Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિમાસૂત્રો
૨૫૩
હતાં. આમાંનાં નામો આ સ્તોત્રમાં પણ છ મા શ્લોકમાં ગૂંથેલાં આપણે જોઈ શકીએ છીએ. છે. આ સ્તોત્રનું મૂળ તો પ્રાચીન છે. અને તે નિર્વાણ કલિકામાં પ્રતિષ્ઠા વિધિમાં આવે છે. પ્રતિષ્ઠા વિધિઓનાં મૂળો આગમોકત છે, અને તે પૂર્વગત હતાં. તેમાંથી ઉદ્ધત છે. એ રીતે આ સ્તોત્રનું
મૂળ વિદ્યાપ્રવાદ પૂર્વ હોય, એમ સંભવિત લાગે છે. ૮. આ શાંતિકર સ્તોત્ર જાહેર થયા પછી અશાંતિના પ્રસંગે આચાર્ય મહારાજાઓ પાસે સાંભળવા
માટે સંઘો અને શાંતિના ઈચ્છુકો ઘણા વખત સુધી આવવા લાગ્યા હતા, અને આવે એ સ્વાભાવિક છે. તેથી આ સ્તોત્રના ટીકાના આધારે લખીએ છીએ કે-“વૃદ્વવાદ એવો છે કે-પાંચસો વર્ષ પૂર્વે ઉદેપુરમાં યતિથી ચોમાસું હતા, તેની પાસે વારંવાર લોકો શાંતિ સાંભળવા આવતા હતા તેથી કંટાળીને તેઓએ દેવસિય પ્રતિક્રમણમાં દફખખિય કમ્પક ખયના કાઉસ્સગ્નને અંતે શાંતિ કહેવી,
જેથી રોજ સૌના સાંભળવામાં આવે” એવી વ્યવસ્થા કરી. ૯. ઉદેપુરમાં યતિથીનું ચોમાસાનું લખ્યું છે, તેમાં વિચારવાનું એ છે કે-યતિ-નહિ પણ તપાગચ્છના
ગાદીપતિ શ્રીપૂજ્ય આચાર્ય મહારાજ હોવા જોઈએ. અને તે શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પહેલાના હોવા જોઈએ. કારણ કે-ઉદેપુર એ તપાગચ્છના શ્રી પૂજ્યોને અનેક રીતે મથક હતું ને છે. શ્રીજગઔંદ્રસૂરીશ્વરજી મ. વગેરેનાં પગલાંઓ ત્યાં આઘાટ ગામમાં આજે પણ છે, તથા રાણા ઉદયસિંહ વગેરેથી માંડીને એ રાજ્યના રાજ્યકર્તાઓ, એ ગચ્છના ભકત રહેતા આવ્યા છે. અને રાજ્યના ઘણા કાયદા જૈનધર્મની અસરવાળા છે. પશુને અમર કરી શકાય છે. આચાર્ય પદવી વખતે પહેલો કપડો ઓઢાડાય છે. તથા પહેલું ચોમાસું ઉદેપુરમાં થાય છે. આચાર્યની સામે રાજચિહનો સહિત ખુદ ગાદીપતિને સામે જવાનો રિવાજ છે. તથા જૈન મંદિરો અને તીર્થોની રક્ષા તથા
કેશરીયા તીર્થને ભકિતનિમિત્તે રાજ્ય તરફની અનેક ભેટો વગેરેએ રાજ્યમાં જૈન ધર્મના સામ્રાજ્યના ઘણા પુરાવા મળે છે. આશાશાહ, ભામાશાહ તથા ધનાપોરવાડ જેવા શ્રાવકોની બાહોશી અને અનેક પૂર્વાચાર્યોના પ્રભાવના પરિણામના સબળ અવશેષો આજે પણ આપણને એ રાજ્યમાં મળે છે.
આ ઉપરથી અમારો આશય એ છે કે પ્રતિક્રમણને અંતે આ શાંતિને દાખલ કરનાર કોઈ સામાન્ય વ્યકિત નહીં હોય, પરંતુ મૂળ ગાદીપતિ આચાર્ય મહારાજની આજ્ઞાથી જ રિવાજ દાખલ થયેલો. અને પછી તે સર્વમાન્ય થાય જ, એ સ્વાભાવિક છે. એ મુખ્ય ગાદીપતિ આચાર્યની આજ્ઞા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બરાબર નિર્ણય કરીને અન્ય ગીતાર્યોની સમ્મતિ મેળવીને જ બહાર પાડવાનો રિવાજ હતો, એટલે આવા ફેરફારો સંઘના કાયદેસર ફેરફારો ગણાય છે, યદચ્છા
પ્રવૃત્તિ નથી હોતી. ૧૦. હવે આ શાંતિ દાખલ થયા પહેલાં પ્રતિક્રમણને અંતે શું બોલાતું હતું ? કાંઈ બોલાતું કે નહિ ?
અથવા એમને એમ કાઉસ્સગ પારવામાં આવતો હતો ? કે બીજું કાંઈ બોલાતું હતું ? એ બાબતની શોધ કરવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org