Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૨
પંચ પ્રતિકમાણસૂત્રો
જાવંતિ ૦ ૪૪ જાવંતિ ૦ ૪૫
વિશેષાર્થ:- ત્રણ ભુવનની ૧૫૪૨૫૮૩૬૮૦ અને જ્યોતિષ તથા વ્યંતરનાં દરેક ભવનોમાં ચૈત્ય અને પ્રતિમાઓ હોવાથી અસંખ્ય પ્રતિમાઓને વંદન જાવંતિગાથાથી થાય છે. અને કેવલી મન:પર્યવજ્ઞાની સર્વવિરતિ, પરમાવધિ સજુમતિ, વિપુલમતિ, ચૌદ કે દશ પૂર્વી, બાર કે અગિયાર અંગધારક, જિના કલ્પક, સ્થવિરકલ્પી યથાલદક, પરિહાર વિશુદ્ધક, ક્ષીરાસવાદિ લબ્ધિવાળા, વિદ્યાચારણ, જંઘાચારણ, પદાનુસારી, વૈક્રિય લબ્ધિ, કફાદિઔષધિ લબ્ધિવાળા, મુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્થાનક, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણિ, પન્યાસ, ઋષભ વગેરે અનેક પ્રકારના પંદર કર્મભૂમિમાં વિચરતા અથવા સંહરણાદિકથી અકર્મ ભૂમિમાં વિચરતા સર્વ મુનિરાજને વંદન કરવામાં આવેલ છે. ૧. ભાવના :
શબ્દાર્થ :- ચિર-સંચિા-પાવ-પણાસણીઈ ચિર-સંચિત-પાપ. પ્રણાશિની લાંબા વખતથી એકઠા કરેલાં પાપોનો નાશ કરનારી. ભવ-સય-સહસ્સ-મહણીએ લાખો ભવોનો નાશ કરનારી. ચઉવીસ-જિસ-વિશિષ્ણ કહાઈ-ચોવીસ જિનેશ્વરોની આજુબાજુ ફેલાયેલી કથાઓ વડે. વલંતુ વીતો, પસાર થાઓ. મે મારા. દીહઆ દિવસો.
ચિર-સંચિય-'પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સ-મહણીએ.
ચઉવીસ-જિણ-વિણિય-કહાઈ, વાજંતુમે"દિઅહા સદા લાંબા વખતથી એકઠા કરેલાં પાપોનો નાશ કરનારી, અને લાખો [અનંતા ભવોનો નાશ કરનારી, ચોવીસ તીર્થંકર પ્રભુની આજુબાજુ વિસ્તાર પામેલી કથાઓ વડે 'મારા “દિવસો રિાતા દિવસ વીતો પિસાર થાઓ. ૪૬.
વિશેષાર્થ:- જુદા જુદા ઉત્સવો, જુદી જુદી યાત્રાઓ, મહાપૂજાઓ, રાત્રિજા વગેરે પ્રવૃત્તિઓનું બીજ આ ગાથામાં છે. જૈન ધર્મમાં મહાન તીર્થંકરો કેન્દ્ર તરીકે છે. ધર્મના તથા શ્રુતના ઉત્પાદક, ઉપદેશક વગેરે તેઓ જ છે. ત્યાગી ગુરુઓની ઉત્પત્તિનું મૂળ અને એકંદર શ્રેષ્ઠ જીવનના આધારભૂત પણ તે પરમાત્માઓ જ છે. એટલે તેઓનું ધ્યાન, નામ, રટણ, સ્મરણ, પૂજા, વિશેષ પૂજા, સતત
સ્મરણ વગેરે માટે પ્રતિમા મહત્ત્વનું આલંબન છે. અને તેથી જ પ્રતિમાને કેન્દ્રમાં રાખીને અનેક ઉત્સવ પ્રવૃત્તિઓ ગોઠવાયેલ છે, તે આ દૃષ્ટિથી છે. શ્રાવકની ને મુનિરાજોની આ પરમ ભાવના બહુ જ આકર્ષક છે. આ પ્રાર્થના પણ બોધિબીજની પ્રાર્થના માફક નિયાણા રૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org