામાયિક કરવા જતાં, તથા સાંજે દિવસ ચરિમ પચ્ચકખાણ લેતાં પહેલાં, એમ ત્રિકાલ વંદન કરવાના હોય છે. એમ જેમણે ત્રિકાલ વંદન કરેલું ન હોય, તે રાત્રે છેવટ ત્રિકાલ વંદના કહી ગુરુ મહારાજને સંક્ષેપમાં વંદન કરે છે.
૪. પ્રતિક્રમણ - દોષોના વારંવાર મિચ્છામિ દુક્કડ, ઈરિયાવહિયા પડિકકમવા, પોસહમાં ગમણાગમણે વગેરે તથા સાંજે દેવસિઅ પ્રતિક્રમણ, તે પ્રતિક્રમણાવશ્યક છે.
૫. કાઉસ્સગ્ન - દિવસમાં દશ-વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાની વાત અતિચારમાં આવે છે. તેથી જણાવે છે કે-અગાઉ જ્યારે વખત મળે ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના માટે કાઉસ્સગ્ગ કરવાનો વિધિ પ્રચલિત હતો.
૬. પચ્ચકખાણ- સવારે નમુકકારશી વગેરે, દિવસના બીજા ભાગમાં ગંઠસી, મુસી, દેશાવળાશિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org