Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૫ કલ્યાણક દિવસો રૂપ હોવાથી આરાધ્ય છે.
કેટલાક એમ કહે છે કે-“તિથિઓ તો રોજ આવે છે, તેમાં વિશેષતા શી?” આ પણ અજ્ઞાનમૂલક વાકયપ્રયોગ છે. વસ્તુસ્થિતિ સમજનાર આમ બોલે નહીં. જૈન તિથિઓ ધર્મારાધન નિમિત્તે જ છે. કારણ કે જૈન ધર્મ દરેક ધર્મો કરતાં ખાસ આધ્યાત્મિક છે. એટલે તેની તિથિઓ પણ આધ્યાત્મિક જ છે. વૈદિક તિથિઓ અને તેની જાહેર ઉજવણીના પ્રકાર ઉપરથી જ તેની આધ્યાત્મિકતા કેટલી છે ? તે સમજી શકાય છે. ધર્મનું મુખ્ય તત્વ આધ્યાત્મિક હોવું જોઈએ. એ જે નકકી હોય, તો જગતમાં ધર્મ તરીકેની યોગ્યતા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. એમ અતિશયોક્તિ વિના કહી શકાશે, અને એ વાતની સાબિતી તેનાં પર્વોની જાહેર ઉજવણીઓ જ કરી આપે છે.
જે લોકો “તિથિ દરરોજ આવે છે” એવું બોલે છે તેઓ રાષ્ટ્રીય સપ્તાહ વગેરેમાં બરાબર ભાગ લે છે. દેશનાયકોની જયંતીના દિવસોમાં બરાબર ભાગ લે છે. તે વખતે તે તિથિઓ દરરોજ નથી આવતી, પણ કોઈક વખત જ આવે છે, એમ તેઓ પણ કબૂલ કરે છે.
આ રીતે-રાષ્ટ્રીય સપ્તાહો-રેંટિયાબારસ-ક્રિસમસ-નાતાલ વગેરે નવા તથા પરદેશીઓનાં પર્વો ધીમે ધીમે મોટું રૂપ લેતાં જાય છે અને તેમાં સંખ્યાનો ઉમેરો થતો જાય છે. તેના ઉત્સવો વધતા જાય છે, તેનાં જાહેર સરઘસો આ દેશમાં નીકળતાં જાય છે. તેની સામે વાંધો ન લઈએ, સૌ સૌને ઈષ્ટ હોય તે પ્રમાણે કરવામાં વાંધો લેવાની શક્યતા કદાચ હાલમાં ન હોય, પરંતુ આ પવિત્ર જૈન પર્વો ઢંકાઈ જાય, ઊછરતી પ્રજા તેના તરફ વિશેષ ન આકર્ષાય, એ મોટું નુકસાન છે. માટે જૈન પર્વો સર્વોત્કૃષ્ટ રીતે ઊજવવાં જોઈએ, જેથી કરીને આ જગતનાં આ ધર્મમય મહાપર્વો ઉજજવળ રીતે સર્વ જીવોના ધ્યાનમાં આવે, તેમાં તેઓનું કલ્યાણ છે, અને આ પર્વોની આરાધનાની પરંપરા વધે. માટે ખાસ આગ્રહપૂર્વક ધાર્મિક જીવોએ તેમાં વિશેષ ભાગ લઈને આરાધના કરવી.
હમણાં હમણાં ચૈત્ર સુદ-૧૩ને વધારે પડતું મહત્ત્વ જૈનશૈલીથી વિરુદ્ધ રીતો દાખલ કરીને આપવામાં આવે છે. તે પણ બીજાં પ્રાચીન પર્વોની આરાધના ઢાંકનાર ન થાય, તેની ખાસ સંભાળ રાખવાની છે. પર્વો અને તેના જાહેર ઉત્સવો સવતિશાયી રીતે ટકાવવાની જૈન સંઘની ફરજ છે. માટે દરેક જેને તેનું મહત્ત્વ સમજીને તે દિવસોમાં કોઈ ને કોઈ વિશેષ આરાધના કરવી. અને તેનો વારસો ઉત્તરોત્તર ઊછરતી પ્રજાને એવી ભાવભક્તિથી આપવાથી જ એ તિથિઓ સદા સારી રીતે આરાધાતી રહેશે. જેનોએ આવી તિથિઓ માટે ઘણો જ આગ્રહ રાખવાનો છે. જગત આગળ જાહેરમાં જૈન ધર્મના વ્યકિતત્વને ટકી રહેવાનો આધાર તેના ઉપર જ છે. જેને શૈલી, વિરુદ્ધ ઊજવાતી શ્રી વીરની જયંતી પર્યુષણાને ધક્કો પહોંચાડશે અને તેથી જૈન ધર્મને ઘણો જ ધકકો લાગશે. માટે તેનાથી દૂર રહેવું. જૈનેતરો તેમાં વિશેષ ભાગ લેશે. તેમ તેમ છૂપું નુકસાન વધતું જશે.
પૌષધ દરેક દિવસે કરી શકાય છે, પરંતુ પર્વ દિવસે ખાસ કરવો જોઈએ, અને આઠમ, ચૌદશ તો ખાસ કરવો જોઈએ.
શબ્દાર્થ :- સંથારુચ્ચારવિહી=સંસ્તારક અને ઉચ્ચાર વિધિ. પમાય પ્રમાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org