Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪. ચોથું અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ
અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. સગાંસંબંધી વગેરે મહેમાનો અમુક તિથિ વિશેષ કે ખાસ દિવસે આવે છે. પરંતુ તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારનો જેમણે ભોજન માટે કોઈને ત્યાં જવાની બાબતમાં ત્યાગ કરેલો છે, તે અતિથિ.
શ્રાવકના ખાસ અતિથિ, તે સાધુઓ અતિથિ સંવિભાગ તિથિ વગરના તે અતિથિ, તેનો સં એટલે સંગત વિભાગ એટલે વિશિષ્ટ ભાગ. અતિથિ સંવિભાગ. વિશિષ્ઠભાગ એટલે પશ્ચાત્ કર્મ વગેરે દોષોનો ત્યાગ કરીને પોતાનાં ખાનપાનમાંથી અંશ-ભાગ આપવો.
ન્યાયથી પ્રાપ્ત કરેલા પાસુક અને એષણીય એવા સાધુને કલ્પે તેવાં ખાન-પાન-વસ્ત્રાદિ, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર-દીક્ષા પર્યાય-પાત્ર વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભક્તિ વડે કેવળ આત્મકલ્યાણની બુદ્ધિથી મુનિરાજોને જે દાન આપવામાં આવે, તે અતિથિ સંવિભાગ કહેવાય છે, અને વર્ષમાં કે મહિનામાં તેવા અતિથિ સંવિભાગ કરવાનો જે નિયમ ગ્રહણ કરવો, તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે.
દેશ : ધાન્યાદિ સારાં પાકતાં હોય, તે દેશ-શુદ્ધિ. કાલ: સુકાળ વગેરે સુસ્થિતિ, શ્રદ્ધા : ચિત્તનું વિશુદ્ધ પરિણામ.
સત્કાર : ગુરુ મહારાજ પધારે ત્યારે ઊભા થવું, આસન આપવું, વંદન કરવું, પાછળ પાછળ થોડે સુધી અનુસરવું.
કમ : રાંધેલી ચીજોમાં-પેય, ચોષ, લેહ્ય, ભોય, ભક્ષ્ય વગેરે ક્રમથી અર્પણ કરવા.
પાત્ર : તપસ્વી, ગ્લાન, વૃદ્ધ, જ્ઞાની, દક્ષા પર્યાય વૃદ્ધ, શાસનપ્રભાવક, લોચ કરાવેલ હોય તે, વગેરે
અર્થાત દેશકાળ વગેરેની ઉચિતતાને અનુસરીને દાન આપવું જોઈએ.
આવશ્યકચૂર્ણિ વગેરેમાં બતાવેલો વિધિ આ પ્રમાણે છે-“શ્રાવકે પૌષધના પારણાને દિવસે અતિથિ સંવિભાગ વ્રત કરવું જોઈએ. જ્યારે ભોજનનો વખત થાય, ત્યારે ઉચિત વેષભૂષણ ધારણ કરીને મુનિ મહારાજના વસતિ સ્થાને જઈ મુનિરાજોને પોતાને ત્યાં પગલાં કરવા નિમંત્રણ આપવું.
અંતરાય દોષો કે સ્થાપના દોષ ન થાય, માટે જુદા જુદા સાધુઓ પડલાં, મુહપત્તિ, અને યાત્રાદિકનું પ્રમાર્જન કરે. પહેલી પૌરૂષીમાં નિમંત્રણ થયું હોય તો નમુકકારશીનું પચ્ચકખાણ હોય, તે વહોરવા માટે જાય. જે નમુકકારશીનું પચ્ચકખાણ ન હોય, તો ન જવું. કેમકે લાવીને રાખી મૂકવું પડે, પરંતુ બહુ આગ્રહ કરે તો લાવવું અને રાખી મૂકવું. અને જેને પૌરૂષીનું પચ્ચકખાણ હોય, અથવા જેને પારણું કરવું હોય, તેને વાપરવા આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org