Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વંદણ-વય-સિફખા-ગારવેસુ સન્ના-કસાય-ડેસુ
ગુત્તીસુ અ “સમિઈસુઅ જો આઈઆરોગ્ય તંનિંદે ૩પ "વંદન-વ્રત-શિક્ષા-ગારવ, સંજ્ઞા-કપાય-દંડ,ગુપ્તિ અને “સમિતિઓ વિષે જે “અતિચાર લાગ્યા હોય, તેની નિંદા કરું છું. ૩૫.
વિશેષાર્થ :- વંદન : દેવવંદન, ચૈત્યવંદન, ગુરુવંદન, વ્રતો-સમ્યકત્વમૂળ અણુવ્રતાદિક બાર વ્રતો, અથવા નમુકકારસી પૌરુષી વગેરે દશ પ્રકારના પચ્ચખાણો શિક્ષા સામાયિકાદિના સૂત્ર અર્થ અને તદુભયનો અભ્યાસ, તે ગ્રહણ-શિક્ષા. અને સવારમાં ત્રણ નવકાર ગણીને જાગવા માંડીને આખા દિવસના, પર્વના, દિવસના, રાત્રિના, તેમજ પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, તથા બીજા ખાસ શ્રાવકના આચારોના પાલનથી ટેવ કેળવવી તે આસેવનશિક્ષા.
ગૌરવ : જાતિ મદ વગેરે આઠ મદો કરવા તે. અથવા ધન, ધાન્ય, કુટુંબ વગેરે વધારે હોય તેથી ગર્વ કરવો તે ઋદ્ધિગારવ. ખાવા પીવામાં લોલુપતા તે-રસગારવ. સુખશીનીયાપણું તે શાતાગારવ.
સંજ્ઞા-૪-૧૦ અથવા ૧૬ શાસ્ત્રમાં કહી છે. ૧૬ સંજ્ઞા નીચે પ્રમાણે
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સુખ, દુઃખ, મોહ, વિચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, શોક, ધર્મ, ઓઘ, લોક.
કષાય: ક્રોધ, માન, માયા, લોભ. તે ચારેય-અનંતાનુબંધીય, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, અને સંજવલન જેવા. એમ દરેકમાં ગણાતાં ૬૪ થાય.
દંડ: મન વચન કાયાના દંડ. અથવા માયા, મિથ્યાત્વ, અને નિદાન-નિયાણાં-એ ત્રણ શલ્યને પણ દંડ તરીકે કહ્યા છે.
ગુપ્તિઓ અને સમિતિઓનું સ્વરૂપ આવી ગયું છે. અકારથી સમ્યકત્વ વગેરે અગિયાર શ્રમણોપાસક પ્રતિમાઓ વગેરે સઘળાં ધર્મકૃત્યો સમજવાં. ૩૫.
સામાન્ય પ્રકારે અને વિશેષ પ્રકારે એમ અનેક રીતે અતિચારોનું પ્રતિક્રમણ કરવા છતાં ગૃહસ્થ ફરીથી એના એ અતિચારો લગાડે તો પછી તેનું ફળ શું?
શબ્દાર્થ :- સમ્મદિઠી=સમ્યગ્દષ્ટિ. જઇવિ યદ્યપિ-જે કે. હું ખરેખર પાર્વપાપ. સમાઈયરઈ સમાચરે, આચરે. કિંચિ=કંઈ પણ. અપ્પો અલ્પ. સિ=એને. બંધોગકર્મબંધ. જણ=જેથી. નિબંદ્ધસંનિધ્વંસ નિ:સંકોચ, સૂગ નફટાઈ-બેપરવાઈ વગર. કુણઈ=કરે.
તપિત્રુતે પણ. હું જ. સપડિકમાણ=પ્રતિક્રમણ સહિત. સપૂરિઆવ=પરિતાપ સહિત. સઉત્તરગુણં ઉત્તર ગુણો સહિત. ખિપ્પ જલદી. વિસામેઈ=ઉપશમાવે છે-શાંત કરે છે. વહિવ-વ્યાધિ-રોગની પેઠે. સુસિફખઓ સારી રીતે શીખેલો. વિજો વૈદ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org