Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
देशायातसधर्मचारिभिरलं सार्द्ध च काले स्वयं
भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनैर्भाषितम् ॥१॥ અર્થ - પ્રથમ બધું અરિહંત ભગવંતને નિવેદન કરીને પધારેલા ઉત્તમ સાધુ મહારાજાઓને યથાશક્તિ શુદ્ધ બુદ્ધિથી તેમાંથી ભાગ આપીને બીજા બહાર દેશથી આવેલા સાધર્મિકો સાથે યોગ્ય વખતે સ્વયં શ્રાવક જમે, આવા પ્રકારની ગૃહસ્થોની ભોજનક્રિયા પણ પુણ્યરૂપ છે – એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલ છે. ૧.
જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે જેવા શ્રાવક હોય તેવા જ સત્પાત્ર મુનિરાજે પણ હોય. એટલે તે તે દેશકાળને યોગ્ય સત્પાત્ર મુનિરાજોને અવશ્ય દાન આપવું જોઈએ. અસત્પાત્રોનો વ્યકિતવાર વિભાગ કર્યા વિના માત્ર સર્વસામાન્ય જૈન મુનિરાજોના દાનનો જરા પણ નિષેધ, એ બાબતમાં જરા પણ ઘસતું બોલવું, કે તેની ચર્ચા કરવી વગેરેથી મહા અંતરાયના અને ધર્મલોપના ભાગીદાર થવાય છે, એમ ટૂંકમાં સમજવું. વિસ્તાર થવાથી અહીં વધારે લખતા નથી.
અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ.
શબ્દાર્થ:- સચ્ચિત્તે સચિત્તમાં. નિકિખવાણે નાંખવું. પિહિણે=ઢાંકવું. વચએસ=વ્યપદેશ, નામ દેવું. મચ્છરે મત્સર-અદેખાઈ. કાલાઈફકમાણે કાલાતિક્રમદાન-વખત વીતી ગયે દાન દેવું.
સચિત્તે નિકિખવણે “પિહિણે વવએસ મચ્છરે એવા “કાલાઈકમાણે ચઉલ્થ સિફખાવએ નિંદે ૩૦/.
ચોથા શિક્ષાવ્રતમાં સચિત્તમાં નાખવું, (સચિત્ત) “ઢાંકવું, (૬) નામ દેવું, અદેખાઈ “અને “દાનમાં વખત ન જાળવવાને નિંદુ છું. ૩૦
વિશેષાર્થ :- ૧. દાન દેવા લાયક વસ્તુ બીજી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી, કે સચિત્તમાં નાખી દેવાથી તેવું દાન શ્રી મુનિરાજથી લઈ શકાય નહીં : અજાણતાં કે ઉતાવળથી એમ થાય, તો તે અતિચાર. જાણે કરીને એમ કરવામાં આવે તો અનાચાર.
૨. દેવા લાયક વસ્તુ ઉપર, ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ સચિત્ત વસ્તુ ઢાંકી દેવાય, તો બીજે અતિચાર લાગે છે.
૩. દેવાની બુદ્ધિથી પારકું હોય છતાં પોતાની ચીજ કહેવી. અથવા ન દેવાની બુદ્ધિથી પોતાની હોય તેને પારકી કહેવી. અથવા મુનિમહારાજ કમ્યાકથ્યની એષણામાં જે ખુલાસા પૂછે, તેના ખરા જવાબ આપવામાં ખામી રાખવી, તે પણ આ વ્યપદેશ અતિચારમાં સમાઈ શકે છે.
૪. મત્સર એટલે ક્રોધ કરવો. મુનિરાજ કાંઈ પણ પોતાના ખપની ચીજ માંગે, તો તેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org