Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૫૭
૩. આ પ્રત્યાખ્યાનો તીર્થંકર પરમાત્માની આજ્ઞા પ્રમાણે તેમના વંદન સ્તુતિ વગેરે કર્યા બાદ દહેરામાં
ઉપાશ્રયમાં પ્રત્યાખ્યાન લેવાય છે. ૪. ગુરુ મહારાજની સાક્ષીમાં પ્રત્યાખ્યાન લેવાનું છે. ગુરુમહારાજ શાંતિથી પ્રત્યાખ્યાન સમજપૂર્વક વિગતવાર આગાર સાથે આપે છે, શિષ્ય તે સ્વીકારે છે, એટલે ગુરુ પરતંત્રતા તો તેમાં ચોકકસ છે જ. પ્રત્યાખ્યાન પહેલાં સવારે: રાયમુહપત્તિ પ્રસંગે, દ્વાદશાવર્ત. અથવા ઈચ્છકાર પૂર્વક વંદન થાય છે. સાંજે પણ દ્વાદશાવર્ત વંદન કર્યા પછી જે પ્રત્યાખ્યાન લેવાય છે એટલે પચ્ચકખાણની
પૂર્વે ગુરુવંદન અવશ્ય હોય છે. ૫. પ્રત્યાખ્યાનમાં થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત્તો લેવાનાં હોય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત્તો લઈને આલોચના, પ્રતિક્રમણ કરવાનાં હોય છે. પ્રત્યાખ્યાન વિષયક આલોચના-પ્રતિક્રમણના અનેક વિધિઓ શાસ્ત્રકારોએ બતાવેલ છે. ૬. કાયોત્સર્ગ - કાયાનો એટલે મન વચન કાયાનો ઉત્સર્ગ-ત્યાગ પ્રત્યાખ્યાન ખાતર કરવો પડે છે.
અર્થાત્ તે ત્રણેય યોગની પ્રવૃત્તિ પચ્ચકખાણને અનુકૂળ રાખવી પડે છે. પ્રતિકૂળ પ્રવૃત્તિ રોકવી પડે છે. આ વસ્તુસ્થિતિ વોસિરઈ અને વોસિરામિ એ બે પદો સાક્ષાત્ સૂચવે છે.
વોસિરામિ-એ અપાણે વોસિરામિનો સંક્ષેપ છે. અહીં પ્રત્યાખ્યય બહિરાત્મ ભાવના પેટા પ્રકાર-આહારાદિકનો ત્યાગ અને બીજી અનુકૂળતાઓનો પણ ત્યાગ અભિપ્રેત જણાય છે. નહીંતર, પ્રત્યાખ્યાન તો પચ્ચખામિ એ શબ્દથી પૂર્ણ થાય છે. છતાં વોસિરઈ પદ વિશેષ ઉમેરવાનું કારણ પચ્ચખાણની પણ કાયોત્સર્ગતા સૂચવવા માટે છે.
કરેમિ ભજો માં પચ્ચકખાઈ વસરાઈ એ બે પદો કેટલાક ફેરફાર સાથે સાક્ષાત છે જ. બાકીના આવશ્યકો ગર્ભિત છે.
૪૫. પાણlહાર-પાનીયાહારનું પચ્ચક્ખાણા-૨ ગુરુ - પાણહાર-દિવસચરિમં પચ્ચખાઈ, શિષ્ય.- પચ્ચખામિ. ગુરુ - અન્નત્ય-sણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ. શિષ્ય.- વોસિરામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org