Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૨
પંચ પ્રતિકમાણસૂત્રો
[વંશસ્થ છન્દ:] કષાયતાપાર્દિત-જન્ત-નિવૃતિ, કરોતિ યોજૈન-મુખાબુદોશૈત: સ શુક્ર-માસો-ભવ-વૃષ્ટિ-સનિભો,
'દધાતુ તુષ્ટિ મયિ “વિસ્તરો ગિરામ્ III કની સાથે યુદ્ધ કરી તેઓને જીતીને મોક્ષમાં પહોંચી ગયેલા અને અન્ય દર્શનીઓને ન સમજાય તેવા સ્વરૂપવાળા ભગવાન્ વર્ધમાન સ્વામીને નમસ્કાર હો‘. ૧
“સરખે સરખાન મેળ સારો બેસે છે એમ જેઓના, શ્રેષ્ઠ ચરણોરૂપી કમળોને ધારણ કરતી ‘ખીલેલાં કમળોની શ્રેણી એ (જગતમાં જાહેર કર્યું છે, તે જિનેશ્વરે પ્રભુએ “મોક્ષને માટે હો. ૨
- જેઠ મહિનામાં ચડી આવેલા (પહેલ વહેલા જેસબંધ વરસતા) વરસાદ જેવો શ્રી જિનેશ્વર પ્રભુનાં મુખોરૂપી વાદળાંઓમાંથી વરસતો વાણીનો જે વિસ્તાર કષાયોરૂપી તાપથી બળી રહેલાં પ્રાણીઓને શાન્તિ આપે છે, તે મારા ઉપર (ખૂબ ખૂબ) પ્રસન્નતા ધારણ કરો. ૩
વિશેષાર્થ :- આ સ્તુતિ પૂર્વોમાંથી ઉદ્દધૃત છે. એટલે કે પૂર્વોમાંથી ઉદ્ધરીને સ્તુતિ પ્રચારમાં લવાયેલી છે, સંસ્કૃતમાં છે, અને તે પૂર્વમાંથી ઉદ્ભૂત છે, એટલે સ્ત્રીઓને આ સ્તુતિ બોલવાનો અધિકાર ગણવામાં આવેલો નથી. તેને બદલે સંસાર દાવાની સ્તુતિ સ્ત્રીઓ બોલે છે. આ ત્રણેય સ્તુતિઓની ગાથાઓના અર્થમાં કંઈક કિલષ્ટતા છે, કેમકે પદોનો અન્વય કંઈક દૂર દૂર છે જેથી બરાબર કાળજી રાખીને અર્થ શીખવો તથા શીખવવો.
આ સ્તુતિમાં-અધિકૃત તીર્થકર શ્રી મહાવીર પ્રભુ, ચોવીસ તીર્થંકર પ્રભુ અને શ્રુતજ્ઞાન, એમ ક્રમથી ત્રણની સ્તુતિઓ છે.
આ સ્તુતિ કેવળ જ આવશ્યકોની નિર્વિને પૂર્ણતા થવાથી હર્ષ-આનંદ રૂપે બોલાય છે, છતાં તે ચૈત્યવંદન-દેવવંદન સ્વરૂપે બની જાય છે. એટલે તેના પછી તુરત જ નમુત્થાર્ગ દંડકથી દેવવંદન કરવામાં આવે છે અને સ્તવન પણ બોલવામાં આવે છે, અને સર્વ તીર્થંકર પરમાત્માઓના સંક્ષિપ્ત-સ્તવન-સ્તુતિ રૂપ વરકનક-સૂત્ર બોલ્યા પછી આચાર્યાદિક ચારને ખમાસમણથી વંદન કરી સ્પષ્ટ રૂપે સર્વ મુનિચંદન માટે અઢાઇજેસુથી વંદન કરાય છે, ને મધ્યના છ આવશ્યકોમય મધ્યપ્રતિક્રમણાવશ્યક વિધિ સંપૂર્ણ થાય છે. અર્થાત્ ઈચ્છામો અણુસદ્ધિથી અઢાઈજેસુ સુધી મધ્યમ છ આવશ્યકની અંત્ય મંગળરૂપ ચૂલિકા છે, અથવા કળશ રૂપ ભાગ છે.
પરંપરા પ્રમાણે એવો વિધિ જાણવામાં આવેલો છે કે-અઢાઈન્વેસુ સુધીમાં વચ્ચેથી કોઈ ઊઠે, કે જેમને આડ પડેલી હોય, તે આદેશ લઈને સૂવ બોલે, તે કલ્પે નહીં. કવચિત્ એ પ્રવૃત્તિ જેવામાં પણ આવે છે. કારણ સ્પષ્ટ છે કે-મધ્યમ છ આવશ્યક રીતસર સાંગોપાંગ અઢાઇજેસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org