Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અન્નત્થ-ડણાભોગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં
વોસિરઈ. શિષ્ય.- વોસિરામિક.
ગુરુ - "સૂર્ય ઊગ્યાથી માંડીને અભક્તાર્થ માટે પચ્ચકખાણ કરી ખોરાક, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો.
શિષ્ય - એ ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણત્યાગ કરું છું. તો-અશન.પાન. ખાદિમ', સ્વાદિમ.
ગર- એ ચારેય પ્રકારનો આહાર ત્યાગ તમારે૧.બેખબરી, ૨. એકાએક મોમાં આવી પડે, ૩. અપરવી દેવા પડે તેમ હોય, ૪. મોટેરાઓની આજ્ઞા થાય, ૫. સર્વ પ્રકારની અશાંત સ્થિતિ હોય.
એિ પ્રસંગો સિવાય :- કિરવાનો છે.]
[અને એ પચ્ચકખાણના સ્પર્શન-પાલન-શોભા-પૂર્તિ-કીર્તન-આરાધના તથા વિરાધનામાં સાવચેતી માટે (મન વચન કાયાની સર્વ અનુકૂળતાઓનો) “યાગ કરવાનો છે.
શિષ્ય - એિઓનો “ત્યાગ કરું છું.
વિશેષાર્થ:- ચઉવિહાર ઉપવાસવાળાએ ભોજન તદ્દન ન કરવું. એટલે કે-ચારેય પ્રકારના આહારનો તેણે ત્યાગ કરેલો હોય છે, એ જ પચ્ચકખાણ સાંજે તેમને યાદ કરીને ફરીથી દઢ કરી લેવાનું હોય છે. આ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવા છતાં અજાણતાં મોઢામાં મુકાઈ જાય, એકાએક મોઢામાં પડી જાય, ગોચરી વધી પડી હોય અને ગુરુને પરઠવી યોગ્ય ન લાગતી હોય, અને ગુરુ કહે તો એ વાપરવું પડે. સંઘના કોઈ મહત્વના કામ અંગે કંઈ વાપરવું પડે અને પોતાની શારીરિક કે માનસિક અસ્વસ્થતા વખતે વપરાઈ જાય એ પ્રસંગો સિવાય પ્રત્યાખ્યાન સમજવાનું છે. “આવી રીતે વપરાઈ જાય છતાં ચોવિહાર ઉપવાસનું પચ્ચફખાણ ભાંગે નહીં.” એ આ આગારો-છૂટોનો અર્થ સમજવાનો છે. પરંતુ આ છૂટોનો ઉપયોગ નબળાઈથી કરવામાં કે કરાવવામાં આવે, તો પચ્ચખાણનો ભંગ જ થાય છે. કેમકે પાછળથી વોસિરઈપદથી પચ્ચકખાણમાં દઢ રહવાને ગુરુમહારાજ ભલામણ કરે છે, અને શિષ્ય તે વાત સ્વીકારે છે.
પ્રત્યાખ્યાનોમાં-૬ આવશ્યક નીચે પ્રમાણે સમજાય છે :૧. પ્રત્યાખ્યાન-ત્યાગ ભાવનાત્મક સામાયિક, ૨. પ્રત્યાખ્યાન-ત્યાગ-પચ્ચકખાણ સ્પષ્ટ છે. પચ્ચકખાઈ પચ્ચકખામિ પદો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org