Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૨૫
કરીને ગુફાઓ વગેરેમાં જઈને પાદોપગમન-લાકડાની માફક પડી રહી-અણગણ વગેરે કરતા હતા. પરંતુ હાલ તે બની શકતું નથી. આવી સંલેખના વખતે પણ માનસિક વિચારદોષથી આસુરી, કબીપી વગેરે દુર્ભાવનાઓ થવાનો સંભવ છે, તે પણ ન થાય તેવી પૂરી સાવચેતી રાખી પર્યતઆરાધના કરવી, અને નીચે જણાવેલા અતિચારો પણ ટાળવાથી શુદ્ધ આરાધના થાય છે. મરણ એ એવું ભયંકર તત્વ જગતમાં છે કે, તે વખતે ભલભલા માણસની સાનબુદ્ધિ રહેવી ઘણી જ મુશ્કેલ છે, ગાંડું થઈ જવાય, બેભાન થઈ જવાય, ક્રોધી થઈ જવાય, બકવાદ થાય, ઈત્યાદિ અનેક સંજોગો આવી પડે. તે વખતે તેવી કોઈ સ્થિતિ ન થાય, તેટલા ખાતર પણ જિંદગી આખી ભાવનાપૂર્વક, અને ભાવના ન હોય, તો ટેવ કેળવવા ખાતર પણ ધર્મની આરાધના કરવી જોઈએ જેથી કરીને મરણ વખતે એ ટેવ રૂપે પણ મન વચન કાયા સીધું કામ કરે, ઊલટા સ્વરૂપમાં ન ઊતરી જાય. એ પણ મોટામાં મોટો લાભ ગણાય. ધર્મધ્યાન ન થાય, પણ આર્ત તથા રૌદ્ર ધ્યાન ન થાય, એ પણ ઘણું જ મહત્ત્વનું છે. અને જો આરાધનામાં મરણ થાય તો તો ઘણું જ ઉત્તમ. માટે સંલેખનાથી બીવા કે ભડકવાનું નથી, પણ તે બહુ જ ઉપયોગી વિધિ છે. મરનારને બરાબર બંધબેસતી આવે, તેવી રીતે ગોઠવનાર આજુબાજુ વ્યક્તિ હોય તો વધારે સારું, જે કે જેમણે સારી રીતે શરીરાદિ ઉપર નિરપેક્ષતા કેળવી હોય છે, તેને માટે તો ખાસ ચિંતા જેવું નહિ, પરંતુ બીજાઓ માટે ઉત્તર સાધકો ઘણા જ બાહોશ અને ઉચિતજ્ઞ હોય તો સારું. “અન્ય દર્શનીયો વગેરે સંલેખનાનો અર્થ ભૂખ્યા રહી આપઘાત કરીને મરી જવું.” એવો કરતા હોય તો તેને બરાબર સમજાવવું.
સંલેખનાના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- ઈહલોએ આ લોકમાં. પર-લોએ પરલોકમાં. જવિા-માણે જીવિત અને મરણ. આસંસા-
પગે આશંસા-પ્રયોગ. માન. મજઝ=મને. હુજ હો. મરણં અંતમરણે. ઈહ-લોએ પર-લોએ
જીવિઅ-મરણે આ “આસંસ-પયોગે ! પંચ-વિહો અઈયારો
“મા મજઝ હુ મરણતે ૩૩ આ લોકનો, પરલોકનો, જીવવાને, મરવાનો, અને બીજા વિષયોપભોગોને આશંસાપ્રયોગ" એ પાંચ પ્રકારના અતિચારો મરણના અંત સુધી પણ મને ન પહો. ૩૩
विशे षार्थ પાંચ અતિચારોની સમજ :
૧. સંલેખના-અનશન કરનારનો આ લોક તે મનુષ્યલોક, એટલે કે-“મરણ પામીને આ તપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org